રામ કાળની શિક્ષણ વ્યવસ્થા (ભાગ-૧)

0
122

આજે વિચાર અને જીવનની જુદાઈ છે, તેથી વિચારો નિર્જીવ છે અને જીવન વિચાર શૂન્ય છે. પરિણામે પોતે ક્યાં જાય છે અને શું કરે છે તેની માનવને ખબર હોતી નથી, કારણ કે શિક્ષણ અને જીવન જુદા પડી ગયા છે. માનવ ઘરે જીવે છે અને શાળામાં ભણે છે! આ શિક્ષણ નો અને જીવન નો પૃથક પણું જુદાઇ બતાવે છે. તે દૂર કરવા માટે ભણવાની જગ્યા એ જીવન જીવવા નું શિક્ષણ આપવું જોઈએ. આ ઉપરાંત જીવન નું જે કઈ જ્ઞાન મળે તેને મનમાં ઉતારી અને ઘરને તથા શાળામાં મળેલા સંસ્કારો ને ગ્રહણ કરી આત્માને પ્રયોગ શાળા બનાવી જોઈએ.

શાલીન કુટુંબ એટલે કે શાળા જેના ઘરમાં જે તે.
કૌટુંબિક શાળા એટલે કે કુટુંબ જેમાં પ્રવેશ્યું છે તે.

રામ કાળમાં તપોવન શિક્ષણ પદ્ધતિ જોવા મળતી હતી. આથી આ પદ્ધતિમાં . પ્રાથમિક શિક્ષણ શાલીન કુટુંબો દ્વારા મળતું અને આ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ તપોવન માં મળતું. જો શિક્ષણ પ્રાપ્ત કરવુ હોય તો રામ કાળમાં પ્રાથમિક શિક્ષણ કુટુંબો દ્વારા અને ઉચ્ચ શિક્ષણ એ તપોવનમાં મેળવવામાં આવતું.

આ તપોવન પદ્ધતિમાં જીવન અને શિક્ષણ બંને વચ્ચેનો તફાવત સમજાવવામાં આવતું. જે જીવનરૂપી શિક્ષણ ની જરૂર હોય તે વધુ શિક્ષણ એ તપોવનમાં આપવામાં આવતું.

આધુનિક શિક્ષણ જીવનમાં ક્યાંય ઉપયોગી બનતું નથી. કેમ કે જીવન રૂપી શિક્ષણમાં જ્યારે કોઈ વ્યક્તિ ને એક કોયડો આપવામાં આવે છે ત્યારે એ કોયડો તેનાથી ઉકેલી શકતો નથી. આથી એવું જાણી શકાય છે કે આધુનિક કાળમાં તપોવન જેવું જીવન લક્ષી શિક્ષણ આપવામાં આવતું નથી. જ્યારે જીવનલક્ષી શિક્ષણ ની જરૂર હોય ત્યારે જ જો કોઈ ઉકેલ ના થાય તો આ શિક્ષણ શું કામનું?

રામ કાળમાં તપોવન સમયમાં મોઢું કઈ રીતે જોવું ત્યાંથી લઈને જીવનનુ તમામ શિક્ષણ આપવામાં આવતું હતું. આ ઉપરાંત કપડા કેમ ધોવા, રસોઈ કઈ રીતે બનાવવી, અનાજ કઈ રીતે પકાવવું વગેરે જીવન ઉપયોગી શિક્ષણ તપોવનમાં આપવામાં આવતું.

આજના આધુનિક યુગ માં શિક્ષણ માત્ર પૈસા કેમ કમાવા તે માટે આપવામાં આવે છે . આ ઉપરાંત શિક્ષક પોતાના સ્વાર્થ ખાતર શિષ્યોને અભ્યાસ કરાવે છે સ્વાર્થ એટલે પૈસા. એક શિષ્ય હોવાને લીધે હું તમને એક સવાલ પૂછું છું તમે એનો જવાબ આપી શકશો? સવાલ એ છે કે શું તમે માબાપ સાથે કેમ વર્તવું તે શીખો છો? વેદો ઉપનિષદો ના પાઠ ભણો છો? સમાજમાં કઈ રીતે વર્તવું તે શીખો છો? આનો જવાબ હશે ના કેમ કે આજના સમયમાં શિક્ષકો દ્વારા આ તપોવનુ જ્ઞાન અપાતું જ નથી .

રામ કાળમાં શિક્ષણ મફતમાં આપવામાં આવતું હતું કેમ કે ગુરુ કોઈ સ્વાર્થ વગર શિષ્યને અભ્યાસ કરાવતા હતા. શિક્ષણ એ વેચવાની વાત છે તે સ્વપ્નમાં પણ આવતું નહીં. અને આજની શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણને વેચવા સિવાય બીજું કંઈ સ્વપ્ન જ ન હોય .

જ્ઞાન ની મિશાલ કયારે અને કોના ઉપર ચલાવવી તેનું જ્ઞાન આપવામાં આવતું. જ્ઞાની મિશાલ ને સમાજમાં જલતી રાખવા માટે જીવન નું તેલ એમાં વાપરવામાં આવતુ. ગુરુ તત્ત્વ જ્ઞાની હતા, પરણેલા હતા, દરેકને પોતાનો સંસાર હતો. છતાં પણ હું મારું સંસાર કઈ રીતે ચલાવીશ એવું વિચાર્યા વગર શિષ્યો ને જ્ઞાન કઈ રીતે આપવુ તેનો વિચાર કરતા હતા. રાજા, મહારાજાઓ કે ધનિકો પાસે ભીખ માંગવા પણ ન જતા આ ગ્રરુ.

Education system of Ram period (Part-1)
Education system of Ram period (Part-1)

તપોવનમાં શ્રીમંત અને ગરીબ ને સરખા ગણવામાં આવતા હતા. તેમની સાથેનું વર્તન સમાન હતું તેથી કોઈ કોઈનો દ્વેષ ન કર તું.

ગરીબ બ્રાહ્મણ નો દિકરો અને ચક્રવર્તી રાજા નો યુવરાજ સાથે બેસીને ભણતા. ગરીબ અને અમીર બંનેને ના દીકરા ઓ જોડે એક જ પાછળની બેસીને સરખું ભોજન કરતા.

જીવનમાં જ્ઞાન માટે જિજ્ઞાસા અને વર્તનમાં નમ્રતા આવી હોય તેને જ આશ્રમમાં પ્રવેશ મળતો. જ્યારે ભૂખ લાગી હોય અને જમવા નું આપવામાં આવે ત્યારે તે જમવાનું મીઠું લાગે. તેવી જ રીતે મા-બાપ ઘરમાં પોતાના જ દિકરા ને શિક્ષણ ની ભૂખ જગાડતા અને પછી તેને તપોવનની ભૂખની તૃપ્તિ કરાવતા.

શિષ્યો પણ એટલો જ ભાવ ગુરુને આપતા કે જાણે તેમના અંદરની આત્મામાં જીવનલક્ષી જ્ઞાન મેળવવાની ખૂબ જ તૃપ્તિ હોય. ગુરુ પણ ખૂબ જ આનંદિત થતા આ શિષ્યોની જીવનલક્ષી જ્ઞાન મેળવવાની તૃપ્તિ જોઈને.

ગુરુ પણ એવા જ પ્રયત્ન કરતાં કે હું શિષ્યો ની અંદર આત્મીયતા, નમ્રતા અને પૂર્વજો ના વિષયમાં આદર વગેરે નો પુરો વિકાસ તેમના જ્ઞાનમાં સમાવેશ થાય તેવો પ્રયત્ન કરવામાં આવતો. તો શું વિચાર છે તમારો આ જીવનકાળ દરમ્યાન જ્ઞાન થી આત્મિક ગુણોનો વિકાસ થવો જોઈએ? વધુ આવતા અંકે…….

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: Ayushi Barvaliya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here