આપણે જાણીએ છીએ કે કોરોનાના લીધે સમગ્ર દેશ માં લોકડાઉનનો કહેર ચાલતો હતો આવા સમયમાં આપણા સૌના મનપસંદ બિસ્કિટ પારલે-જી એ 82 વર્ષના વેચાણના રેકોર્ડને તોડ્યો છે.
પારલે-જી બિસ્કીટએ લોકડાઉનના સમય માં ખૂબજ ફાયદો કર્યો છે. જ્યારે આ મહામારીમાં તમામ કંપનીઓને નુકસાન ઉઠાવવાનો સમય આયો છે. જ્યારે પારલે-જીએ 82 વર્ષમાં પહેલી વાર પોતાની પ્રોડક્ટનું આટલું વેચાણ કર્યું છે.
આનુ મોટું કારણ એ પણ છે કે કોરોનાની મહામારીમાં લોકોએ આ બિસકીટ નો ખૂબ ઉપયોગ કર્યો છે.આ બિસ્કિટનો ઉપયોગ લોકો એ ગરીબો અને જરૂરિયાત મંદ લોકોમાં વેચાણ માટે પણ કર્યું છે. જોવા જઈએ તો બધા લોકોની પસંદ આ બિસ્કિટ રહ્યા છે તેથી આ બિસ્કિટ નું વેચાણ વધ્યું છે.
વર્ષ 1938 થી આ બિસ્કિટ લોકોના ફેવરિટ રહ્યા છે. આમ જોવા જઈએ તો 82 વર્ષથી વેચાઈ રહેલા આ બિસ્કિટે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ વેચાણ કર્યું હોવાનું માનવમાં આવે છે. પારલે એ આ બિસ્કિટ ને સેલ્સ નં-1 તો નથી બતાયા પણ 8 દસકામાં આ ત્રણ મહિનાના લોકડાઉનનો સમય વેચાણ માટે સારો સાબિત થયો છે. બીજી બાજુ કેટલાક ગ્રાહકો આ બિસ્કિટને ઇમોશન માને છે.
પારલે પ્રોડક્ટ કેટેગરી હેડ મયંક શાહના મત મુજબ માર્કેટ શેર માં 5% નો વધારો થયો છે. જેમાં 80-90% ગ્રોથ પારલે ના વેચાણના કારણે વધ્યો છે. એવું જાણવા મળ્યું છે કે લોકડાઉનની ખબર બાદ તેને પોતાનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું જેમાં કેટલીક કંપનીમાં કર્મચારી માટે અવર-જવરની સુવિધા પણ કંપનીએ કરી આપી હતી. જેથી કર્મચારીઓ સુરક્ષિત રીતે કામ કરી શકે અને અત્યારે જ્યારે લોકડાઉન ખોલવામાં આવ્યું ત્યારે કંપનીએ પ્રોડક્ટપર વધારે ધ્યાન આપવાનો નિર્ણય કર્યો જેનું વેચાણ લોકડાઉનના સમય માં થયું છે.
આમ જોઈએ તો આ બિસ્કિટ પેલા થી લોકોના મનપસંદ બન્યા છે અને અત્યાર ના સમયના વેચાણ ને જોઈને એવું લાગે છે કે આવનારા સમય માં પણ આ બિસ્કિટ લોકોના માટે આટલા જ પ્રિય બની ને રહેશે.
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.