આજે રાતના 8 વાગે અને 12 મિનિટે રાજ્ય ના અમુક શહેર કે જેમાં ભૂકંપનો 5.5 નો આંચકો આયો. જામનગર, પાટણ, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહિત ના ઘણા વિસ્તારોમાં ભૂકંપ નો આંચકો અનુભવાયો. કચ્છના ભચાઉ નજીક આવેલા વોંઢગામ પાસે એપી સેન્ટર 2001 પછી 2020માં એટલે કે 19વર્ષ પછી કચ્છમાં એપી સેન્ટર નોંધાયું છે.

કચ્છના ભચાઉ નજીક આવેલા વોંઢગામ પાસે 2001માં 26મી જાન્યુઆરી ના રોજ સવારે 8 વાગે અને 26 મિનિટે ભૂકંપ આયો હતો. ત્યારે આજે રાત ના 8 વાગે અને 12 મિનિટે આવ્યો છે.આજે જ્યારે આ આંચકો આવ્યો ત્યારે લોકોને 2001 ના આંચકની યાદ આવી ગઈ.

આ ભૂકંપની અસર રાજકોટ જીલ્લામાં વધારે જોવા મળી છે આ જીલ્લા માં જેતપૂર, વિરપુર(જલારામ), ધોરાજી, ઉપલેટા, જમકંડોરણામાં આંચકો અનુભવાયો છે. જેના લીધે લોકો માં બીકનો માહોલ ફરી વળ્યો છે. જીલ્લામાં 8 વાગે અને 14 મિનિટે ભૂકંપ ના 2 આંચકા આવ્યા હતા. જ્યારે મોરબીમાં 7 થી 8 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજવાનું જાણવા મળી આવ્યું છે. જ્યારે ઉપલેટામાં દીવાલ ધરાશાયી થઈ ગઈ છે.

મુખ્યમંત્રી વિજય રુપનીએ રાજકોટ, કચ્છ, અને પાટણના જીલ્લા કલેક્ટરો સાથે ટેલિફોન તાત્કાલિક વાતચીત કરીને પરિસ્થિતીની જાણકારી મેળવી લીધી હતી. મુખ્યમંત્રી એ બધાને સતર્ક રહેવાની તાકીદ કરી હતી.

આ સિવાય જામનગર, જૂનાગઢ, ભાવનગરમાં પણ આંચકો અનુભવાયો હતો બહુમાળી ફ્લેટ પણ ધ્રૂજયા હતા.જ્યારે સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ આંચકો આવ્યો છે.

જ્યારે અમદાવાદમાં ફ્લૅટમાં સૌથી ઉપરના માળે રહેતા લોકોને આનો વધુ અનુભવ થયો હતો તેથી લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. અત્યારે હાલ પણ અમદાવાદ અને બીજા જીલ્લાના લોકો માં ગભરાટ ફેલાયો હતો. અમદાવાદમાં ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ નોંધાઈ છે.

વહેલી સવારે ધોધમાર વરસાદ પડે,આખો દા’ડો કોરોના નો ડર,
અને રાત પડે આ ધરતી ડોલે..!!

આમાં, માણસો એ કઈ બાજુ જવાનું….????

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here