ભારતમાં તમે જાણો છો એમ કોરોના કાળ બનીને વધી રહ્યો છે. તેના લીધે લોકો મા એવી વાતો થઈ રહી છે કે ગુજરાત સરકાર રાજ્યમા પાછુ લોકડાઉન કરવામાં આવશે પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ વાત ને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે લોકડાઉન હવે થશે નહીં પણ સમાન્ય રીતે અનલોક-1 પછી સરકાર વધુ છૂટછાટ આપીને જનજીવનને સામાન્ય રીતે પહેલાની જેમ પાછુ ચાલુ કરવા અને અર્થતંત્રને ફરી પાટે ચઢાવવા માટે પ્રયત્નો કરી રહી છે આવી સ્થિતિમા પાછુ લોકડાઉન કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી.

ગુજરાત સરકારના મત પ્રમાણે તેઓએ ખૂબ સમજી વિચારીને અનલોક-1 જાહેર કર્યું છે અને આ વિષય મા સરકાર નું આવું માનવું છે કે જો દેશવાસી પૂરતો સહકાર નઇ આપે તો કોરોના જેવી મહામારી માથી દેશને બચવવો મુશ્કેલ બની જશે. પરંતુ જો બધા નો સાથ હશે તો આપના દેશને આ સમગ્ર વિશ્વ સ્તરે ચાલતી મહામારી માથી બચાવી શકાશે. અને જો આપણે સરકારના નિયમોનું પાલન નઈ કરીએ અને પૂરતો સહકાર નઇ આપીએ તો અર્થતંત્રને ફરીથી પાટે ચઢાવવું મુશ્કેલ બની શકે છે.

રાજસ્થાન સરકારે પોતાના રાજ્યની સરહદ બંધ કરતાં ગુજરાતના લોકોમા આ વાત બાબતે અટકળો ચાલી રહી છે કે ગુજરાતમા પણ પાછુ લોકડાઉન થશે પણ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલ એ આ અટકળોને ખોટી ગણાવી હતી.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here