અમદાવાદ ગવર્મેન્ટ ની માહિતી અનુસાર અમદાવાદ શહેર માં મે અને જૂન મહિના માં કુલ COVID-19 કેસ ના 82% કેસ આ બે મહિના માં જોવા મળ્યા હતા. સરેરાશ ગોઠવણી અનુસાર હાલ માં અમદાવાદ શહેર કે જે કોરોના માટે રાષ્ટ્રીય હોટસ્પોટ તરીકે ઓળખાયું છે. મે મહિનાની તુલના માં જૂન મહિના માં COVID-19 ના વધુ કેસો અને COVID-19 દ્વારા મૃત્યુ પામેલ વ્યક્તિ ઓ નો આંક નોંધાયો હતો.

ત્યારબાદ પરિસ્થિતિ એ વળાંક લીધો, ૩૦ મી જૂને પ્રથમ વખત સુરત શહેર માં અમદાવાદ શહેર કરતા કોરોના ના વધુ તાજા કેસ જોવા મળ્યા હતા. જેમાં સુરત શહેર ની કુલ સંખ્યા 199 નોંધાયી હતી, અને બીજી તરફ અમદાવાદ શહેર માં કોરોના ના કેસ નો આંકડો 197 નોંધવાના આવ્યો હતો.

જૂન મહિના માં અમદાવાદ શહેર માં COVID-19 ના 8,733 કેસ નોંધાયા હતા અને 599 લોકો કોરોના મહામારી ને માત આપવામાં નિષ્ફળતા પામ્યા હતા. બીજી તરફ સુરત શહેર માં જૂન મહિના ની અંદર કોરોના ના 3,209 કેસ નોંધાયા હતા, અને મૃત્યુ આંક 89 નોંધવામાં આવ્યો હતો. તદુપરાંત કેસ અને મૃત્યુ ની એકંદર સંખ્યા ના સંદર્ભ માં અમદાવાદ હજી પણ ઘણું આગળ છે. જૂન-25 થી જુલાઈ-1 સુધી ના દિવસો ના વિશ્લેષણ બતાવે છે કે અમદાવાદ શહેર માં કોરોના ના 1,437 કેસ નોંધાયા હતા, જયારે બાકી ના જિલ્લા માં 90 કેસ નોંધાયા હતા. તેની સરખામણીમાં સુરત શહેર અને જિલ્લા માં અનુક્રમે 1,209 અને 109 કેસ નોંધાયા હતા . તે મુજબ અમદાવાદ શહેર ના મૃત્યુ આંક ની સંખ્યા 71 સામે, સુરત માં 24 નોંધાયી હતી.

COVID-19: અમદાવાદમાં જૂનમાં 94 ઓછા મોત થયા છે.
COVID-19: અમદાવાદમાં જૂનમાં 94 ઓછા મોત થયા છે.

હવે વાત કરીયે પાછળ ના અઠવાડિયા ની તો, પાછળ ના અઠવાડિયા માં અમદાવાદ શહેર માં મૃત્યુ નો આંકડો સુરત શહેર કરતા લગભગ 3 ગણો વધી ગયો હતો, પરંતુ કેસ ની સંખ્યા માત્ર 16% વધારે હતી. મહિના મુજબ ની માહિતી ના વિશ્લેષણ માં જણાવવા માં આવ્યું હતું કે જૂન મહિના માં અત્યાર સુધી ના કુલ કોરોના કેસ નો 48.6% સમાવેશ થયો હતો. ત્યાર બાદ મે મહિના માં 38%, એપ્રિલ મહિના માં 13.3% અને માર્ચ મહિના માં 0.3% કેસ નોંધાયા હતા.

મૃત્યુ ની દ્રષ્ટિ એ જૂન મહિના માં કુલ મૃત્યુ આંક 43.8% હતો. અને મે મહિના માં 44.6% , એપ્રિલ માં 11.2% અને માર્ચ મહિના માં 0.4% હતો. સરેરાશ ગણતરી મુજબ જૂન મહિના માં મૃત્યુ આંક ની ટકાવારી માર્ચ, એપ્રિલ, મે કરતા પ્રમાણ માં વધારે હતી.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here