રામ કાળની શિક્ષણ વ્યવસ્થા (ભાગ-૨)

0
115

શિક્ષણ શબ્દ નો અર્થ થાય છે કે શિષ્ય ની અંદર સુષુપ્ત ગુણો અને શક્તિ જાગૃત કરવી. રામ કાળના તપોવન સમય માં શિષ્યો ને જીવન જરૂરિયાત સિવાય ની કોઇ સગવડો પૂરી પાડવામાં આવતી ન હતી આથી શિષ્યો નું ધ્યાન માત્ર ને માત્ર ગુરૂની સેવા કરવામાં અને પોતાની અંદર ની જિજ્ઞાસા વૃત્તિ બહાર લાવવા માં જ હતી. પરંતુ આજના સમયમાં બાળકો ને શિક્ષણ મેળવવા સિવાય મા-બાપ ઘણી બધી જીવન જરુરિયાત સિવાય ની વસ્તુ ઓ પૂરી પાડે છે આ સગવડ ના કારણે બાળકમાં આ જીવન લક્ષી શિક્ષણ નો અભાવ રહી જાય છે.

આ ઉપરાંત તપોવન સમયમાં જે શિષ્ય ને જીવન જરૂરિયાત ની વસ્તુ મળતી તે પણ તેઓ મહેનત કરીને મેળવતા. ગુરૂની આજ્ઞા થી તેઓ જંગલ માં લાકડાં પણ લાવતા , રસોઈ પણ જાતે બનાવતા , કપડા પણ જાતે જ ધોતા અને અન્ન પણ જાતે જ પકાવતા. અને અત્યાર ના આધુનિક યુગ માં જ્યારે બાળક મા બાપને કઈ જીવન જરૂરિયાત સિવાય ની વસ્તુ લાવવાનું કહે છે ત્યારે તે સમય ની રાહ ન જોતાં તરત જ તેને આપી દે છે માટે બાળકમાં એક વૃત્તિ નથી રહેતી કે હું મહેનત કરીને કંઈક માતા પિતાને આપુ, જેથી મારા માતા-પિતા ની સેવા કરી શકુ. બસ માત્ર આધુનિક યુગ નો બાળક એક પોતાની જીવન જરૂરિયાત ને પૂરી કરવા માટે અને પોતાના મોજશોખ માટે આ શિક્ષણ પ્રાપ્ત કરી અને તેનો દુરુપયોગ કરતું રહે છે. એનું કારણ એ છે કે તેને સાચા ગુરુની પ્રાપ્તિ જ નથી થતી.

આજ ના આધુનિક યુગમાં માતા-પિતા એવું વિચારે છે કે મારા દીકરા માં પૂરતા સંસ્કાર નો સંચય થાય આ માટે તે પોતાના બાળકને ગુરુકુળમાં મૂકે છે પરંતુ સાચી હકીકત તો એ છે કે ગુરુકુળમાં મૂકવાથી સાચા ગુરુની પ્રાપ્તિ નથી થતી. જરૂરી નથી કે પોતાના બાળક ને મા બાપ થી દૂર રાખીને સાચા ગુરુ ની પ્રાપ્તિ થઇ શકે અને સાચું શિક્ષણ મળી શકે. પરંતુ હકીકત તો એ છે કે ઘરમાં બેઠા પણ સાચું શિક્ષણ આપી શકાય પરંતુ જો ગુરુ એ જીવન લક્ષી જ્ઞાન આપવા વાળો હોય તો.

આશ્રમમાં તો જાતે રસોઈ કરવાની સાથે કપડાં ધોવાના, ભોજનમાં અતિશય મિતાહારી રહેવાનું થતું અને યોગ્ય તથા પોષકતત્વો થી ભરપુર સાત્વિક ખોરાક લેવાનો અને તે પણ દોઢ કલાકમાં રસોઈ કરી ખાઈ લેવાનું અને વાસણો સાફ કરી અભ્યાસ કરવા બેસવાનું. આમ ભોજનમાં ખમણ, ઢોકળા, પાતરા, ખાંડવી, પીઝા, બર્ગર, ફાફડા તથા જલેબી નો આનંદ મળતો ન હતો , પણ જ્ઞાન અને રમત નો આનંદ વિદ્યાર્થીઓ લેતા અને એનું વર્ણન રામાયણ માં છે . ગુરુ સાથે જ્ઞાન-ગમ્મત કરતા કરતા જ્ઞાન ની અનુભૂતિ કરતા. ગુરુ શિષ્યને એવી અનુભૂતિ ન કરાવતા તે જાણે તેઓ માતા-પિતાથી દૂર રહીને શિક્ષણ મેળવે છે. અર્થાત ગુરુ શિષ્ય ને માતા પિતા જેવો પ્રેમ આપતા.

Education system of Ram period (Part-1)
Education system of Ram period (Part-1)

તપોવનમાં ગુરુ શિષ્યને એવી રમતો રમાડતાં જેમાં શારીરિક મહેનત કરવી પડે. તપોવન મા બે જ વાતો ઉપર ધ્યાન આપવામાં આવતું. એક બ્રહ્મચર્ય વ્રત અને બીજું તીવ્ર બુદ્ધિ. તીવ્ર બુદ્ધિ એ જીવનનો વિકાસ કરે છે. જ્યારે શિષ્ય કોઈ પણ મુશ્કેલીમાં મુકાયું હોય ત્યારે તે પોતાની તીવ્ર બુદ્ધિ વડે તેનો હલ નીકળી શકે છે. આ ઉપરાંત તપોવનમાં એકબીજા સાથે હળી મળીને રહેવું, એકબીજા સાથે હળી મળીને જમવું તથા એકબીજા જોડે સુખ દુઃખ ની વાતો કરવી એવું શીખવાડવામાં આવતું. શિષ્ય પોતાના સ્વાર્થ વગર હંમેશા પોતાના કરતા વધારે આશા શિષ્ય ઉપર રાખતા કે મારો શિષ્ય જીવનમાં એક લક્ષ્યને સાંધી શકે.

સમયાંતરે ગુરુ શિષ્ય ની પરીક્ષા લેવા માટે સજજ થતાં હતા. શિષ્ય પણ ગુરુના આદરથી તે પરીક્ષા આપતા હતા. ગુરુ શિક્ષણ ની પરીક્ષા તે માટે કરતા હતા કે શિષ્ય નો કેટલો વિકાસ થયો છે તે જાણવા માટે. કયા શિષ્ય ઉપર વધારે ધ્યાન આપવું અને જેનો વિકાસ થયો હોય તેવા શિષ્યને આગળની કક્ષામાં લઈ જવા તેઓ ગુરુ નો ઉદ્દેશ હતો.

તપોવનમાં રહેતા શિષ્ય ને એવું શીખવાડવા માં આવતું ગુરુ દ્વારા કે બ્રહ્મચર્ય ને સ્થાન મળવું જોઈએ પણ આજે બ્રહ્મચર્યની સ્થાન નથી તેથી જ જ્ઞાન નું પણ ઠેકાણું નથી. વેદ એટલે જ્ઞાન અને બ્રહ્મચર્ય એટલે જ્ઞાન માટે લીધેલું વ્રત.

આજે ઉપભોગ ના સાધનોનો ખૂબ જ વધી ગયા છે જેથી પુત્ર અને પિતા એકબીજાના મોહમાં જ રહે છે. તેથી માતા પિતા શિષ્યને સારા શિક્ષણ અથવા જીવનલક્ષી શિક્ષણ માટે પોતાનાથી દૂર મોકલી શકતા નથી. પરંતુ પ્રાચીન કાળ માં આઠ વર્ષ નો થયા પછી છોકરા ને તપોવનમાં મોકલી દેવામાં આવતો હતો. ખોટા લાગણી વશ બનીને માતા-પિતા છોકરાને પાસે ન રાખતા. જો માતા-પિતા પુત્રને પોતાની સાથે રાખે તો તે પુત્ર હંમેશ નિર્બળ અને લાચાર રહે છે તેનું કારણ એ છે કે માતા-પિતા હંમેશા પુત્ર ને મહેનત ન કરવી પડે તે હેતુથી તેમનો આરામ જ માંગે છે. અને આરંભને માણસને શું બનાવે છે એ હકીકત છે. આથી પ્રાચીન કાળમાં માતા પિતા પુત્રનો મને છોડીને તેને આઠ વર્ષ બાદ પોતાના થી દુર ગુરુકુળ અથવા તપોવનમાં મોકલી દેતા.

તપોવનમાં સાધુ અને સસ્તુ જીવન જીવવાનું હતું. દરેકે સરખું રહેવાનું અને અમુક જ ખર્ચ કરવાનો. છતાં પણ તેઓ સ્વસ્થ રહીને રાજી ખુશી થી એકબીજા ના પ્રેમ ભાવ ને રાખીને જીવન જીવતા હતા. વિદ્યાર્થીઓ નો ગુરુ ઉપર જ એકનિષ્ઠ પ્રેમ હતો. ગુરુ જ્યારે ગુરુદક્ષિણા માંગતા ત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ મનમાં વિચાર લાવ્યા વગર તરત જ તે ગુરુ દક્ષિણા આપવા માટે સજ્જ થઇ જતા હતા.

આધુનિક યુગમાં વિદ્યાર્થી કોઈ પણ શાળામાં ધરતી કરે છે ત્યારે તેની પાસેથી ફી કરતા વધારે પૈસા લેવામાં આવે છે જેને કહેવાય છે” Donation”. આ શબ્દ જ અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ સમજાવી લે છે. અમીર ના છોકરા ને ઉચ્ચ સ્થાન અને ગરીબ ના છોકરા ને એને જ સ્થાન આપવામાં આવે છે. છતાં પણ ગરીબ ના છોકરાઓ સારી શાળામાં ભણે તેવી માતા-પિતા ની ઇચ્છા હોય છે તેથી જ તે આવું “Donation” આપી ને સારી શાળામાં ભરતી કરાવે છે. આવી શાળા માત્ર નામ ની જે શાળા છે અંદર કોઈ જ જીવન લક્ષી જ્ઞાન આપવામાં આવતું નથી.

પ્રાચીનકાળમાં જ્યારે શિષ્ય ગુરુ પાસે આવે છે ત્યારે તે માત્ર એક અણુ સ્વરૂપે હોય છે. ત્યારે તપોવન માં ગુરુ-શિષ્યની અનુમાન થી પરમાણુ સ્વરૂપ આપે છે. અર્થાત્ તેને જીવન લક્ષી જ્ઞાન થી ભરપૂર વિકાસ કરે છે. જ્યારે શિષ્ય તરુણ અવસ્થા માં આવી જાય એટલે કે તે જીવન લક્ષી જ્ઞાન શીખી જાય ત્યારબાદ તેને તપોવન ના આંગણા માંથી બહાર મુકવામાં આવે છે. આ આંગણા માંથી એ જ બહાર નીકળી શકે કે જે પોતાના જીવનમાં કંઈ નવું શીખ્યું હોય અર્થાત પોતાના જીવનને એક નાના સ્વરૂપ માંથી મોટું સ્વરૂપ ધારણ કર્યું હોય. મોટુ સ્વરૂપ એટલે સામાન્ય જ્ઞાન માંથી જીવન લક્ષી જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય. આ શિષ્ય આધ્યાત્મિક અને નૈતિક જીવન અપનાવવા વાળો બને છે. ગુરુ પાસે જ્ઞાન અને તે જ હોવાથી તેમની દ્રષ્ટિ પ્રેમ અને મંગલ મય રહેતી.

જેમ દેવની ઉપાસના કરતા હોય તેમ વિદ્યાર્થીઓ ગુરુ પાસેથી જીવન લક્ષી જ્ઞાન મેળવતા હતા. ગુરુ શિષ્યની આગળ જ્ઞાન ભંડાર ખુલ્લો કરી દેતા. શિષ્ય પોતાની આવડત પ્રમાણે એકનાં ભંડારમાંથી જ્ઞાન ને ગ્રહણ કરતા. તપોવનમાં ગુરુ-શિષ્યના પવિત્ર ભાવના થી રહેતા તેથી સંસ્કારી અને સુશીલ નાગરિકો થઈને બહાર પડતા. પ્રત્યેકમાં માનવ્ય ના ગુણો વિકસતા હતા. ગુરુ પોતે પોતાના શિષ્ય ને સાચું જીવન લક્ષી જ્ઞાન આપે છે કે નહીં તેના માટે ગુરુ પોતાની જાત ઉપર પણ પરીક્ષા કરતા હતા. આથી દરેક બહાર પડનારો શિષ્ય એક ગુણવાન, માતા પિતા પ્રત્યે આદર રાખનારો, ગુરુ ને પુજવા વાળો તથા સમગ્ર માનવ જાત માટે એક ઉદાહરણ બને તેઓ પોતાનું ચરિત્ર લોકોની સામે લાવતા. માતા-પિતા ગર્વથી કહી શકે કે મારું શિષ્ય ગુરુ પાસે જ્ઞાન લઈને આવ્યું છે. આથી સૌ માતા-પિતા માટે પોતાના શિષ્ય પ્રત્યે એક જ લાગણી હતી કે જીવન લક્ષી જ્ઞાન આપવા વાળો ગુરુ મારા શિષ્યને મળે. એક આજ્ઞાકારી પુત્ર જે માતા પિતાનો આદર કરે તેઓ આ આખું ચરિત્ર ગુરુ દ્વારા શિષ્યને મળતું. તેનું પરિણામ એ હતું કે માતા-પિતા પોતાના પુત્ર મોહને દૂર કરીને એક તપોવનમાં ગુરુ પાસે શિક્ષણ અપાવ્યું અને તેઓ જીવન લક્ષી મેદાનની અનુભૂતિ કરતા થયા. આમ પુત્ર મોહને ત્યાગીને માતા-પિતાએ ગુરુ પાસેથી એક તત્વજ્ઞાની, આધ્યાત્મિક અને ગુણવાન પુત્ર ની પ્રાપ્તિ કરી..

શું ભેદ હોઈ શકે તપોવનના શિક્ષણ અને આધુનિક શિક્ષણ વચ્ચે? વધુ આવતા અંકે….

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: Ayushi Barvaliya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here