“સુખ આપ્યું સારી પ્રગતિ જોવા,
દુઃખ આપ્યું સાચો સમય જાણવા,
હાથ આપ્યા સુંદર સુવિચાર લખવા,
મન આપ્યું દુર્ગુણોનો નાશ કરવા,
હૃદય આપ્યું ભાવ પ્રેમ લાવવા,
આ કાપે સાચી વસ્તુ નિહાળવા,
મુખ આપ્યું સુંદર વાણી બોલવા,
કાન આપ્યા છે સત્ય સાંભળવા,
ગુણ આપ્યા છે મને ખીલવવા.”

બધી જ વસ્તુઓ આપી છે આ ભગવાને સુખ પણ જોવડાવ્યુ છે આ ભગવાને!! જે સુખને સાચા રસ્તે થી ઓળખી ન શક્યા, સુખનો જેમણે કર્યો છે ઉપયોગ દુષ્કર્મો માં ,જે સુખને પચાવી નથી શક્યા, ભગવાને આપ્યું છે એમને દુઃખ જિંદગીના પાઠ ભણાવવા.

હા સુખ અને દુઃખ એ માણસના કર્મોનું ફળ છે. આપણને થાશે કે આટલા બધા સારા કર્મો કરવા છતાં શા માટે મને એનું ફળ નથી મળતું, પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે. તેવી જ રીતે આ જન્મમાં કર્મના ફળ આપણને અત્યારે નથી મળતા.

જેમ પૈસા વાળા માણસને જોઈને મનમાં વિચાર આવે કે આ માણસને તો મેં ક્યારેય સારા કામ કરતા નથી જોયો છતાં પણ ભગવાન કઈ રીતે સુખી રાખી શકતા હશે.પરંતુ સાચી વાત એ છે કે તે જે સુખ અત્યારે ભોગવે છે એ તેના આગળના જન્મના કર્મનું ફળ છે.

કર્મ! કર્મ એવું કરો કે સામે ઊભેલા માણસમાં એક એવી છાપ પડે કે કોઈ સારા કામ માટે ભગવાને આ વ્યક્તિને મોકલ્યો છે. કર્મ ના લીધે જ આપણે આજે આ સુખ અને દુઃખ ભોગવી રહ્યા છીએ.

“સાચું કર્મ સુખની પ્રાપ્તિ કરાવે છે,
દુષ્ટ કર્મ દુઃખની અનુભૂતિ કરાવે છે.”

હવે થશે કે હું મંદિરમાં પણ જાવ છું કે મસ્જિદમાં પણ જાવ છું છતાં સુખ નથી પ્રાપ્ત થતું.પણ સાહેબ મંદિર મસ્જિદમાં બેઠા રહીને રાધે કૃષ્ણ !! રાધે કૃષ્ણ !! કરતા રહેવાથી કોઈ ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતું અને બીજી વાત મંદિરમાં ભગવાનના નામ લઈને મંદિરની બહાર નીકળતા જ જો દુષ્કર્મ કરો છો તો એ ભગવાનનું નામ ના લીધા બરાબર છે.

“ જ્યારે કરો છો દુષ્ટ વ્યવહાર ભગવાન સાથે,
ત્યારે ભરાય છે પાપનો ઘડો ભગવાન પાસે”

મૂર્તિ પૂજા અવશ્ય છે પરંતુ એને પોતાના જીવનની પ્રકૃતિ ન બનાવી દો.એક મંદિરની બહાર બેઠેલા ગરીબને જો અન્ના ચાર દાણા ખવડાવશો ને તો પણ સાહેબ એવા સુખની અનુભૂતિ થશે જે મંદિરમાં ભગવાન ના નામ લેવાથી પણ નહીં મળે.

જો સુખ પ્રાપ્ત કરવું હોય તો તમારી સામે બેઠેલી વ્યક્તિ માં ભગવાનની અનુભૂતિ કરો તો અવશ્ય તમને સુખ મળશે.

મહાભારતમાં દુર્યોધન ,શકુની તથા દુશાસન જે હતા અધર્મના માર્ગે. એમના પાત્રને જોઈને જ આપણા મનમાં જુનુન ચડે છે કે આ આવા દુષ્ટ પાત્ર મનને નિર્બળ બનાવી નાખે એવા પાત્ર છે. પરંતુ સાચી વાત તો એ જ છે કે આ કળિયુગમાં મનુષ્યનો પણ તેમની અંદર જ સમાવેશ થાય છે આ અધર્મના માર્ગમા.

મનુષ્ય ઘણા અધર્મ કરે છે એ આ કૌરવ જેવા જ અધર્મ છે છતાં શા માટે પોતાની જાત ઉપર જૂનુંન નથી ચડતો? કેમકે આપણે જે પણ કર્મ કરીએ છીએ એની અનુભૂતિ આપણને એવી જ થાય છે કે જાણે બધા જ કામ આપણે સાચા કરીએ છીએ.

આંખ! ભગવાને આંખ આપી શા માટે? ક્યારેય વિચાર કર્યો છે? આંખ આપી છે એવી વસ્તુ ને નિહાળવા જે તદ્દન મનને મોહિત કરી લે, સાચી વસ્તુ કે જે જીવનમાં ઉતારી લઉં આંખ વડે ,એવી વસ્તુ ને પ્રાપ્ત કરી લઉ કે જેનાથી મારું જીવન બદલી નાખું. ભગવાન ના વિશ્વરૂપ દર્શન ની અનુભૂતિ કરી હતી અર્જુનને માત્ર ને માત્ર આંખ વડે!

અત્યારે પરિવાર આખો બેઠો હશે આપણા વડીલ ઘણા સારા સંસ્કારો આપણને આપતા હશે પરંતુ આપણે એક બાળક કાંતો એક તરુણ હોવાને લીધે તરત જ વડીલને એવો ભાવ આપીએ છીએ કે વડીલ ! હજી આ ઉંમર અમારી નથી ભગવાન ભજવાની. અમે 50 ,60 વર્ષ ના થશુ ત્યારે ભગવાનને ભજશું.

પરંતુ શું તમારું આયુષ્ય નક્કી છે? કે તમે 50- 60 વર્ષ સુધી મૃત્યુ નહીં પામો ! આવું વિચારે છે જે કે સમય આવશે ત્યારે ભજશું ભગવાન એ નથી પામી શકતા ભગવાનને .

ભગવાને જન્મ આપ્યો છે સાચા કર્મ કરવા માટે ,ભગવાનને ભજવા માટે ગમે તેટલો વ્યસ્ત માણસ હોય પરંતુ દિવસના ચોવીસ કલાકમાંથી એટલો તો સમય કાઢી લો કે જેણે આપણને દેહ આપ્યો એને આપણે થોડો સમય પણ આપી શકીએ.

“જો ભગવાનને આપશો સમય તમે,
તો ભગવાન પણ આપશે કંઈક તમને.”

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: Ayushi Barvaliya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here