કોરોના હવે જ એનો પ્રભાવ બતાવશે.

0
902

બે-ત્રણ મીનીટનો સમય કાઢી વાંચો અને જો સમજાય તો અમલમા મુકી તમારા પરિવારનુ ભવિષ્ય ઉજ્જવળ બનાવો.
~~~~~~~

આપ કા સમય શુરૂ હોતા હૈ અબ

જિંદગી હવે પહેલાં જેવી હરગીઝ નથી રહેવાની!

હવે આપની તથા આપના કુટુંબની જવાબદારી આપની સમજણ પર છે.

હવે વાચશો તેમાં કોઈ વાત મીઠી સુગર કોટેડ શૈલીમાં કે આશ્વાસનના ટોનમાં નથી તદ્દન વાસ્તવિકતા રજૂ કરેલ છે.

અત્યાર સુધી આફત બહાર હતી, એ હવે ગમે ત્યારે ઘરમા આવી શકે છે,

સલામતિનું સરકારે પહેરાવી રાખેલુ (લોકડાઉન) બખ્તર હટી જશે, બખ્તર હવે સ્વૈચ્છિક છે

આ વાત અસ્સલ એવી છે કે
તમે જંગલમાં નીકળી પડ્યાં છો અને જંગલના પશુઓથી જાન બચાવવાની જવાબદારી હવે તમારે, જાતે/પોતે જ લેવાની છે. સહી સલામત ઘેર આવો એ જ પૂરતું નથી, કોઈ માણસખાઉં પગેરું (વાયરસ) તમને પકડીને ઘર સુધી ન આવી જાય, તેની સાવધાની પણ આપણે જાતે જ રાખવાની છે કોઇ રોકનાર ટોકનાર નહી હોય !!!

યસ, ઇમ્તિહાનની અને સમજણની ક્ષણો લોકડાઉન હટવાની સાથે જ શરૂ થઇ જવાની છે

હવે યાદ રાખી લો કે…

૨૦૨૦ પહેલાં જીવેલી એ લાઇફસ્ટાઈલ હવે પૂરી થઈ ગઈ છે.

હાલ પૂરતો તો એ આપણાં બધાનો એક એવો શાનદાર ભુતકાળ બની ગયો છે, જે આપણે હવે નજીકના ભવિષ્યમાં જોઇ શકવાના નથી… નથી…. અને નથી જ.
હવે આપણે બધાએ મને યા કમને પરિસ્થિતિને અનુરૂપ નવી રીતે જીવવા માટે ફરજિયાત લાચાર બનવાનુ છે.

ગમે કે ના ગમે,પણ આ જ હવે સત્ય છે.!

★ મન મજબૂત કરીને નવેસરથી એકડે એક અથવા પા પા પગલીની જેમ હવે નવી સ્ટાઇલથી જીંદગી જીવવાની છે એ વાત ખાસ સમજી લો, વાત આપની અને ઘરમાં જ રહેતાં મેમ્બરોની જ કરીએ.

★ ભૂતકાળના જેવી જીવનશૈલી થોડા મહિનાઓ માટે ભૂલીને હવે કરકસરથી સાદગીપૂર્ણ, સંયમપૂર્વક અને સમજદારીથી જીદંગી જીવતા શીખવું જ પડશે.

★ ઘરમા ભવિષ્ય માટે થોડી મૂડી બચાવી રાખવી પડશે. આકસ્મિક જરૂર પડે કોઇની પાસે માગવુ ના પડે તેવા આયોજન પૂર્વક કરસરભરી લાઇફ સ્ટાઇલ ગોઠવવાનો સમય આવી ગયો છે.

★ ઘરના વડીલો, બાળકોને ખાસ કાળજીપૂર્વક સાચવવાના છે. તેઓ ઘેરથી બહાર ન જાય તેની કાળજી રાખવાની છે. અને ધીરજપૂર્વક સમજાવટથી કામ લેવાનુ છે. ધૈર્યની કસોટી થવાની છે.

★ હવે બાળકોને શેરી, મહૌલ્લા કે સોસાયટીના પ્લે એરિયામા બેધડક રમવા નહી મોકલી શકાય !

★ ધરના વડિલો કે ભાભી-નણંદો આડોશી-પાડોશી સાથે સાંજે ઓટલે બેસીને નિરાંતે ગામ ગપ્પાં મારવાની ટેવ ભુલવી જ પડશે. દૂરથી હાય હેલ્લો કરવાનો રિવાજ બનાવવો પડશે.

★ બહારથી નોકરને, કામવાળાને ઘરકામ માટે ફરી બોલાવવાનુ થોડા મહિનાઓ સુધી ભુલી જવાનુ છે. તેઓ ઘણી જગ્યાએ ફરતા ફરતા આવતા હોવાથી કોરોના બૉમ્બ ગમે ત્યારે આપણા ઘેર આવી શકે છે. કારણ કે થોડા મહિનાઓ સુધી પરિસ્થિતિ એટલી જ નાજુક રહેવાની છે. 🙏🏻

★ જાતે કામ કરવાથી કસરત થઇ જાય છે જેથી બહાર ચાલવા માટે કે જીમખાનામા જવુ પડશે નહી. ડબલ ફાયદો થશે.

★ સાવચેતી સિવાય ગમે તેની પાસેથી શાકભાજી કે ફળફળાદિ ખરીદવું અથવા તો ગમે તે ફેરિયા પાસેથી કોઇપણ જાતની ખરીદી કરવી, ઘરે ફૂડ ડિલિવરી લેવી, ગમે તે પાર્સલ પોતાના ઘરે મંગાવવું, એ બધુ પૂરેપૂરું કોરોનાનુ જોખમ જ છે.

★ જ્યારે પ્લેનમાં, ટ્રેનમા, બસમાં ત્રણ સીટ વચ્ચે એક પેસેન્જર બેસવાનું હોય તો આ બધું હોટેલ, થિયેટર, મલ્ટીપ્લેક્સ, મૉલ, ગાર્ડન, વિગેરેમા અશક્ય છે, તેથી દિવાળી સુધી આ બધું ભૂલી જવાનું છે.

★ અને હા ખાસ ક્લબ, હોટેલ, રેસ્ટોરાં કે ફૂડ આઉટલેટ, પાણીપૂરી વગર જ ચલાવવાનું છે, કારણ કોરોના ગમે ત્યાંથી તમારી પ્લેટ કે સીટ કે ટેબલ પર આવી શકે છે !

★ ઘેર રસોઈ બનાવી પરિવાર સાથે જમવાથી પરિવાર પ્રેમ વધશે અને પરિવારનું મહત્વ સમજાશે. પરિવારની મજા જ કંઈક ઓર હોય છે. તે સમજાશે

★ ચાની કીટલી કે પાનના ગલ્લે ઊભા રહી તમારા અને તમારા પરિવારની સલામતિ માટે ગપ્પા મારવાનુ ટાળવુ પડશે.

★ બિનજરૂરી એકબીજાના ઘેર જવાનુ અથવા મળવાનુ ટાળવુ જ પડશે તમારી જેમ બીજા પણ વિચારે છે કે “કોઇને કારણ વગર મળવુ નથી” !

★ લગ્નમા, પાર્ટીમા, બર્થડે પાર્ટી, ગેટ ટુ ગેઘર, કીટી પાર્ટી, વિગેરેમા જવાનુ થોડા મહિનાઓ સુધી ભુલી જવાનુ છે.
જિંદગી ઘણી બાકી છે, સલામત હોઈશુ તો હળીશુ-મળીશુ અને આનંદ અને મોજમજા કરીશુ

★ સૌથી ગંભીર વાત તો એ છે કે હવે જો કોઇ કારણસર હોસ્પિટલમા એડમિટ થયા એટલે ‘કોરોના પેશન્ટ’ની જેમ જ ટ્રીટ થવાના, કારણકે, હોસ્પિટલ હવે (પહેલાંની જેમ) મુલાકાતીઓ માટે ઑપન રાખવામા નહી આવે. માટે આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે.

★ સતત બહાર રહીને આવો ત્યારે સૌથી પહેલાં તો સલામતી માટે તમારો શુદ્ધિ સંસ્કાર બાથરૂમમાં જઈને કરવો પડશે.

🙏🏻🙏🏻 આપની તથા કુટુંબ પરિવારના સભ્યની તેમજ સમાજની ગંભીર સમજ માત્ર હવે પછીના સમયમા આપને સલામત રાખી શકશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

અમારા નવા બ્લોગ માટે :-

અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.

APKMODES.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here