ૐ શ્રી પરમાત્મને નમઃ|| શ્રીમદ્ ભગવદ્ ગીતા ….. અનુવાદ.

0
182

અધ્યાય ૧ – અર્જુન વિષાદ યોગ

શ્લોક : ૧ ધૃતરાષ્ટ્ર બોલ્યા : હે સંજય, તીર્થ ભૂમિ કુરુક્ષેત્ર યુદ્ધ કરવાની ઇચ્છા થી એકત્ર થયેલા મારા તથા પાંડુ ના પુત્રોએ શું કર્યું?

શ્લોક : ૨ સંજય બોલ્યા : હે રાજા, પાંડુ પુત્રો ની સેના ને વ્યૂહરચના માં ગોઠવાયેલી જોઇને , રાજા દુર્યોધન , પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યાં.

શ્લોક : ૩ હે આચાર્ય , પાંડુ પુત્રો ની આ વિશાળ સેના ને જુઓ કે જેને વ્યુરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્ર એ બહુ નિપુણતા થી કરી છે.

શ્લોક : ૪ અહીં આ સેના માં ભીમ તથા અર્જુન જેવા અનેક વીર ધનુર્ધર છે. જેમ કે મહારથી યુયુધાન , વિરાટ તથા દ્રુપદ.

શ્લોક : ૫ તદ ઉપરાંત ધૃષ્ટ કેતુ , ચેકિતાન , કાશી રાજ , પૂરુંજિત , કુંતી ભોજ તથા શૈબય જેવા મહાન શક્તિ શાળી યોદ્ધા ઓ પણ છે.

શ્લોક : ૬ પરાક્રમી યુધામન્યુ , અત્યંત શક્તિશાળી ઉત્તમોજા , સુભદ્રા નો પુત્ર અને દ્રૌપદી ના પુત્રો , એ બધા જ મહારથી ઓ છે.

શ્લોક : ૭ પરંતુ બ્રાહ્મણ શ્રેષ્ઠ , તમારી જાણ માટે હું મારી સેના ના એ નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેના ને દોરવણી આપવા માં વિશેષ યોગ્ય છે.

શ્લોક : ૮ મારી સેના માં સ્વયં આપ , ભીષ્મ , કર્ણ , કૃપાચાર્ય , અશ્વત્થામા , વિકર્ણ તથા સોમ દત્ત નો પુત્ર ભૂરિશ્રવા જેવા મહા પુરૂષો છે કે જેઓ યુદ્ધ માં હંમેશા વિજય રહ્યા છે.

શ્લોક : ૯ એવા અનેક વીરો પણ છે કે જેવો મારા માટે પોતાનું જીવન તજવા તત્પર છે. તેઓ વિવિધ પ્રકારના શસ્ત્રો થી સુસજ્જ છે અને યુદ્ધ વિદ્યા માં નિષ્ણાંત છે.

શ્લોક : ૧૦ આપણું સૈન્ય બળ અમાપ છે અને આપણે સૌ ભીષ્મ પિતામહ દ્વારા પૂર્ણ પણે રક્ષાએલા છીએ , જ્યારે પાંડવો નું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં તે સીમિત છે.

શ્લોક : ૧૧ માટે સૈન્ય વ્યુહ માં પોત પોતાના મોખરા ના સ્થાનો પર રહીને , આપ સૌ પિતામહ ભીષ્મ ની પૂરેપૂરી સહાયતા અવશ્ય કરશો.

શ્લોક : ૧૨. ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયો વૃદ્ધ વડિલ પિતામહ ભીષ્મ એ , સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફુંકી ને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો , જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો.

શ્લોક : ૧૩. ત્યાર પછી શંખ , નગારાં , તુરાઇ તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યા , જેનો સંયુક્ત વાદ્ય ઘોષ બહુ ઘોંઘાટ ભર્યો હતો.

શ્લોક : ૧૪ બીજી બાજુ એક અર્થાત સામા પક્ષે શ્વેત અશ્વ જોડેલા વિશાળ રથ માં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતાના દિવ્ય શંખ ફૂંક્યા.

શ્લોક : ૧૫ ભગવાન કૃષ્ણને પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો , અર્જુન ને દેવ દત્ત શંખ તથા અતિ માનુષી કર્મ કરનારા ખાઉધરા ધીમે તેનો પૌણડૃ નામનો શંખ ફૂંક્યો.

શ્લોક : ૧૬ હે રાજા , કુંતી પુત્ર યુધિષ્ઠિરે પોતાના અનંત વિજય નામ નો શંખ ફૂંક્યો અને નકુલ તથા સહદેવે સુઘોષ તથા મણિ પુષ્પ નામના શંખ ફૂંક્યા.

શ્લોક : ૧૭ , ૧૮. મહાન ધનુર્ધર કાશી રાજ , મહાન યોદ્ધા શિખંડી , ધૃષ્ટદ્યુમ્ન , વિરાટ , અપરાજિત સાત્યકિ , દ્રુપદ , દ્રૌપદી ના પુત્રો તથા અન્ય જેમ કે મહાબાહુ સુભદ્રા પુત્ર વગેરે સૌએ પોત પોતાના શંખ ફૂંક્યા.

શ્લોક : ૧૯ આકાશ તેમ જ પૃથ્વી ઉપર પ્રતિ ધ્વનિત થતા આ વિભિન્ન ગગન ભેદી શંખો ના નાદે ધૃતરાષ્ટ્ર ના પુત્રોના હદયો ને વિદીણૅ કર્યા.

શ્લોક : ૨૦ તે વખતે હનુમાનજી ના ચીહન થી અંકિત ધ્વજ વાળા રથ માં આરૂઢ થયેલા પાંડુ પુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને તે બાણ છોડવા તૈયાર થયો. હે રાજન , ધૃતરાષ્ટ્ર ના પુત્રોને વ્યુહ માં ગોઠવાયેલા જોઈને અર્જુન ને પછી ભગવાન શ્રી કૃષ્ણ ને આ વચન કહ્યાં.

શ્લોક : ૨૧ , ૨૨ અર્જુને કહ્યું : હે અચ્યુત , કૃપા કરી મારા રથને બન્ને સૈન્યો ની વચ્ચે ઉભા રાખો કે જેથી અહીં ઉપસ્થિત યુદ્ધ કરવાની ઇચ્છા વાળા હોને અને આ મહાન શસ્ત્ર સંઘર્ષ માં જેમની સાથે મારે લડવાનું છે તેમને હું જોઈ શકું..

શ્લોક : ૨૩ ધૃતરાષ્ટ્ર ના દુર્બુદ્ધિ વાળા પુત્રને પ્રસન્ન કરવાની ઇચ્છા થી , જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે , તેમનું મને નિરીક્ષણ કરવા દો.

શ્લોક : ૨૪ સંજય બોલ્યા : હે ભરતવંશી , અર્જુન દ્વારા આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણે , બંને પક્ષો ના સૈન્યો ના મધ્ય ભાગ માં જ તે ઉત્તમ રથને ઊભો રાખ્યો.

શ્લોક : ૨૫. ભીષ્મ , દ્રોણ તથા વિશ્વભર ના અન્ય બધા જ રાજા‌ ઓની ઉપસ્થિતિ માં ભગવાને કહ્યું , હે પાર્થ , અહીં એકત્રિત થયેલા આ બધા કોરું ઓને જો.

શ્લોક : ૨૬ બંને પક્ષો ની સેના ઓની મધ્યમાં ઉભેલા અર્જુને પોતાના કાકા , દાદા , આચાર્યો , મામા , ઓ , ભાઈઓ , પુત્રો , પૌત્રો , મિત્રો તથા સસરા ઓ તેમજ શુભેચ્છકો ને જોયા.

શ્લોક : ૨૭. જ્યારે કુંતી પુત્ર અર્જુન ને મિત્રો તથા સબંધી જનો ની વિભિન્ન શ્રેણીઓ ને જોઈ ત્યારે તે કરુણા થી અભિભૂત થઇને આ પ્રમાણે કહેવા લાગ્યા.

શ્લોક : ૨૮. અર્જુને કહ્યું : હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઇચ્છા વાળા મારા મિત્રો તથા સ્વજનો ને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રૂજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે.

શ્લોક : ૨૯. મારા સમગ્ર શરીર ઉપર કંપ થઈ રહ્યો છે , મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે , મારુ ગાંડીવ ધનુષ્ય મારા હાથ માંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે.

શ્લોક : ૩૦. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાત ને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ , કેવી દૈત્ય ના સંહારક કેશવ મને તો માત્ર દુર્ભાગ્ય ના જ દર્શન થાય છે.

શ્લોક : ૩૧ આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનો ને હળવાથી , કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઇ શકતો નથી અને હે પ્રિય કૃષ્ણ , હું તેનાથી કોઈ વિજય , રાજ્ય કે સુખની પણ ઇચ્છા રાખતો નથી.

શ્લોક : ૩૨ , ૩૩ , ૩૪ , ૩૫ હે ગોવિંદ , અમને રાજ્ય , સુખ અથવા જીવન થી પણ શોક લાભ થવાનો છે ? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસુદન , જ્યારે ગુરુજનો , મિત્રો , પુત્રો , પિતા મહો , મામા , સસરા , પૌત્રો સાળા તથા અન્ય બધા સગા સંબંધી ઓ તેમના પ્રાણ તથા તજવા તત્પર છે અને મારી સામે ઉભા છે ત્યારે , ભલે તેઓ મને હણી નાખે તો એ હું આ સૌનો સંહાર કરવા ની શા માટે ઇચ્છા કરું ? હે જીવમાત્ર ના પાલનહાર , બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોક નું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્ર ના પુત્રોને હણી ને , અમને કંઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે?

શ્લોક : ૩૬. જો અમે આવા આતતાયી ઓને હણી શું તો અમે પાપ માં જ પડીશું , માટે જ અમે ધૃતરાષ્ટ્ર ના પુત્રો તથા તેમના મિત્રો નો વધ કરીશું , તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મી પતિ કૃષ્ણ , આનાથી અમને શું લાભ થવાનો છે અને હમણાં જ કુટુંબીજનો ને કેવી રીતે સુખી થઈ શકીશું ?

શ્લોક : ૩૭ , ૩૮. હે જનાર્દન , લોભને વશ થયેલા મનવાળા આ લોકો જોકે પોતાના પરિવાર ને હણવા માં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવા શા માટે પ્રવૃત્ત થવું જોઈએ ?

શ્લોક : ૩૯ કુળ નો નાશ થઈ સનાતન કુળ પરંપરા નષ્ટ થઇ જાય છે અને એ રીતે બાકીનો કુટુંબ અધર્મ માં સપડાઈ જાય છે.

શ્લોક : ૪૦ હે કૃષ્ણ , જ્યારે કુળ માં અધર્મ નું પ્રાધાન્ય થાય છે , ત્યારે કુળ ની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વ ના પતનથી હે વૃષ્ણિ વંશી અવાંછિત સંતતિ ઉત્પન્ન થાય છે.

શ્લોક : ૪૧. અવાંછિત પ્રજા ની વૃદ્ધિ થવાથી , પરિવાર માટે તથા પારિવારિક પરંપરા ઓને નષ્ટ કરનારા એમ બંને માટે ની:સંદેહ નારકીય જીવન ઉત્પન્ન થાય છે. આવાં પતિત કુટુંબો ના પૂર્વ જુઓ અધપતન પામે છે , કારણકે તેમને જળ તથા પીંડ દાન આપવાની ક્રિયા નો સર્વથા લોપ થઈ જાય છે.

શ્લોક : ૪૨. જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરા નો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિ ને જન્મ આપે છે , તેમના દુષ્કર્મો થી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો તથા પારિવારિક કલ્યાણ કાર્યો વિનષ્ટ થઈ જાય છે.

શ્લોક : ૪૩. હે પ્રજા ના પાલનહાર કૃષ્ણ , મેં ગુરુ – શિષ્ય પરંપરા દ્વારા સાંભળ્યું છે કે જે લોકો ધર્મ નો નાશ કરે છે તેઓ સદા નરક માં વાસ કરે છે.

શ્લોક : ૪૪ અરે , આ તો તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ રાજ્ય સુખ ભોગવવા લોભ ને વશ થઈને , અમે સ્વજનો ને જ ગણવા તૈયાર થયા છીએ.

શ્લોક : ૪૫. જો શાસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્ર ના પુત્રો નિ : શસ્ત્ર થયેલા તથા રણભૂમિ માં પ્રતિકાર ન કરનારા એવા મને હણે , તો તે મારા માટે શ્રેયસ્કર થશે.

શ્લોક : ૪૬. સંજય બોલ્યા : રણમેદાન માં આ પ્રમાણે કહી ને અર્જુને પોતા ના ધનુષ્ય – બાણ બાજુ પર મુકી દીધા અને શોક સંતપ્ત મન થી રથ નાં આસન પર બેસી ગયો.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: Ayushi Barvaliya

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here