ભગવાન શિવજીના પવિત્ર માસમાં ભક્તો ભગવાન શિવને બીલીપત્રો અર્પણ કરે છે તો આ બીલીપત્રોને ભગવાનને અર્પણ કર્યા બાદ તેનો ઉપયોગ ઘણી અલગ અલગ રીતે આપણે કરી શકીએ છીએ શ્રાવણ માસનું આખા દેશમાં ખૂબ મહત્વ હોય છે આ સમયમાં લોકો ભગવાન શિવની આરાધના કરે છે અને આમ કરવાથી ભગવાન લોકો પર પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.

bilipatra

ભગવાન શિવના આ પવિત્ર માસમાં લોકો ભોલેનાથના મંદિરમાં ભગવાનને રીઝવવા માટે દૂધ, બીલીપત્રના પાન, અને શેરડીનો રસ ચઢાવે છે આ સમય દરમિયાન ભક્ત લોકો બીલીપત્રના પાન ભગવાનને ચઢાવે છે પરંતુ ભગવાનને આ બિલીપત્ર અર્પણ કર્યા બાદ તેનો ક્યાય ઉપયોગ કરવામાં આવતો નથી અને એને વેડફી નાખવામાં આવે છે પરંતુ લોકોને આ વાતની ખબર નથી કે ભગવાનને ચઢાવેલા બિલીપત્ર સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી હોય છે.

બીલીપત્રને રોજ ઉપયોગમાં લેવાથી પિત્ત અને કફ દૂર થાય છે અને તેના સિવાય આનો ઉપયોગ ચામડીના રોગ અને ડાયબીટીસને મટાડવામાં પાન થઈ શકે છે એન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પાન આ ખૂબ ઉપયોગી નીવડે છે.

Also Read : ખરાબ નસીબ ને દૂર કરવા માટે શ્રાવણ માસ માં લાવો આમાંથી કોઈ એક વસ્તુ.

bilipatra

બીલીના પાન ડાયાબિટીસ-મધુપ્રમેહમાં ખૂબજ ફાયદાકારક છે આ પાનને સ્વચ્છ કરી 1કલાક પાણીમાં પલળયા બાદ તેને વતી કાઢવા અને ત્યાબાદ તેમાથી રસ કાઢી લેવો અને સવાર-સાંજ એક-એક ચમચી પીવાથી ડાયાબિટીસમા ખુબજ લાભ થાય છે.

આપણા શરીરની અંદર વહેતું લોહી સાફ અને સ્વચ્છ હોય તો તેના કારણે આપણને કોઈપણ પ્રકારની બીમારી થતી નથી ઘણી વખત જ્યારે આપણા લોહીની અંદર અમુક ઝેરીલા તત્વો ભળી જાય છે ત્યારે તેના કારણે આપણને અનેક પ્રકારના રોગ થતા હોય છે જો કોઈ વ્યક્તિને પોતાનું લોહીને સાફ કરવું હોય તો તેના માટે તેને 50 ગ્રામ જેટલા બીલીપત્ર દિવસે ગરમ પાણીમાં ભેળવી અને પલાળી અને ત્યારબાદ તેનું જ્યુસ બનાવીને પીવાથી આખા શરીરનું લોહી એકદમ સાફ થઇ જાય છે જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકો છો.

bilipatra

શરીરમાં વધતી ગરમીના કારણે અથવા તો મોંમાં ગરમી થવાના કારણે તેમાં ચાંદા પડી જાય છે તો બીલીપત્રના પાન ચાવવાથી ખૂબ લાભ થાય છે અને ચાંદાની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળે છે પેટમાં કે આંતરડામાં કીડા થવા કે પછી બાળકોને ડાયેરિયાની સમસ્યા થાય તો બીલીપત્રનો રસ પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે અને આ સમસ્યાઓ ઝડપથી ગાયબ થઇ જાય છે.

હૃદય રોગના તમામ દર્દીઓ માટે પણ બીલીપત્રનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક માનવામા આવે છે અને બીલીપત્રનો ઉકાળો બનાવીને પીવાથી હૃદય મજબૂત બને છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઓછો થઇ જાય છે શ્વાસના દર્દીઓ માટે પણ તે અમૃત સમાન છે આ પાનનો રસ પીવાથી શ્વાસના રોગમાં ખૂબ લાભ થાય છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here