- જીવનમાં ઈચ્છાઓ રાખવી સારી છે પણ એને હાવી થવા દેવી એ બરબાદી છે, હદથી વધારે ઈચ્છા એ વિનાશને નિમંત્રણ આપે છે.
જીવનમાં વસ્તુ કરતા કાર્યને વધારે મહત્વ આપો તો જીવન સફળ બનશે.
જે લોકો પોતાના જીવનમાં વસ્તુ ને વધારે મહત્વ આપે છે. એના જીવનમાં એ વસ્તુ મળ્યા પછી પણ કોઈ બીજી વસ્તુ ની માંગ વધે છે અને આવી રીતે એના જીવન માં લાલસા વધતી જાય છે. જે એક દિવસ એને કદાચ ખોટા માર્ગ પર પણ લઈ જઈ શકે છે.
પણ જે વ્યક્તિ પોતાના કાર્ય ને વધારે મહત્વ આપે છે એના જીવન માં કોઈ ખોટી લાલસા હોતી નથી જે એના જીવન ને સફળ બનાવે છે. અને એક દિવસ એવો આવે છે કે એને વગર માંગે એના કાર્યના ફળ સ્વરૂપ બધું મળે છે.
પણ મજાની વાત એ છે જે વ્યક્તિ કોઈ વસ્તુ ને પોતાનું સુખ માને છે અને એને પામવા માટે કોઈ પણ હદ સુધી જાય છે, એ વસ્તુ એને મળ્યા પછી પણ એને ખોવાનો ડર રહે છે. એને સંતોષ પ્રાપ્ત નથી થતો.
જયારે જે વ્યક્તિ પોતાના કાર્ય ને મહત્વ આપે છે એને જીવનમાં કંઈ ખોવાનો ડર નથી રહેતો કારણકે એ વ્યક્તિ નું સુખ કોઈ વસ્તુ માં નય પણ એના જ કાર્ય માં છે.
- તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
- તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.