ટીવી જગતના સૌથી ફેમસ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ઘરમાં જોવામાં આવે છે. સબ ટીવી પર આવતા આ શો ની સૌ લોકો અતિરઈ થી રાહ જોઈને બેરા હોય છે. લોકડાઉનના કારણે આ શો નું પ્રસારણ બંધ થઈ ગયું હતું પરંતુ હવે પાછો આ શો ચાલુ થઈ ગયો છે જેના કારણે દર્શકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે અને આની સાથે સાથે બીજી એક ખુશ ખબરી પણ દર્શકોને ખૂબ જલ્દી મળવાના અણસાર છે.

View this post on Instagram

😊

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

છેલ્લા કેટલાક દિવસથી વાતો હતી કે કેટલાક લોકો આ શો છોડીને જઈ શકે છે પરંતુ શો માં રોશન સોઢીનું પાત્ર નિભાવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે લોકોને એક ખુશ ખબરી આપી કે શો છોડીને ગયેલ દિશા વાંકાણી એટલે કે દયાભાભીની શો ની અંદર પાછા આવસે એવો સંકેત આપ્યો છે.

disha-vakani

જેનિફરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે “હું દિશાને સેટ પર બહુ જ મિસ કરું છું પરંતુ હું સમજી શકું છું કે તેમની દીકરી સ્તુતિની દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે અત્યારે તે પોતાના પરિવારને સમય આપવા માંગે છે અને તે ખુશ પણ છે. પરંતુ મને ખબર છે કે તેઓ શો માં જલ્દી પાછા આવશે”.

View this post on Instagram

Konsa Dialogues ka pic ha yeh?..

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

જ્યારે તારક મેહતા શોના 12 વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ એવું જાણવા મળ્યું હતું કે એક સ્પેશિયલ એપિસોડ ની તૈયારી ચાલી રહી છે જેની અંદર દિશા પણ એપિસોડમાં આવી શકે છે એ સમયે આ ખબર ઉપર શોના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યુ હતુ કે શૂટિંગ શરૂ થયા વગર આ બધી વાતો ઉપર ચર્ચા કરવાનો અત્યારે કોઈ મતલબ નથી.

View this post on Instagram

A post shared by Disha Vakani (@dishavakanioffcal) on

દિશાએ સપ્ટેમ્બર 2017 માં મેટરનિટી લીવ લીધી હતી. નવેમ્બર 2017 માં તેમણે દીકરીને જન્મ આપ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તે શોની અંદર પાછા આવ્યા નથી આ કારણે દર્શકો તેમની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા ખબર દ્વારા એ પણ જાણવા મળ્યું હતું કે દિશાના પતિ મયુર પડિયાએ દિશાને 1 મહિનામાં માત્ર 15 દિવસ કામ કરવાની શરત રાખી હતી જેને મેકર્સ દ્વારા સ્વીકારવામાં આવી નહતી.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here