ચાણક્ય નીતિ (ભાગ – 1)

ક્યારેય પોતાના સપના, પોતાના લક્ષય, તમે જે બનવા માંગો છો, અથવા તો કંઈક હાસિલ કરવા માંગો છો, એનાં વિશે કોઈને નાં કહો. માત્ર સકારાત્મક વિચારો રાખીને એની ઉપર કાર્ય કરવા માટે સજ્જ બનો. જયારે તમને સફળતા મળશે ત્યારે લોકો આપો આપ ખબર પડી જશે તમારા કામ વિશે. કોઈનેનાં કહેવાના પાછળ બે કારણ છે.
એક કે તમને પ્રેરિત કરવા કરતા તમને એ કામ થી દૂર કરવા વાળા લોકો તમને ઘણાં મળે છે જે તમને નકારાત્મક વિચારો થી ભરી દેય છે. અથવા તો એ કામની કિંમત ઉતારી પાડવા વાળા પણ ઘણાં મળશે. જે તમને તમારા લક્ષ્ય થી વિચલિત કરી શકે છે. અને બીજું એ કે એ કામમાં તમારા પ્રતિસ્પર્ધી પણ ઘણાં હશે, જે તમારા કામને તથા તમારા કામ નું સ્તર જાણી લેશે. જેના લીધે તમને ખોટ જઈ શકે છે.

તમે આ કહેવત તો સાંભળી જ હશે કે ટીપે ટીપે સરોવર ભરાય. તેવી જ રીતે રોજ રોજ થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને એક દિવસ એવો આવશે કે તમારી પાસે જબરદસ્ત જ્ઞાન હશે. અને જે લોકો પોતાના જ્ઞાનથી જગમાં વિખ્યાત છે એને બીજો કોઈ શીંગાર કરવાની જરૂરત નથી.

પોતાના સંતોષકારી સ્વાભાવ (comfort zone) માંથી બહાર આવો. કારણ કે તમે જ્ઞાન સંતોષનાં વિસ્તારની બહાર જ મેળવી શકો છો. ઘણાં લોકો એવા હોય છે જેણે ઘણું બધું જાણવાની ઈચ્છા તો હોય છે, પરંતુ એની માટે મહેનત કરવાની આળસ હોય છે. તો એ એમના માટે ખરાબ સૂચના છે કારણ કે જ્યાં સુધી તમે પોતાના આરામનાં વિસ્તાર માં રહેશો તો કંઈ શીખી નહિ શકો. પોતાની જાતને હંમેશા આગળ ધકેલો. બધી વાતોમાં, બધી વસ્તુઓમાં પોતાનો સંતોષ ના ગોતો.

તમારે કોઈ વસ્તુ શીખવી છે તો હંમેશા એમની પાસેથી જ શીખો જે લોકો એ વાતમાં નિષ્ણાંત હોય. બધાં પાસેથી સલાહ લેવાની જરૂર નથી. એવી જ રીતે જો તમારે વધુ પૈસા કમાવા હોય તો એની જ સલાહ માનો જે અગાઉથી પોતાના જીવન માં ઘણું બધું કમાય ગયા છે.

લોકો ને કેવી રીતે પોતાના વશમાં રાખવા જોઈએ??…. તો આવું કરવા માટે તમારે એ સામેવાળી વ્યક્તિ ને જે વસ્તુ પ્રેરિત કરતી હોય એની મદદ થી તમે એને વશમાં કરી શકો છે. જેમ કે કોઈ વ્યક્તિ ને પૈસા વધુ ગમે છે તો એની સામે પૈસા મુકવાથી એ તમારી વાત માનસે. જો કોઈ વ્યક્તિને પોતાના વખાણ સાંભળવાની આદત હોય તો તમે એની સામે એવું કરીને એની પાસેથી પોતાનું કામ કઢાવી શકોછો અને એમાં કોઈ નુકશાન પણ નથી.

પરંતુ મૂર્ખ લોકોને વશમાં કરવાનો અલગ જ તરકીબ છે. મૂર્ખ મતલબ જેણે દુનિયાનું કોઈ જ્ઞાન નથી. એ લોકો ને તમે થોડું પણ કંઈક શીખવાડી દેશો અથવા મોટુ ભાસણ આપી દેશો તો પણ એ તમને મહાજ્ઞાની સમજવા લાગશે. પરંતુ ચાણક્ય એ સાથે સાથે એ પણ કીધું છે કે આ જ વસ્તુ તમે કોઈ ભણેલા વ્યક્તિ સામે નથી કરી શકતા. કારણ કે એને તરત જ ખબર પડી જશે કે તમે ખોટું બોલી રહ્યા છો. આથી જેટલું બને એટલુ પોતાને પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જેથી લોકો આપણને પણ વશમાં નાં કરી શકે.

આ એક વાત સાચી જ છે કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ. આથી આપણે આપણી જાતને વધુ સારી બનાવી જોઈએ. અને કોઈ બીજા ઉપર આધારીત નાં રહીએ. કારણ કે એ લોકો તો આગળ વધી જશે પોતાના જ્ઞાનથી અને તમે પાછળ જ રહી જશો. જો કોઈ હર વખત તમારી સાથે હશે તો એ છે તમારી પોતાની જાત.

હંમેશા બીજાની ભૂલોમાંથી શીખવું જોઈએ. કારણ કે આપણી પાસે એટલો સમય નથી કે એને પોતાના ઉપર પ્રયોગ કરીને શીખીએ. કારણ કે જો આવું કરશું તો બધું શીખતાં ગઢપણ આયી જશે. જેમાં તમારી પાસે જ્ઞાન તો ભેગું થઇ ગયું હશે પણ કરવા માટે શક્તિ નહિ હોય. અને આના માટે બને તેટલું વધુમાં વધુ સફળ લોકોની બુક વાંચો. જેમાંથી ખબર પડે કે એ લોકો એ શું ભૂલ કરી હતી.

હા,… એવું કહેવાય છે કે ભૂલ કરવાથી જ માણસ શીખે છે. પરંતુ એ ભૂલ તમારી જ હોય એ જરૂરી નથી. આ વાત યાદ રાખજો.

ચાણક્ય કહે છે કે એક મૂર્ખ સામે જ્ઞાનની વાતો કરવી એ એક ને અરીસા માં બતાવા બરોબર છે. કારણકે એ પોતાની અજ્ઞાનતા ને કારણે તમારી વાતોમાં અર્થ નો અનર્થ કરશે અને તમારું અપમાન કરશે.

વ્યક્તિ ને વધારે ઈમાનદાર નાં રહેવું જોઈએ કારણકે જંગલ માં સીધા વૃક્ષ ને પહેલા કાપવામાં આવે છે. કપટી લોકો સૌથી પહેલા ઈમાનદાર લોકો જોડે છલ કરે છે. એનો અર્થ એ પણ નથી કે બધી જગ્યા એ ઈમાનદારી નાં રાખવી જોઈએ. પરંતુ જે લોકો કપટી છે એમનાથી દૂર રહેવું જોઈએ. અને એમના જોડે ઈમાનદારી નાં દાખવવી જોઈએ. કારણ કે એ લોકો આપણને ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે.

આપણે આપણા રહસ્યો કોઈને બતાવા નાં જોઈએ કારણકે જો આપણે આપણા રહસ્યો પોતાની પાસે નથી રાખી શકતા તો બીજાની પાસે પણ એ આશા નાં રાખવી જોઈએ કે તમારા રહસ્યો ને ગુપ્ત રાખશે. આનાં કારણે કયારેક તમે સમાજ માં હાસ્યને પાત્ર બની શકો છો. અને તમારી આ આદત તમને બરબાદ કરી શકે છે.

જીવનની બધી મહત્વની વસ્તુઓમાં ધન એ મહત્વની વસ્તુ છે. એ તમને માન, સહારો આપે છે અને મોટી અનહોની થી પણ બચાવી શકે છે. કપડાં, ઘર, ભોજન આ બધાં જ માટે જોઈએ છીએ. વધુમાં જો તમે બીમાર છો તો પણ ધન જોઈશે અને શિક્ષીત બનવું છે તો પણ ધન જ જોઈશે. આજના સમય માં ધન ડગલે ને પગલે અનિવાર્ય છે. સમાજ માં જેની પાસે ધન વધારે એનું માન પણ વધારે. આ શીખી લેવું જોઈએ. અને દુનિયા પણ 98% એને જ સફળ ગણે છે જેની પાસે વધુ ધન છે.

સમાજમાં જો કોઈ માણસ અન્યથી અલગ પડતો હોય તો એનું કારણ છે એની વિચાર શક્તિ. પોતાની વિચાર શક્તિ થી ઉભો કરલો એનો વ્યાપાર. દરેક વિકટ સમયમાં એની વિચાર શક્તિ. કોઈ વસ્તુમાં એ શું સમાજ કરતા અલગ વિચારે છે? જે સમાજ નથી વિચારી શકતો. એ શું અલગ જોઈ શકે છે જે સમાજ નથી જોઈ શકતો.

​તમને ખબર છે સપનું ઝહેરીલુ નાં હોવું એમાં સાપ નો કોઈ વાંક નથી. પરંતુ જેને એ ડંખે છે એને ખબર પડી જવી કે એ ઝહેરીલો નથી એમાં ગુનો જરૂર છે. એવી જ રીતે આપડી કોઈ નિર્બળતા હોય એમાં કોઈ ગુનો નથી. પરંતુ એ નિર્બળતા સમાજને ખબર પડી જાય એમાં ગુનો પણ છે અને હાનિકારકતા પણ. આથી સામે વાળી વ્યક્તિ સામે ક્યારેય નિર્બળ નાં બનવું જોઈએ.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: ક્રિના કે. હિરપરા