મુજ બાળક સંગ,
બાળક બની સંતાકૂકડી રમ્યા.
ઘડી ન જોયા નજરેથી,
આંખમાં આંસુ ભરી રડયા,

રતન સમાન બનાવવા,
દોયૉ વિદ્યાલયનાં દ્વારે.
ખિલખિલાટનો સમય પૂરો થયો,
ઊભા યુવાનીના દ્વારે.

પાલના તમારી સ્નેહભરી,
ફેલાવી નિસ્વાર્થ પ્રેમની સુવાસ.
ચિનગારી પૂરી યશસ્વી બનવાની,
મન થયાં ખુશહાલ.

વિચારો જેમના થનગનાટ કરતાં,
ન નડતા હિમાલયના શિખર.
મક્કમ જેમના રોમ રોમ ઊર્મિથી ભરી,
સિધ્ધ કર્યા શિખર.

માં બાપના મળ્યા જેને આશિર્વાદ,
મળ્યા તેને પ્રભુના આશિર્વાદ.
માં બાપના જે ન થયાં,
તે ન થાય કોઈના.

ઉપકારનો ન કરીએ અપકાર,
નમીએ શીશ ધરી.
મીઠી મધુર વાણીથી,
સરળ શબ્દોમાં કહેતી યશવી.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: યશવી ગજેરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here