વિશ્વના બે અણુબોમ્બ સજ્જ દેશો વચ્ચે 14હજાર ફૂટ ઊંચી ગાલવાન ઘાટીમાં પથ્થર અને લાઠી સાથે અથડામણ, ભારત ના કર્નલ સહિત 3 જવાન શાહિદ.

ભારત-ચીન સીમા વિવાદ હવે મોટા તણાવમાં બદલાઈ રહ્યો છે. સોમવારે રાતે લદ્દાખની ગાલવાન વેલીમા બંન્ને દેશના સૈનિક વચ્ચે હિંસક અથડામણ થઈ છે. જેમાં ભારત ના એક કર્નલ અને 2જવાન શાહિદ થયા છે. બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ ડી-એક્સકેલેશનની પ્રોસેસ દરમિયાન થઈ હતી. ડી-એક્સકેલેશન હેઠળ બંને દેશની સેના તણાવ ઓછો કરવાના પ્રયાસ કરી રહી છે.

ભારત ચીન સરહદ પર 45વર્ષ બાદ(1975 પછી) આવી પરિસ્થિતી પેદા થઈ છે જ્યારે ભારતના જવાનો શાહિદ થયા હોય. આ વખતે કોઈ ફાયરિંગ કરવાના આવ્યું નથી. ખાલી સૈનિકો વચ્ચે પથ્થર મારો થયો હતો. લાઠીથી ઍકબીજા પર હુમલો થયો હતો. ભારતના 3જવાનો સામે ચીનના પણ 5સૈનિક માર્યા ગયા હતા અને 11ઘાયલ થયા હતા.

45વર્ષ પહેલા ચીન બોર્ડર પર ભારતના જવાન શાહિદ થયા હતા. 20 ઓક્ટોબર 1975ના દિવસે અરુણાચલ પ્રદેશના તુલંગ લામાં અસમ રાઈફલ્સની પેટ્રોલીંગ પાર્ટી પર એમ્બુશ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 4જવાન શાહિદ થયા હતા.

1967માં પણ આવી જ અથડામણ થઈ હતી. 11સપ્ટેમ્બર 1967ના રોજ સિક્કિમના નથુ-લામાં ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારબાદ 15 સપ્ટેમ્બર 1967ના રોજ અથડામણ થઈ હતી. વિવાદ ઓક્ટોબર 1967માં અટક્યો હતો. ચીને દાવો કર્યો હતો કે નાથુ લામાં ઝડપ દરમિયાન તેના 32સૈનિકો શાહિદ થયા હતા.સાથે જ ભારત ના 65 જવાન શાહિદ થયા હતા.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here