ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓગસ્ટ 2020માં લીધેલી ગુજકેટ તેમજ ધોરણ-૧૨ સાયન્સની પૂરક પરીક્ષાની માર્કશીટનું આજે સવારથી વિતરણ શરૂ કરશે. આ વિતરણ સવારે 9.00 વાગ્યાથી સાંજે 4.30 કલાક દરમિયાન કરાશે. જે-તે સ્કૂલ સંકુલ ખાતે માર્કશીટ વિતરણ માટે સેનિટાઈઝેશન તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરાશે.

21 સપ્ટેમ્બરથી મરજિયાત ધોરણે શાળા શરૂ કરવા આજે મહત્ત્વની બેઠક યોજાશે.

કોરોના મહામારીને કારણે શાળાઓ શરૂ થઈ શકી નથી. ત્યારે ગુજરાતમાં આગામી 21 સપ્ટેમ્બરથી મરજિયાત ધોરણે શાળાઓ શરૂ કરવા અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મહત્ત્વની બેઠક યોજાશે.

જીટીયુ માં નેશનલ એન્જિનિયરિંગ ડે નું સેલિબ્રેશન થશે.

Distribution of Gujkat's marksheet today, schools will not open in the state till Diwali.

જીટીયુ દ્વારા આજે નેશનલ એન્જિનિયરિંગ ડેની ઉજવણી કરાશે. પર્યાવરણલક્ષી સસ્ટેનેબિલિટી ડિઝાઈન માટે જીસેટ આયોજિત ઈ-પોસ્ટર સ્પર્ધાના શ્રેષ્ઠ 3 સ્પર્ધકને 10 હજારના પુરસ્કાર જાહેર કરાશે. જીસેટ અને જીઆઈસીના સંયુક્ત ઉપક્રમે “ધ એન્જિનિયર્સ રોલ ઈન સસ્ટેનેબિલિટી” વિષય પર વેબિનાર પણ યોજાશે.

શિક્ષણ મંત્રાલયે ખાનગી યુનિ.-કોલેજો માટે FRC સમિતિ બનાવી.

ગુજરાતનો શિક્ષણ વિભાગ ભલે FRC રચીને ખાનગી સ્કૂલોની બેફામ ફીની વસૂલીને રોકી શક્યું ન હોય, પરંતુ હવે તે FRCનું નાટક યુનિવર્સિટી અને ટેક્નિકલ કોલેજોમાં કરવા જઈ રહી છે. હવે જોઈએ કે આ સ્વનિર્ભર સંસ્થાઓમાં રાજ્યનો શિક્ષણ વિભાગ કેટલો ફાવે છે કે પછી ઘૂંટણિયે પડે છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here