• 91 થી 99 ટકા લાવનાર બાળકો ની સંખ્યા 44,
  • 80 થી 90 ટકા લાવનાર બાળકો 2576,
  • 71 થી 80 ટકા લાવનાર ની સંખ્યા 9637.
  • ત્રણેય નું ટોટલ 12257
  • અને પરીક્ષા આપનાર બાળકો 1 લાખ 16 હજાર 494 છે.
  • એટલે કે સમગ્ર રાજ્યમાં 70 ટકા થી ઉપર લાવનાર બાળકો ની સંખ્યા 10.52 % છે.

તો શું પેપરો એટલા અઘરા હતા કે સમગ્ર ગુજરાત ના મળી ને ખાલી 10.52 % જ બાળકો 70 ટકા થી આગળ નીકળી શક્યા ????

કે અચાનક બાળકો નબળા થઈ ગયા ?

કારણ કે વર્ષ 2004 -05 થી 2012-13 અને બાદ માં 2012-13 થી 2016 સુધી વધુ અઘરી પરીક્ષા પદ્ધતિ માં આપણા બાળકો જોરદાર પરિણામ લાવતા હતા.

આવા જ પરિણામો જ્યાર થી JEE NEET આવી છે ત્યાર થી આવી રહ્યા છે. તો ભૂલ ક્યાં થાય છે ?

શું JEE NEET બંધ કરી દેવાય ?

1. ધોરણ 1 થી 7 ના બાળકો નું વાંચન લેખન સખત ઘટ્યું હોવાથી પરીક્ષા ના પેપરો ના લખાણ માં ઝડપ નો અભાવ. તથા સમજણ શક્તિ grasping power માં ઘટાડો.

2. ક્યાંક જે મૌલિકતા માં બુક લખતી હતી તેની જગ્યા એ NCERT નું ગુજરાતી કરતી વખતે વધુ પડતા અઘરા અઘરા ગુજરાતી શબ્દો નો ઉપયોગ.
અને કઠિન – અટપટી ભાષા.

Ncert ના પુસ્તકો કરતાં ગુજ.બોર્ડ ના પુસ્તકો વધુ સારી ગુણવત્તા વાળા હતાં.

3. માતા પિતા નો બાળક પાછળ આપવામાં આવતો ઘણો જ ઓછો સમય છે
Parent Involvement ની સખત કમી.

4. થિયરી ને આપતું ઘણું જ ઓછું મહત્વ અને બિનજરૂરી JEE NEET પાછળ નું ગાંડપણ કે ઘેલછા. અને છેલ્લે સાયન્સ કા વિદ્યાર્થી ના બોર્ડ કા ના NEET કા.

6. JEE NEET ની પરીક્ષા માં પૂછતાં અભ્યાસક્રમ બહાર ના વિચિત્ર પ્રશ્નો..

2016 આસપાસ સુપ્રીમ કોર્ટ ની ટિપ્પણી હતી કે બોર્ડ અને entrance exam બન્ને ના માર્ક્સ ભેગા કરો મેરીટ માં.

અને પાછું બોર્ડ નું પરિણામ MBBS, BDS,BAMS,BHMS કે પછી એન્જિનિયરિંગ ના એડમિશન સમયે ગણાતું પણ નથી.

ખાસ નોંધ આ તો 50 MCQ માં આ હાલત છે તો જો થીયરી ની પરીક્ષા લેવાય તો શું થાય ?

બોર્ડ ના માર્ક્સ અમુક ટકા ઉમેરી શકાય તો જ બોર્ડ ની પરીક્ષા નું મહત્વ જળવાય.

સૌથી મોટું કારણ બાળકો નું મોબાઇલ મા વળગણ. માતા પિતા આ બંધ નઇ કરે તો હજી વધુ ખરાબ પરિસ્થિતિ આવશે. સરકાર ને અભ્યાસ ની પધ્ધતિ નો વાંક પણ ખરો. બાલમંદિર થી બાળકો ને યોગ્ય ઘડતર કરવામાં નઇ આવે તો આવા જ પરિણામો આવશે.

મોબાઇલ એટલા ગાંડા કરી દેશે યુવા પેઢી ને કે એને લાગણી વિહીન બની જશે સહનશકિત જીરો થઈ જશે, બસ એની દુનિયા કાલ્પનિક બની જશે ને સત્ય થી એટલો વેગળો બની જશે કે અંતે આત્મહત્યા કરી જીવન નો અંત લાવશે ( આ પરિણામ અત્યારે ધીરે ધીરે સમાજ માં દ દેખાય છે )

મૃગ જળ ની જેમ ભાગ્યા કરશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here