શ્લોક : ૧. પુરુષોત્તમ પરમેશ્વર , ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : મેં આ અવિનાશી યોગ ના વિજ્ઞાન નો ઉપદેશ સૂર્યદેવ દિવસ માં વિવસ્વાન ને આપ્યો અને વવિવસ્વા ને માનવ ના પિતા મને ઉપદેશ આપ્યો અને મને વળી આ ઉપદેશ ઇક્ષ્વાકુ ને આપ્યો.

શ્લોક : ૨. એ રીતે એ અર્જુન , આ પરમ વિજ્ઞાન ગુરુ – શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થતું અને રાજ્ય શ્રી ઓ એ એ જ રીતે તે જાણ્યું . પરંતુ કાળાંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ ગ્રુપમાં લુપ્ત થયેલું જણાય છે.

શ્લોક : ૩. તે જ પ્રાચીન યોગ , પરમેશ્વર સાથે ના સંબંધ નો વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું , કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાન ના દિવ્ય રહસ્ય ને સમજી શકે છે.

શ્લોક : ૪. અર્જુને કહ્યું : આપ નો જન્મ , અર્વાચીન કાળ માં થયો છે અને સૂર્ય દેવ વિવસ્વાન નો જન્મ તો પ્રાચીન કાળ માં થયો છે ; તો પછી હું કેવી રીતે સમજો કે પ્રાચીન કાળ માં આપે તેમને આ વિદ્યા નો ઉપદેશ આપ્યો હતો ?

શ્લોક : ૫. શ્રી ભગવાન બોલ્યા : તારા અને મારા અને અનેકાએક જન્મો લઈ ચૂક્યા છે. હું તે બધાને યાદ રાખી શકુ છું , પરંતુ હે પરમ તપ , તું મને યાદ રાખી શકતો નથી.

શ્લોક : ૬. . જો કે હું અજન્મા છું અને મારું દિવ્ય દે કદી નાશ પામી શકતો નથી , તથા હું સર્વ જીવન સ્વામી છું , છતાં હું દરેક યુગ માં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થઈ આવું છું .

શ્લોક : ૭. હે ભરત વંશી , જ્યાં અને જ્યારે ધર્મ નું પતન થાય છે અને અધર્મ નું ભારે વર્ચસ્વ જામે છે , તે વખતે હું સ્વયમ અવતરું છું.

શ્લોક : ૮. ભક્તો નો ઉદ્ધાર કરવા અને દુષ્ટો નો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતો ની પુન : સ્થાપ ના કરવા માટે હું સ્વયં દરેક યુગ માં પ્રગટ થાઉં છું.

શ્લોક : ૯. હે અર્જુન , જે મનુષ્ય મારા પ્રાગટ્ય કથા કર્મો ની દિવ્ય પ્રકૃતિ ને જાણે છે , તે આ શરીર ને જ જોયા પછી જગત માં ફરીથી જન્મ લેતો નથી , પરંતુ મારા સનાતન ધામને પામે છે.

શ્લોક : ૧૦. આસક્તિ , ભય તથા ક્રોધ થી મુક્ત થઈને , મારા માં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારું શરણ લઈને , અનેક મનુષ્ય ભૂતકાળ માં મારા વિશે ના જ્ઞાન થી પવિત્ર થયા છે અને એ રીતે તેઓ બધા મારા દિવ્ય પ્રેમ ને પામ્યા છે.

શ્લોક : ૧૧. જેઓ કેવી રીતે મને શરણાગત થાય છે , તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ , સર્વ મનુષ્ય મારા માર્ગ નું જ સર્વથા અનુસરણ કરે છે.

શ્લોક : ૧૨. આ જગત માં મનુષ્ય સકામ કર્મો માં સિદ્ધિ એ છે અને તેથી તેઓ દેવો ને પૂછે છે. નિ : સંદેહ , આ જગત માં મનુષ્ય અને સકામ કર્મ ના ફળ જલદી પ્રાપ્ત થાય છે.

શ્લોક : ૧૩. ભૌતિક પ્રકૃતિ ના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલા ક્રર્માનુસાર માનવ સમાજ ના ચાર વર્ણો ની રચના મેં કરી છે. જો કે , હું આ વ્યવસ્થા નો સ્ત્રષ્ટા છું , તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું એમ તું જાણ.

શ્લોક : ૧૪. મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મ ના ફળ ની આકાંક્ષા પણ નથી. જે મનુષ્ય મારા વિશે ના આ સત્ય ને જાણે છે , તે પણ કર્મો ના ફળ દ્વારા બદ્ધ થતો નથી.

શ્લોક : ૧૫. પ્રાચીન કાળ માં સર્વ આત્માઓ એ મારી દિવ્ય પ્રકૃતિ ને જાણી ને જ કર્મો કર્યા હતા અને મુક્તિ મેળવી હતી. માટે , તારે પણ તેમના પગલે ચાલી ને પોતાના કર્તવ્ય નું પાલન કરવું જોઈએ.

શ્લોક : ૧૬. કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવા માં બુદ્ધિ શાળી મનુષ્ય ને પણ મૂંઝાઈ જાય છે. માટે હું તને કર્મ શું છે તે વિશે સમજૂતી આપીશ કે જે જાણી ને શું સર્વ માંથી મુક્ત થઈ જઈશ.

શ્લોક : ૧૭. કર્મ ની આંટી – ઘૂંટી ને સમજવી ઘણી મુશ્કેલ હોય છે. માટે મનુષ્ય કર્મ શું છે , વિકર્મ શું છે અને અકર્મ શું છે , તે સારી રીતે જાણવું જોઈએ.

શ્લોક : ૧૮. જે મનુષ્ય કર્મ માં અકર્મ અને અકર્મ જુએ છે તે સર્વ મનુષ્ય માં બુદ્ધિમાન છે અને સર્વ પ્રકાર ના કર્મો માં થયેલ હોવા છતાં દિવ્ય અવસ્થા માં રહેલો છે.

શ્લોક : ૧૯. જે મનુષ્ય નો પ્રત્યેક પ્રયાસ ઇન્દ્રિય તૃપ્તિ ની કામના થી રહિત હોય છે , તે પૂર્ણ જ્ઞાની છે એમ સમજાય છે. તેને જ સંત – જનો એવો કર્તા કહે છે કે જેણે પૂર્ણ જ્ઞાન રૂપી અગ્નિ થી કર્મ ફળ બાળી ને ભસ્મ કર્યા છે.

શ્લોક : ૨૦. પોતાના કર્મ ના ફળો ની સર્વ શક્તિ નો ત્યાગ કરીને , સદા સંતુષ્ટ તથા સ્વતંત્ર રહી , તે સર્વ પ્રકાર ના કાર્યો માં પરોવાયેલો રહેવા છતાં કોઈ સકામ કર્મ કરતો નથી.

શ્લોક : ૨૧. આવો જ્ઞાની મનુષ્ય , મન તથા બુદ્ધિને સંપૂર્ણ પણે સંયમિત કરીને કાર્ય કરે છે , પોતાની સંપત્તિ ના સ્વામી નો સર્વથા ત્યાગ કરે છે અને જીવન – નિર્વાહ અર્થે ખપ પૂરતું જ કાર્ય કરે છે. આ પ્રમાણે કર્મ કરતો તે , પાપ પૂર્ણ કર્મફળ થી પ્રભાવિત થતો નથી.

શ્લોક : ૨૨. જે મનુષ્ય અનાયાસે થતા લાભ થી સંતુષ્ટ રહે છે , જે દૈત્ય ભાવ થી રહિત છે તથા નિશા કરતો નથી અને સફળતા તેમજ નિષ્ફળતા બંને માં સ્થિર રહે છે , તે કર્મ કરતો હોવા છતાં પણ કદાપિ બંદ્ઘ થતો નથી.

શ્લોક : ૨૩. જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિ ના ગુણો પ્રત્યે અનાસક્તિ છે અને જે દિવ્ય જ્ઞાન માં પૂર્ણ પણે સ્થિત થયેલો છે , તે સંપૂર્ણ પણે દિવ્યતા માં લીન થાય છે.

શ્લોક : ૨૪. જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃત માં પૂરે પૂરો તલ્લીન રહે છે , તેને પોતાના આધ્યાત્મિક યોગદાન ને કારણે અવશ્ય ભગવદ્ ધામ ની પ્રાપ્તિ થાય છે , કારણ કે તેમાં હવન પણ બ્રહ્મ છે અને અર્પિત આહુતિ પણ બ્રહ્મ રૂપે જ હોય છે.

શ્લોક : ૨૫. કેટલાક યોગીજનો વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા દેવો ને સારી રીતે પૂછે છે અને કેટલાક પરમ બ્રહ્મ રૂપી અગ્નિ માં યજ્ઞ અર્પણ કરે છે.

શ્લોક : ૨૬. આમાંના કેટલાક ( વિશુદ્ધ બ્રહ્મચારી ) , ઓ શ્રવણ આદિ પ્રક્રિયા તથા ઇન્દ્રિયો ને મનોનિગ્રહ રૂપી અગ્નિ માં હોમી દે છે અને બીજા ( વ્રતધારી ગૃહસ્થ ) ઇન્દ્રિય વિષયો ને ઇન્દ્રિય હોમી દે છે.

શ્લોક : ૨૭. મન તથા ઇન્દ્રિયો ના નિગ્રહ દ્વારા આત્મ – સાક્ષાત્કાર પ્રાપ્ત કરવામાં રુચિ ધરાવતા બીજા લોકો બધી ઈન્દ્રિયો તથા પ્રાણ વાયુ ના કાર્યો ને સંયમિત એવા મન રૂપી અગ્નિ માં આહુતિ તરીકે અર્પણ કરે છે.

શ્લોક : ૨૮. કઠોર વ્રત ધારણ કરીને , કેટલાક પોતાની સંપત્તિનો ત્યાગ કરીને , કેટલા કઠોર તપ દ્વારા , કેટલાક અસ્ટાંગ યોગ ની સાધના દ્વારા અથવા આધ્યાત્મ અજ્ઞાન માં પ્રગતિ કરવા વેદાધ્યયન દ્વારા પ્રબુદ્ઘ થાય છે.

શ્લોક : ૨૯. વળી બીજા ઓ , જેઓ સમાધિ માં રહેવા માટે સ્વસન ક્રિયા ના નિયમન ની પદ્ધતિ અપનાવે છે , તેઓ શ્વાસ ની આહુતી શ્વાસ માં અને શ્વાસ ની આવતી ઉચ્છવાસ માં આપે છે અને છેવટે સ્વસન ક્રિયા અટકાવી ને સમાધિ માં રહે છે. તો વળી કેટલાક આહાર ના અંકુશ માં રાખી ને પ્રાણો ને પ્રાણ માં હોમે છે.

શ્લોક : ૩૦. યજ્ઞ ના અર્થ ને જાણનાર આ સર્વ યજ્ઞકર્તા ઓ , પાપ કર્મો માંથી મુક્ત થઇ જાય છે અને યજ્ઞ ના ફળ રૂપી અમૃત નું આસ્વાદન કરીને પરમ દિવ્ય આકાશ પ્રતિ આગળ વધે છે.

શ્લોક : ૩૧. હે કુરુ શ્રેષ્ઠ , યજ્ઞ વિના મનુષ્ય આ લોક માં કે આ જીવન માં કદાપિ સુખ પૂર્વક રહી શકતો નથી , તો પછી બીજા જન્મ માં કેવી રીતે રહી શકે ?

શ્લોક : ૩૨. આ અનેક પ્રકાર ના યજ્ઞ નો વેદ સંમત છે અને આ સર્વ વિવિધ પ્રકાર ના કર્મો માંથી ઉદભવે છે. તેમને આ પ્રમાણે જાણી ને તું મુક્ત થઈ જઈશ.

શ્લોક : ૩૩. હે શત્રુઓ ના દમન કરનારા ( અર્જુન ) દ્રવ્ય મય યજ્ઞ થી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. હે પાર્થ , અંતે તો યજ્ઞ રૂપે કરેલા સર્વ કર્મ દિવ્ય જ્ઞાન માં જ પરિણમે છે.

શ્લોક : ૩૪. સદગુરુ ને શરણે જઈને સત્ય ની જાણવાનો પ્રયાસ પર તેમને વિનમ્ર થઈ ને પ્રશ્ન પૂછ્યો અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્મા ઓ તને જ્ઞાન નો ઉપદેશ કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે.

શ્લોક : ૩૫ અને જ્યારે તે આ રીતે સત્ય ને જાણી લીધું હશે , ત્યારે તું આવા મોહ માં ફરી કદી પડીશ નહીં , કારણ કે તો જાણી શકે બધા જીવો મારા જ ઓછો છે અને તેઓ મારા જ છે.

શ્લોક : ૩૬. જો તને બધા પાપી ઓ માં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે , તો યે તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપે સ્થિત થઈશ , ત્યારે દુઃખો ના સાગર ને પાર કરી શકીશ.

શ્લોક : ૩૭. જેવી રીતે ભડકે બળતો અગ્નિ લાકડા ને બાળી ને ભસ્મ કરી દે છે , તેવી રીતે અર્જુન , જ્ઞાન રૂપી અગ્નિ ની પણ ભૌતિક કર્મો ના ફળો એને બાળી ને ભસ્મ કરી દે છે.

શ્લોક : ૪૦. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધા વિહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્ર માં સંદેહ કરે છે , જેઓ ભગવદ્ ભાવ ના પામતા નથી ; તેનું પતન થાય છે. ગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોક માં સુખ કે નથી પરલોક માં.

શ્લોક : ૪૧. હે ધનંજય , જે મનુષ્ય પોતાના ઘરના ફળોનો પરિત્યાગ કરી ને , ભક્તિયોગ માં કર્મ કરે છે અને જેના સંશયો દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થયા છે , તે વાસ્તવ માં સ્વરૂપ માં સ્થિત હોય છે. આમ તે કર્મબંધન દ્વારા બંધાતો નથી.

શ્લોક : ૪૨. માટે , અજ્ઞાન વર્ષ તારા હૃદય માં જે સંદેહ ઉત્પન થયા છે , તેમને જ્ઞાન રૂપી શસ્ત્ર વડે કાપી ને એ ભારત , તો યોગારૂઢ થઈને ઊટ અને યુદ્ધ કર.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: Ayushi Barvaliya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here