14000 કરોડના રાહત પેકેજની જાહેરાત

વૈશ્વિક મહામારી કોરોના માં જયારે હવે થી ઉદ્યોગ – ધંધા પુનઃ શરુ થવા જઈ રહ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે 14 કરોડ નું એક મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં 100 યુનિટ સુધી વીજબીલ માફ, રોડ ટેક્સ માફ અને પ્રોપટી ટેક્સ પર 20% જેટલી રાહત આપવામાં આવી રહી છે.

CM રૂપાણીએ રાહત પેકેજની કરી જાહેરાત

 • 100 યુનિટ વીજબિલ માફ કરવામાં આવશે
 • 92 લાખ વીજ ગ્રાહકોને રૂ.650 કરોડની રાહત
 • વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી
 • નાના વેપારીઓને વીજબિલમાં 5 ટકા રાહત
 • ઓગસ્ટ મહિના સુધી વીજકર 15 ટકા જ લેવાશે
 • રીક્ષા, જીપ, ટેક્સીનો 6 મહિના સુધીનો રોડ ટેક્સ માફ
 • 63000 વાહનનો 6 મહિનાનો રોડ ટેક્સ સંપૂર્ણ માફ
 • ઉદ્યોગો માટે રૂ.768 કરોડની રાહત
 • ટેક્સટાઈલ ઉદ્યોગોને રૂ.450 કરોડની કેપિટલ સબસિડી
 • મેગા ઈન્ડસ્ટ્રીઝને રૂ.150 કરોડની કેપિટલ સબસિડી
 • 1200 કરોડનું GST રિફંડ જુલાઈ સુધીમાં ચૂકવાશે
 • GIDC માટે રૂ.450 કરોડ ફાળવાયા
 • એફોર્ડેબલ હાઉસિંગમાં રૂ.1000 કરોડની સબસિડી
 • 24 લાખ ખેડૂતોને શૂન્ય ટકા દરે કૃષિધિરાણ
 • રૂ.410 કરોડ સબસિડી રાજ્ય સરકાર ચૂકવશે
 • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયદીઠ રૂ.900
 • માછીમારોને સાધન ખરીદી માટે રૂ.200 કરોડ સબસિડી
 • 4 ટકાના દરે રૂ.2.50 લાખ સુધીની લોન અપાશે
 • ઈન્ટરેસ્ટ સબસિડી માટે રૂ.300 કરોડ ફાળવાશે
 • 2 ટકાના દરે 1 લાખ સુધીની લોન અપાશે
 • મહિલા સખી મંડળોને શૂન્ય ટકા દરે લોન
 • માનવ ગરીમા કલ્યાણ યોજનામાં 32000 લાભાર્થી
 • 25 કરોડ માનવ ગરીમા કલ્યાણ યોજના હેઠળ
 • આદિવાસી શ્રમિકને મકાન બનાવવા રૂ.35000ની સબસિડી
 • મકાન બાંધકામ માટે રૂ.350 કરોડની ફાળવણી
 • 20 નવા ધન્વંતરિ રથ, રૂ.25 કરોડની ફાળવણી
 • CM રાહત ફંડમાંથી 8 મનપાને 100 કરોડની ફાળવણી
 • કોવિડ – 19ના સંદર્ભે રૂ.100 કરોડની ફાળવણી
 • ST વિભાગને રૂ.120 કરોડની ફાળવણી

રૂ. 14000 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની વિસ્તૃત વિગતો

 • જો 31 જુલાઈ 2020 સુધી માં પ્રોપર્ટી ટેક્સ ચૂકવવામાં આવશે તો 10% ની માફી

2020-2021 પ્રોપટી ટેક્સ માં 20% સુધી ની માફી કરવામાં આવી છે. જેમાં પ્રોપટી ધારકે 31 જુલાઈ 2020 સુધીમાં આ પ્રોપટી ટેક્સ ચૂકવવાનો રેહશે. આ રાહત નો લાભ રાજ્યના લગભગ 23 લાખ વાણિજિયક એકમોને મળશે.

 • એક વખત માટે 100 યુનિટ નું વીજબીલ માફ

આશરે માસિક 200 યુનિટ કરતા ઓછું વીજ વપરાશકર્તાઓ ને એક વખત માટે 100 યુનિટ વીજબીલ માં રાહત આપવામાં આવી છે. આમ આશરે 92 લાખ વીજ વપરાશકર્તાઓ ને રાહત મળી શકે છે.

 • વાહન ચાલકોને રૂ. 221 કરોડ નો રોડ ટેક્સ માફ

દેશમાં ચાલી રહેલા લોકડાઉનના કારણે બસ , જીપ , ટેક્ષી વગેરે જેવા ધંધા ને ઘણી મોટી અસર ને કારણે રોડ ટેક્સ માફ કરવા માં આવ્યો છે. જે 1 એપ્રિલ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધી ના 6 માસ નો રોડ ટેક્સ માફ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે.

 • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
 • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here