કોરોના ના કારણે અમદાવાદ ની રથયાત્રા પહેલીવાર માત્ર 7કલાકમા પૂર્ણ થસે, 400ના બદલે 120 ખલાસી રથ ખેંચશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતહાસિક રથયાત્રા આ વર્ષે કોરોનની મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના અભૂતપૂર્વ બંદોબસ્ત સાથે યોજાશે. આ વરસે રથયાત્રા 12-13 કલાકના બદલે માત્ર 6-7 કલાકમાં પૂરી કરી દેવાની યોજના બનાવવામાં આવી છે. ખલાસી એસો.ના જણાવ્યા મુજબ આ યાત્રા બપોરે બે વાગ્યા સુધીમાં નિજ મંદિરે પરત ફરશે. યાત્રામાં રથ પણ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધારવામાં આવશે. માત્ર 25થી 35 વર્ષના યુવાન ખલાસીઓને જ રથ ખેંચવા દેવાશે.

ખલાસી એસોસિયેશનના સભ્ય કૌશલ ખલાસીના જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રા એક રથ ઉપર 40 ખલાસીઓ ચાર ફૂટનું અંતર રાખીને ખેંચશે. સામાન્ય દિવસો માં રથ ખેંચવા માટે 400થી વધુ ખલાસી બંધુઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે માત્ર 120 જેટલા યુવા ખલાસી બંધુઓ જ આ રથને ખેંચશે. રથ ખેંચનાર ખલાસી બંધુઓનું 22મી તારીખના રોજ સ્વાસ્થ્ય ચેકિંગ ટેસ્ટ કરવામાં આવશે. રથયાત્રામાં એક રથનું વજન આશરે 2200 કિલો જેટલું હોય છે. આ રથને ફરતે 100 ફૂટ લાંબી દોરી બાંધી દેવામાં આવશે. રથયાત્રા માટે 100 ફૂટનો લાંબો દોરડો કાલુપુરના એક વેપારી જોડે બનાવવામાં આવ્યો છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા સામાન્ય રીતે દર વર્ષે દોઢથી બે કિલોમીટર લાંબી નીકળે છે. જેમાં 3 રથ, 18 હાથી, 30 ભજન મંડળી, 30 અખાડા, 101 ટ્રકો જોડાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે રથયાત્રા માત્ર 3 રથ સાથે જ કાઢવાનો નિર્ણય લેવાયો છે.

દર વર્ષે 22 કિલોમીટર લાંબી યાત્રાની સ્પીડ આશરે 7 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. પરંતુ આ વર્ષે ઓછી વ્યક્તિઓના કારણે તેમજ રથ મંદિરે વહેલા લાવવાના લીધે રથની સ્પીડ 10 થી 15 કિલોમીટર પ્રતિકલાકની રાખવામાં આવશે. જો આટલી સ્પીડે રથ ચાલે તો સવારે 7:00 વાગ્યે રથ પ્રસ્થાન કર્યા બાદ આશરે 2:00 વાગ્યે રથ મંદિરે પરત થઈ જશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here