જાણવા જેવું નિબંધ

જીવનચક્ર (જીવન – બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)

જીવનચક્ર (જીવન - બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)
જીવનચક્ર (જીવન - બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)

જીવન – બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!

મા ના ગર્ભમાં બાળક હોય ત્યારે જ તેમાં જીવ આવી ગયો હોય છે. અને નવ મહિના પછી આ રંગીન દુનિયામાં બાળક આગમન કરે છે. એક મા જે બાળકને જન્મ આપે છે. ત્યારે તેને જોઈને બધું દુઃખ ભીલ જાય છે અને મા ને પણ નવી જિંદગી મળે છે.

જીવનચક્ર (જીવન - બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)
જીવનચક્ર (જીવન – બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)

સમય પસાર થાય છે. સમય પસાર થવાની સાથે સાથે તેનો વિકાસ થાય છે. પેહલી વખત ચાલતા શીખે ત્યારે પડી જાય છે પણ આ વારંવાર પડી જવાની ઘટના જ એને ચાલતા શીખવાડે છે.

સમય સરકતો રહે છે. કારણ કે સમય ને તો હાથમાં રેવું જ ક્યાં હોય છે! બાળક હવે મોટું થાય છે. અને મોટું થવાની સાથે સાથે જીવનના સારા અને ખરાબ અનુભવો ખૂબ સારી રીતે કરેલા હોય છે.

બસ હવે માણસને ખબર છે. મારામાં જીવ છે. મને જિંદગી મળી પણ ક્યાં સુધી જીવવાનું છે એ કોને ખબર!

માણસ વિચારે છે કે જિંદગી માં સારા દિવસો આવશે તો પણ પસાર કરવાના છે અને ખરાબ દિવસો પણ પસાર કરવાના જ રહયા.

બસ માણસમાં આ સમજણ આવે છે અને પછી જીવન ચાલ્યા રાખે છે.

અરે! પણ આ જીવન સીધી રીતે ચાલે એવું બને ખરા! કોઈની કોઈ અડચણ આવવી જ રહી.

બસ ફરક એટલો હોય છે કે અડચણ સમયે માણસ એ અડચણ થી હારી જાય છે કે એનો હિમંતથી સામનો કરે છે!

એક વાર મુશ્કેલી આવે પણ મનથી હારી જવું એ તો તેનો કોઈ ઉપાય નથી. ગમે તેમ તો એ સમય તો પસાર કરવાનો જ છે. તે પછી માણસ પર છે કે તે મુશ્કેલીથી હાર માની જાય છે કે હિમંતથી સામનો કરે છે.

જીવન માં મુશ્કેલી તો અનેક આવવાની જ છે અને જીવનનો જેટલો સમય પૃથ્વી પર પસાર કરવાનો છે એ તો કરવો જ પડશે. એમાં તો કઈ ચાલશે જ નહિ!

મુશ્કેલી આવવાથી હારી જઈને બેસવા કરતા એ મુશ્કેલીનો ઉપાય શોધીએ અને હિંમતથી સામનો કરીએ. જો પ્રયત્ન કર્યો હશે તો કદાચ સફળતા મળી જશે અને નહિ પણ મળે તો તેમાંથી શીખવા મળશે અને મનમાં એનો આનંદ હશે કે મેં પ્રયત્ન તો કર્યો!

આ જિંદગી છે ને પેલા હોસ્પિટલ ના મશીન જેવી છે. જેમ હૃદય ધબકતું રહે તો લાઈન ઉપર નીચે થયા કરે. પણ જયારે સીધી લાઈન આવી જાય ત્યારે……… । બસ આ જિંદગી નો અંત. માણસની દુનિયામાંથી વિદાય.

જીવનચક્ર (જીવન - બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)
જીવનચક્ર (જીવન – બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)

તો જીવન પણ એવું જ છે. ઉતાર ચઢાવ આવ્યા જ કરશે જ્યાં સુધી ઉતાર ચઢાવ આવશે ત્યાં સુધી આ જીવન છે પણ જીવન જીવવામાં ખાલી સુખ જ હોય બધું સારું જ થયા રાખે…… કોઈ ઉતાર ચઢાવ નહિ બસ સીધી લાઈન ……… પછી………..!

બસ પછી આ જિંદગીનો પણ અંત.

મુશ્કેલી આવશે તો શીખવાડી જશે કંઈક અને જયારે તેનો ઉપાય મળી જશે ત્યારે એનો આનંદ પણ ખુબ જ હશે.

થોડી વાર માટે વિચારો કે જીવનમાં જો બધું સરખું જ ચાલ્યા કરે તો જીવન જીવવાની મજા જ શું છે?

અરે! આપણે તો દરરોજ એકની એક વસ્તુ ભોજનમાં પણ નથી લઇ શકતા તો વિચારો આ દરરોજ એક જ જેવા દિવસો વિતાવવાની મજા આવશે ખરા!

બસ ત્યારે ! જો દરરોજ એક વાનગી ના ભાવતી હોય તો આ તો આખી જિંદગી નો સવાલ છે. કેવી રીતે વિતાવશો?

બસ ત્યારે આ જિંદગી ને એક એડવેન્ચર સમજીને જીવી લઈએ.

બસ ત્યારે આ જિંદગી ને એક એડવેન્ચર સમજીને જીવી લઈએ.
બસ ત્યારે આ જિંદગી ને એક એડવેન્ચર સમજીને જીવી લઈએ.

જિંદગી જેમ આવે તેમ જીવી લેવાની। મુશ્કેલીઓને પણ ખુશીઓ થી વધાવવાની। કદાચ આપણી ખુશી જોઈ મુશ્કેલી પણ ગભરાઈ જાય.

માણસ તરીકેનું જીવન એક વાર મળ્યું જ છે. તો ચાલો ને ખુશી થી જીવીએ આ રંગીન દુનિયાનો આનંદ લઈએ. સરસ એવા વાતાવરણ નો આનંદ અનુભવીએ। જીવનમાં બધો અનુભવ એક વાર તો કરી જ લઈએ. કોને ખબર ક્યારે જીવન સમાપ્ત થાય!

  • તમારો કિંમતી સમય આપીને આ નિબંધ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.COM