ગીતા જ્ઞાન (ભાગ – 6)

0
138

શું તમને ખબર છે આપડું જીવન પણ પેલી રેતીની ઘડિયાળ ની જેમ છે. જે રેતી નીચે પડી ચુકી છે એ આપણું અતિથ છે, અને જે હજી ઉપર જ છે એ આપણું ભવિષ્ય છે. અને વર્તમાન… વર્તમાન એ વચ્ચેનું સંકુચિત સ્થળ છે. જેમાંથી ધીરે ધીરે રેતી નીચે પડે છે. અર્થાત આપણી પાસે જીવવા માટે એક આ જ ક્ષણ છે. અત્યરનો ક્ષણ… જે આપણા હાથમાં હોય છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારા ઉપર નિર્ભય કરે છે. જે વીતી ગયું છે એનું દુઃખ કરવું છે, કે જે આવવાનું છે એ ભવિષ્યની પ્રતીક્ષા કરવી છે. આ બધું જ કરવા માટે આ જ એક ક્ષણ છે. અને જો પ્રસન્ન રહેવું હોય તો પણ આ એક જ ક્ષણ છે….. પ્રતીક્ષા કરતા રહેશો તો આ પળ પણ ભુતકાળ માં પરિવર્તન થઇ જશે. એટલે આનંદ માટે, પરોપકાર માટે પ્રતીક્ષા ના કરો. અને તમારી પાસે જે પળ છે એનો સદુપયોગ કરો. કેમ કે આ ઘડિયાળ ને પછી ઊંધી કરીને તમે સમય ગણી શકો છો. પણ પોતાના જીવનમાં વીતેલા સમયને પાછો નથી લાવી શકતા.

મનુષ્ય પણ એક વિચિત્ર પ્રાણી છે પોતાનાથી નીચી જાતિ ના લોકો ને અહંકાર ભરેલી દ્રષ્ટિ થી જોવે છે, એમનો ઉપહાસ ઉડાવે છે. એમને વારે વારે કહે છે કે તમારું કંઈ નથી થઇ શકતું, તમે ભવિષ્ય માં કંઈ નથી કરી શકવાનાં. જયારે મનુષ્ય પાસે માન, સંપત્તિ, ધન બધું જ હોય છે તો એ બીજાનો આદર નથી કરતો. અને એ ભુલી જાય છે કે હજી એનાથી પણ કોઈ શક્તીશાળી શક્તિ અસ્તિત્વ માં છે. અને એ છે સમય, કાળ…. કાળ પોતાનું ચક્ર ક્યારે બદલશે એ કોઈ નથી જાણતું, સમય ક્યારે કરવટ લેશે એ પણ કોઈ નથી જાણતું. કોયલો પણ સમયની સાથે હીરામાં પરિવર્તન થઇ જાય છે. એટલે જીવનમાં ક્યારેય કોઈનો ઉપહાસ ના કરવો જોઈએ.

ગર્વ, અભિમાન અને અહંકાર આ ત્રણેય સાંભળવામાં એક જ જેવા લાગે છે. પણ ત્રણેયના અર્થ ભિન્ન છે, પરિણામ પણ ભિન્ન છે. પરિશ્રમ એ ગર્વને ઉત્પન્ન કરે છે. સફળતા અભિમાન ને જન્મ આપે છે. અહીંયા સુધી તો ઠીક છે. પણ જ્યારે આ ભાવના અહંકાર માં બદલાય જાય છે તો સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે. અને સૌથી ખરાબ અંત એ અહંકારીનો જ અંત હોય છે.

પણ મનુષ્ય માટે આ જ તો પહેલી છે કે એ કેવી રીતે જાણી શકાય કે અહંકાર જાગી ગયો છે?? અને એનું દમન પણ આવશ્યક છે. એનો ઉત્તર હું નહિ તમારુ જ મન આપશે… જ્યાં સુધી તમે પ્રસન્ન છો, તમે બધાં થી ઉપર જવાનો પ્રયત્ન કરો છો ત્યાં સુધી બરોબર છે. પરંતુ જયારે બીજાને નીચા માનવાનો ભાવ જાગી જાય તો સાવધાન થઇ જાવ કારણકે આ જ અહંકાર છે.

જીવનમાં કયારેક આપણને એવો આભાસ થાય છે કે આ કાર્ય મને બાંધી રાખે છે. અને વધારે સમય પણ લઈ લેય છે. એનાથી મારા આરામ ના સમય માં પણ ધટાડો થાય છે. તો એ મૂકી કેમ નથી દેતા??… ના એવું પણ નય કરી શકો તમે. એવું કેમ??? કે જો તમે એ કાર્યને છોડી શકતા હોત તો તમે એ કાર્યની શિકાયત જ ના કરત. હેને સાચું કીધું ને??

વાસ્તવ માં તમને એ કાર્ય નહિ, પરંતુ એ કાર્ય સાથે જોડાયેલી આશા જકડી રાખે છે, એ કાર્ય સાથે જોડાયેલા પરિણામો બાંધી રાખે છે. અને એ આશા, એ પરિણામો તમને એ કાર્યથી મુક્ત નથી થવા દેતી અને તમારે એ કાર્ય કરવું જ પડે છે.

આ વાત પણ કેવી વિચિત્ર છે?? હેને… કે કાર્ય સાથે જોડાયેલી આશા, પરિણામો ગમે છે પરંતુ એ કાર્ય નથી ગમતું. પણ જો વિચાર કરીએ તો એ કાર્ય ગમે કે ના ગમે પણ એ કરવાનું જ હોય તો, એ વધારે યોગ્ય છે કે એ કાર્યને પુરા મન થી કરીએ. કારણ કે જયારે ખબર જ છે કરવાનું જ છે તો કેમ મન ને સુખી રાખીને ના કરીએ?? એ કાર્ય ને રૂચિમય બનાવવું અધિક યોગ્ય છે….. એનાથી તમારા મન ને શાંતિ તો પ્રાપ્ત થશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: ક્રિના કે. હિરપરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here