ટ્રેન પાટા પરથી ઉતરી જવાની છે એવું ચાલતી ટ્રેનનાં પાટાઓનાં બદલાયેલા અવાજ પરથી જાણી લીધું , તેમની આગળ અંગ્રેજો પણ માથું નમાવતા હતા.

મૈસુરમાં જન્મેલા સર વિશ્વેશ્વરૈયાને વર્ષ 1955માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા, કિંગ જ્યોર્જ પંચમે બ્રિટીશ ઇન્ડિયન એમ્પાયરના નાઈટ કમાન્ડર તરીકે નવાજ્યા.

Find out on Sir Visvesvaraya's occasion Engineers Day.

તેમને કૃષ્ણરાજા સાગર ડેમ, મૈસુર યુનિવર્સિટી અને બેંક ઓફ મૈસૂર શરૂ કરવા માટે શ્રેય આપવામાં આવે છે.

પહેલા વિચારો, યોજના બનાવો ત્યારબાદ ખૂબી અને ખામીને સમજી કામ શરૂ કરો. આ ફિલોસોફી સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની છે. તેમણે એન્જિનિયરિંગ ક્ષેત્રે હાંસલ કરેલી ઉપલબ્ધિઓ ઈતિહાસમાં અમર થઈ છે. આજે તેમનો જન્મદિવસ છે, જેને એન્જિયનિયર્સ ડે સ્વરૂપે ઉજવવામાં આવે છે. સર મોક્ષગુંડમે તેમના સમયમાં હાંસલ કરેલી ઉપબ્ધિઓથી અંગ્રેજોના દાંત પણ ખાટા થયા હતા.

જે અંગ્રેજોએ મજાક ઉડાવી, તેમણે જ માફી માંગી

વિશ્વશ્વરૈયાના જીવનનો સૌથી રસપ્રદ કિસ્સો અંગ્રેજોથી જોડાયેલો છે. એક વાર તેઓ અંગ્રેજો સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. શ્વેત રંગ અને સામાન્ય દેખાવ હોવાથી વિશ્વશ્વરૈયાને અશિક્ષિત માની અંગ્રેજો તેમનો મજાક ઉડાવી રહ્યા હતા. જોકે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. ટ્રેનની ગતિ ઝડપી હતી અચાનક તેઓ તેમની સીટ પરથી ઊભા થયા અને ચેઈન ખેંચી. ટ્રેન રોકાઈ ગઈ.

Find out on Sir Visvesvaraya's occasion Engineers Day.

તેમના આસ કાર્યથી અન્ય લોકો તેમને ગમેતેમ બોલવા લાગ્યા હતા. થોડા સમય બાદ ગાર્ડના સવાલ પર તેમણે કહ્યું- મેં ચેન ખેંચી છે. મારુ અનુમાન છે કે આશરે 220 ગજના અંતરે રેલના પાટા ઉખડી ગયા છે. ગાર્ડે પૂછ્યું તમને કેવી રીતે ખબર. તેમણે જવાબ આપ્યો, સફર દરમિયાન તેમને અહેસાસ થયો કે ટ્રેનની ગતિમાં ફરક આવ્યો છે અને પાટા તરફથી આવી રહેલા અવાજમાં પણ ફેરફાર થયો છે. તેમની વાતની પુષ્ટિ કરવા માટે ગાર્ડ કેટલાક અંતર સુધી ચાલીને ગયો અને ચોંકી ગયો. તે જગ્યા પર પાટાના નટ-બોલ્ટ વિખેરાયા હતા. વાસ્તવિકતા જોઈ અંગ્રેજો ચોંકી ગયા અને તેમણે સર પાસે માફી માગી.

એકમાત્ર એન્જિનિયર જેમણે 75 ફૂટ ઊંચી સીડી પર ચઢવાની હિંમત કરી

એક વખત દેશના કેટલાક એન્જિયર્સને અમેરિકા મોકલવામાં આવ્યા, જેથી તેઓ ત્યાંની ફેક્ટરીઓનું વર્કિંગ સમજી શકે. ફેક્ટરીના એક ઓફિસરે કહ્યું જો મશીનને સમજવા માગો છો તો 75 ફૂટની ઊંચી સીડી પર ચઢવું પડશે.

આટલી ઊંચી સીડી જોઈ તમામ એન્જિનિયર્સે પીછે હઠ કરી, પંરતુ તે સમૂહમાં સૌથી વધારે વય ધરાવતા ડૉ. મોક્ષગુંડમે કહ્યું, હું જોઈશ. તેઓ સીડી પર ચઢ્યા અને મશીન જોયું. તેમના પછી 2 એન્જિનિયર્સે આ સાહસ કર્યું. તેમનું સાહસ જોઈ અમેરિકાની ફેક્ટરીમાં લોકોએ તેમને ખૂબ વખાણ કર્યા હતા.

ડૉ. મોક્ષગુંડમનું 102 વર્ષની વયે અવસાન થયું. તેમની ઉંમરના આ તબક્કે પણ, તેઓ છેલ્લા સમય સુધી એક્ટિવ રહ્યા. એકવાર જ્યારે તેમને આટલા લાંબા સમયનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો – જ્યારે વૃદ્ધાવસ્થા મારા દરવાજે ખખડાવે છે, ત્યારે હું અંદરથી જ જવાબ આપું છું કે વિશ્વેશ્વરૈયા ઘરે નથી. પછી તે નિરાશ થઈને પરત જતી રહે છે. વૃદ્ધાવસ્થા સાથે મારી મુલાકાત જ નથી થતી તો તે મારી પર તેનું વર્ચસ્વ કેવી રીતે જમાવી શકે.

આ કારણોસર કર્ણાટકના ભાગીરથ કહેવાયા

ડૉ. મોક્ષગુંડમને કર્ણાટકના ભગીરથ તરીકે પણ ઓળખવામાં આવે છે. માત્ર 32 વર્ષની ઉંમરે તેમણે સિંધુ નદીમાંથી પાણી સુકકુર ગામમાં પહોંચાડવાનેક પ્લાન બનાવ્યો. બધા એન્જિનિયર્સને તે યોજના ગમી. તેમણે ડેમમાંથી પાણીના પ્રવાહને રોકવા માટે સ્ટીલના દરવાજા બનાવ્યા, જેની બ્રિટિશ અધિકારીઓ દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી હતી. આજે પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે. વિવેશ્વરૈયાએ મૂસા અને ઇસા નામની બે નદીઓના પાણીને બાંધવા માટે પણ એક પ્લાન તૈયાર કર્યો. ત્યારબાદ તેમની મૈસુરના ચીફ ઇજનેર તરીકે નિમણૂક કરવામાં આવી.

ડૉ. મોક્ષગુંડમની સિદ્ધિઓ

ડૉ. મોક્ષગુંડમના નામે ઘણી સિદ્ધિઓ છે. તેમાં કૃષ્ણરાજસાગર ડેમ, ભદ્રાવતી આયર્ન અને સ્ટીલ વર્કસ, મૈસુર સેન્ડલ ઓઇલ અને સોપ ફેક્ટરી, મૈસુર યુનિવર્સિટી, મહારાણી કોલેજ, બેંક ઓફ મૈસૂર વગેરે જેવી આ સિદ્ધિઓ સામેલ છે. ભારતમાં એક મોટી સુગર મિલ સ્થાપવા ઉપરાંત તેમણે ઘણા મોટા બાંધકામો પણ કર્યા છે.

Find out on Sir Visvesvaraya's occasion Engineers Day.

વર્ષ 1912માં જ્યારે મૈસૂરના મહારાજે તેમને તેમના મુખ્યમંત્રી જાહેર કર્યા ત્યારે તેમણે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યું. તેમના કાર્યકાળ દરમિયાન શાળાઓની સંખ્યા 4500થી વધીને 10,500 થઈ ગઈ. બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને મુંબઇમાં પ્રીમિયર ઓટોમોબાઈલ ફેક્ટરી પણ તેમની જ મહેનતનું પરિણામ હતું.

મૈસુરમાં જન્મેલા સર વિશ્વેશ્વરૈયા 12 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. ચિકબલ્લાપુરથી પ્રારંભિક અભ્યાસ કર્યા પછી તો બી.એ.ની ડીગ્રી માટે બેંગલુરુ ગયો. વર્ષ 1881માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેમણે પૂણેની એન્જિનિયરિંગ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here