ભારતની સત્તાવાર રાષ્ટ્રીય રમત હોકી છે. ભારત ની હોકી રમતના એક મહાન ખેલાડી નું નિધન. ભારતના મહાન હોકી ખેલાડી નું 96 વર્ષ ની વયે સોમવારે સવારે નિધન થયું હતું. બલબીરસિંઘ નું સોમવારે સવારે નિધન થતા હોકી જેવી રાષ્ટ્રીય રમત માં એક મોટી ખોટ અનુભવાય રહી છે.

Balbir Singh
Balbir Singh

8 મે થી મોહાલીની હોસ્પિટલમાં દાખલ હોવાનું તે હોસ્પિટલના ડાયરેક્ટર એ જણાવ્યું હતું. બલબીરસિંહ ભારતના એક મહાન હોકી ખેલાડી હતા. મહાન ધ્યાનચંદ પછી જો કોઈ એક માત્ર હોકીના મહાન ખેલાડી હોઈ તો તે બલબીરસિંહ હતા. આ મહાન ખેલાડીનું નિધન સવારે 6:30 વાગે થયું હોવાનું હોસ્પિટલ ના ડાયરેકટર એ જણાવ્યું હતું.

Balbir Singh
Balbir Singh

આ મહાન હોકી ખેલાડીએ ભારતને ત્રણ વખત ઓલમ્પિક્સ માં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આવા મહાન ખેલાડીનું નિધન થતા હોકી ની રમત માં મહાન ખોટ જેવું વર્તાય રહ્યું છે. અમિત શાહ સહિતના ઘણા મોટા મહાનુભાવ એ આ ખેલાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમિત શાહ જણાવે છે કે, બલબીરસિંહ ના નિધનનું ઘણું દુઃખ થાય છે. તેઓ એક સર્વકાલીન મહાન હતા અને તેમણે હોકીની રમતમાં પોતાની અમીટ છાપ છોડી છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here