વેકેશન – વાહ ! આ શબ્દ સાંભળીને તો બધાને ઘણો આનંદ આવી જાય છે. ખાસ કરી ને નાનકડા બાળકો જે આખું વર્ષ અભ્યાસ કરીને કંટાળી ગયા હોય અને રાહ જ જોતા હોય કે વેકેશન કયારે પડે.

તો લો ત્યારે મળી ગયું વેકેશન આપણને સહુ ને.

શું ! આટલું જલ્દી વેકેશન પણ ઉનાળાના વેકેશન ની તો વાર છે હજુ.

અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.

વેકેશન... અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.
વેકેશન… અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.

આ કેવું વેકેશન ? અત્યાર સુધી તો કયારેય આવું નામ નથી સાંભળીયુ અને કદાચ એ પણ ખબર નહતી કે આવું કોઈ વેકેશન પણ આપણે ભોગવીશું.

વેકેશન જરૂર છે. પણ થોડું વિચિત્ર છે. સામાન્ય રીતે વેકેશનમાં પર્યટન સ્થળોએ ફરવા જવાનો આનંદ માણીએ છીએ. ઘણા બધા મિત્રો સાથે મળીને ગેમ્સ રમીયે છીએ અને ખૂબ જલસા કરીએ છીએ. વેકેશન એટલે આનંદ જ આનંદ. પરંતુ આ વેકેશન આનાથી સાવ વિરુદ્ધ છે. આ કોરોનનું વેકેશન છે. જેમાં ઘરની બહાર સાવ નથી નીકળવાનું અને સમૂહમાં લોકોએ એકઠા તો બીકલુલ નથી થવાનું. કોઈ ચીજવસ્તુ ખરીદવી હોઈ તો બહાર નીકળી શકાય પરંતુ કારણ વગર ઘરની બહાર નીકળવાનો વિચાર તો સાવ માંડી જ વાળવો.

વેકેશન... અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.
વેકેશન… અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.

હા આ જ કોરોના વેકેશન છે. વિચિત્ર છે પણ આપણા માટે જ છે. આ વેકેશન પોતાના જીવ બચાવવા માટે અરે પોતાનો જ નહિ પણ પોતાનાઓનો જીવ બચાવવા માટે. દેશને બચાવવા માટે અને આ પૃથ્વી પરના માનવ જીવ ને બચાવવા માટે.

હા થોડા ગભરાઈ ગયા હતા. આવા ભયાનક વેકેશન વિશે સાંભળીને પણ આ વેકેશનને પસાર કરવું એ જ સૌથી આવશ્યક છે. વેકેશન તો એના કારણે મળ્યું છે જેને આપણે નરી આંખે જોઈ પણ શકતા નથી. આટલો નાનો સૂક્ષ્મ જીવ એટલે બીજું કોઈ નહિ પણ “વાયરસ“. વાયરસ તો ઘણા પ્રકારના છે પણ આ તો કોરોના વાયરસ છે.

વેકેશન... અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.
વેકેશન… અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.

છે તો સાવ સૂક્ષ્મ જે દેખાતો પણ નથી પરંતુ તેને પૃથ્વીના લોકોમાં ભયાનક માહોલ બનાવી દીધો છે. અને આ ડર એટલા માટે છે કારણ કે સરળતાથી કોરોના એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ માં પોહોચી શકે છે અને વૃદ્ધિ પામતો રહે છે. જેનાથી ધીમે ધીમે લોકો બીમાર થઇ રહ્યા છે અને ઘણાએ તો તેમનો જીવ પણ ગુમાવ્યો છે.

વધુ વાંચો : જીવનચક્ર (જીવન – બોલીએ તો કેવું સારું લાગે. કેટલો સરળ શબ્દ છે નહિ!)

પણ હવે બસ થયું. આ વાયરસ ને હરાવવો જ પડશે ઘણી મનમાની કરી પરંતુ દેશના પ્રધાનમંત્રી એ કોરોના ને ભગાડવા સંપૂર્ણ તૈયારી કરી છે અને એના જ ભાગરૂપે આખા દેશને લોક્ડાવોન કર્યો છે. જો માનવ એકબીજાના સંપર્ક માં જ નહિ આવે તો કોરોના એક વ્યક્તિ માંથી બીજા વ્યક્તિ માં જય જ ના શકે અને તેની વૃદ્ધિ પણ અટકી જશે. આ 21 દિવસ આખા દેશમાં વેકેશ.

View this post on Instagram

#corona #indiafightscorona

A post shared by Gujju Family – Official (@gujjusfamily) on

અને આ એક એવું વેકેશન છે. જેમાં દેશની અર્થવ્યવસ્થા ને ઘણું નુકશાન છે. પણ અત્યારે તેનાથી વધારે લોકોનો જીવ કિંમતી છે. જીવતા હોઇશુ તો બધું સરખું થઇ જશે.

21 દિવસ નું વેકેશન ઘણો લાંબો સમય છે અને એમાં પણ જયારે ઘરની બહાર ન નીકળવાનું હોય , મિત્રો સાથે ન જવાનું હોય ત્યારે આ સમય વધારે લાંબો લાગે. પણ વાંધો નહિ પોતાના જીવ ને અને આ દેશને બચાવવો છે તો આ સમય પણ પસાર કરી લઈશુ.

વેકેશન... અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.
વેકેશન… અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.
વેકેશન... અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.
વેકેશન… અરે! અરે! આ વેકેશન ઉનાળાનું નથી. પણ કોરોના નું વેકેશન છે.

આ ઘરમાં બેસવાના વેકેશનમાં પણ આપણને ફાયદો છે. અત્યાર સુધી સમયના અભાવના કારણે પોતાનામાં શું આવડત છે એ ખબર જ નહોતી પણ હવે ઘરમાં જ છીએ તો કંઈક નવા અનુભવ કરીશું કદાચ ભવિષ્યમાં કામ આવી જાય.

બસ આ જ રીતે આ મુશ્કેલીનો સમય સૌ સાથે મળીને પણ પોતાના ઘરમાં રહીને પસાર કરી લઈશુ. અને આપણા માટે નઈ તો બીજાનું વિચારીને પણ આપણે આ મુશ્કેલી નો સમય પસાર કરવો જ પડશે. અને કઈ જરૂરિયાત નું કામ ના હોઈ તો ખાસ ઘરની બહાર પણ ના જઈએ.

કોરોના ને પણ માનવની મક્કમતા ની તાકાત બતાવી દઈશું.

ગો કોરોના ગો.

  • તમારો કિંમતી સમય આપીને આ નિબંધ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.COM

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here