આપણાં દેશમાં છેલ્લા 24કલાકમાં 18,399 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. તેની સાથે સમગ્ર દેશ માં કુલ કોરોનના કેસ વધી ને 5.67 લાખ થયા છે. જેમાં સોલાપુર, જલગાંવનો મૃત્યુદર મુંબઈ, અમદાવાદ, થાણેથી વધુ જોવા મળ્યો છે. અને દેશ નો કુલ મૃત્યુદાર 16,904 એ પહોચ્યો છે જેમાં 7610 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે.

કોરોનાની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તામિલનાડું અને મહારાષ્ટ્ર આ બે રાજ્યો માં લોકડાઉન વધારીને 30જુલાઈ સુધી લંબાવામાં આવ્યું છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને ઉતરાખંડમાં લોકડાઉન 31 જુલાઈ સુધી અને મણિપુરમાં 15 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે. આ પહેલા બંગાળા અને ઝારખંડ માં લોકડાઉન વધારવામાં આવ્યું હતું. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારમાં 5 જુલાઈ સુધી સખ્ત લોકડાઉનનો અમલ રહેશે. અને રાજ્ય સરકાર ના આદેશ મુજબ સમગ્ર રાજ્યમાં દર રવિવારે સખત લોકડાઉન રહેશે.

દેશમાં કુલ સંખ્યા 5,67,536 થઈ છે. જેમાં 18,339 સોમવારે નવા દર્દીઓ સામે આવ્યા છે જ્યારે 13,497 લોકો કોરોનામુક્ત થયા છે. તામિલનાડું માં કોરોના ઝડપથી વધી રહ્યો છે ત્યાં છેલ્લા 24કલાકમાં 3949 કેસ સામે આવ્યા છે. અહી સતત 5માં દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા 3500થી વધારે રહી છે. દેશમાં સૌથી વધૂ કોરોના સંક્રમિત રાજ્યોમાં તામિલનાડું બીજા સ્થાન પર આવી ગયું છે. સોમવારે દેશમાં કુલ 417 લોકના કોરોનના લીધે મોત થયા છે. કોરોનનું સંક્રમણ દેશના નાના જિલ્લાઓમાં પણ વધી રહ્યું છે. અમુક જિલ્લાઓમાં મોત 200થી વધુ છે. જ્યારે મૃત્યુ દર ઝડપથી વધી રહ્યો છે. આમાં મહારાષ્ટ્રનું સોલાપુર અને જલગાંવ સામેલ છે. સૌથી વધારે મૃત્યુદર વાળા જિલ્લાઓ માં મુંબઈ(4463 મોત), અમદાવાદ(1432 મોત), થાણે(871 મોત) અને કોલકતા(372 મોત)થી વધુ છે. સોલાપુરમાં મૃત્યુ દર 9.75 ટકા અને જલગાંવમાં 6.90 ટકા છે જ્યારે મુંબઈમાં મૃત્યુ દર માત્ર 5.78 ટકા છે જ્યારે અહીં મોતનો આંકડો 4,500 ની નજીક પહોંચી ગયો છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here