“જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો અને સુખ નો એક કોથળો ભરાય જાય તેનું નામ મિત્ર”

ફ્રેંડશીપ ડૅ ની ઉજવણી દર વર્ષે ઓગસ્ટ મહિના ના પ્રથમ રવિવારે કરવામાં આવે છે.મિત્રતા દર્શાવવા માટે દિવસ સમર્પિત કરવાની આ પરંપરા યુએસ માં ૧૯૩૫ ના રોજ શરૂ થઇ હતી. ધીરે ધીરે આ તહેવાર ની લોકપ્રિયતા વધતી ગઈ અને આજે ભારત સહીત ના ઘણા બધા દેશો માં મિત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસ ની પાછળ કોઈ મોટી માન્યતા નથી. જે રીતે આપણે બધા જાણીએ છીએ કે મિત્રતા એ એક ખુબ જ અનમોલ, નિસ્વાર્થ અને કિંમતી સબંધ છે.જેને આપણે વ્યાખ્યાયિત કરવા માટે આ દિવસ ની ઉજવણી કરીએ છીએ,અને વધુ માં પૌરાણિક કથાઓ અને ઘણી લોકકથાઓ માં ઘણા દાખલાઓ છે જે બતાવે છે કે આ સંસ્કારી વિશ્વ ની શરૂઆત થી જ મિત્રો અને તેમની મિત્રતા ને મહત્વ આપવામાં આવે છે.

આપણા સૌ ના જીવન માં દરેક સબંધ ખુબ જ મહત્વ ના હોય છે.પરંતુ તે બધા સબંધો માં મિત્રતા જ એ એક એવો અનમોલ સબંધ છે કે જેને આપણે ક્યારેય પણ સંપૂર્ણ પણે વ્યાખ્યાયિત કરી શકતા નથી, અને તે જ વસ્તુ ને ધ્યાન માં લઇ ને આ દિવસ ને મિત્રો અને તેમની મિત્રતા ને દર્શાવવા માટે સમર્પિત કરવામાં આવે છે.

1935 માં યુએસ ની કોંગ્રેસે રાષ્ટ્રીય મિત્રતા તરીકે ઓગસ્ટ મહિના નો પ્રથમ રવિવાર જાહેર કર્યો.ત્યારથી રાષ્ટ્રીય મિત્રતા દિવસ ની ઉજવણી વાર્ષિક પ્રસંગ બની.

મિત્રતા એ એક એવો સબંધ છે કે જેમાં તમે જન્મતા ની સાથે નથી બંધાતા પણ જેમ જેમ તમે મોટા થતા જાઓ છો તેમ તેમ તમે નવા મિત્રો બનાવો છો. સમય જતા તે મિત્રતા ખુબ જ મજબૂત બનતી જાય છે, તેમજ અંતે તે એક સુંદર પરિવાર માં પરિવર્તિત થઇ જાય છે.

લોકો સાથે ની મિત્રતા ના આ સુંદર સબંધ ને માન આપવાનો આ ઉમદા વિચાર એ એક ટૂંક સમય માં “ફ્રેંડશીપ ડૅ” તરીકે ખુબ લોકપ્રિય તહેવાર બની ગયો.

Friendship Day (જાણો શા માટે ફ્રેન્ડશીપ ડે ના દિવસે આપણા મિત્રો ને આપણે બેલ્ટ પેહરાવીએ છીએ. તેમજ મિત્રોનું મહત્વ સુ છે આપણા જીવન માં.)

મિત્રતા ની મહત્વતા:-

“દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હશે….! હાથ ફેલાવી ને હૈયું આપી દે એ મિત્ર”. મિત્રતા ખરેખર કોઈ પણ વ્યાખ્યા માં બંધબેસતી જ નથી. મિત્રતા એ એક એવો સબંધ છે કે જેને શબ્દો થી વર્ણવી શકતો નથી. મિત્ર એ કઈંક કહેવા થી સમજે એ નહિ પરંતુ કીધા વગર જ આપણ ને સમજી જાય તે જ સાચો મિત્ર. જયારે પણ આપણે કોઈ મૂંઝવણ માં હોઈએ કે કોઈ ખોટા વિચાર માં હોઈએ અને આપણને કહે કે ‘ હું છું ને તારી સાથે, થઇ જશે બધું સરખું ‘ આ છે સાચી મિત્રતા.

જયારે આપણે કોઈ મૂંઝવણ માં હોઈએ અને મિત્ર કોઈ પણ પ્રકાર ના સ્વાર્થ વિના આપણ ને સાચી સલાહ આપે એ છે ‘સાચી મિત્રતા’. મિત્રો તે છે કે જયારે આપણું મગજ કોઈ ખોટા વિચારે ચડ્યું હોય તો આપણા મિત્રો આપણ ને કોઈ પ્રવૃત્તિ કરી ને અથવા તો કોઈ પણ પ્રકાર ના આડા-અવળા જોક્સ નો પ્રયોગ કરી ને આપણા ચહેરા પાર સ્મિત લાવે છે. આ ખરાબ સમય માં મિત્રતા એ એક હાસ્ય નું કારણ બની ને છલકે છે. તેથી જ મિત્રતા એ ચિંતા મુક્તિ નું બીજું કારણ છે.

સાચો મિત્ર સુખ-દુઃખ અને કોઈ પણ કપરી પરિસ્થિતિ માં જયારે તમને તેમની સૌ થી વધારે જરૂર હોય ત્યારે તે હંમેશા તમારી હાજર હોય છે .જયારે દુનિયા તમારો સાથ નથી આપતી ત્યારે એક સાચો મિત્ર સાથ આપે છે. સાચી મિત્રતા એ છે કે જયારે તમે સાચા હોવ છો ત્યારે તે બધા ની સાથે લડી ને પણ તમારી સાથે ઉભો રહે છે, અને જો તમે કોઈ ખોટા રસ્તા પર જતા હોવ ત્યારે એ તમને ટોકી ને અને સમજાવી ને પણ સાચા રસ્તે લાવે છે. તેથી આપણા જીવન માં મિત્રતા નું મહત્વ કોઈ પણ વર્ણન થી બહાર છે. મિત્રતા વિના નું જીવન અર્થવિહીન હોય છે.

Friendship Day (જાણો શા માટે ફ્રેન્ડશીપ ડે ના દિવસે આપણા મિત્રો ને આપણે બેલ્ટ પેહરાવીએ છીએ. તેમજ મિત્રોનું મહત્વ સુ છે આપણા જીવન માં.)

“તમે તમારા થી ખોવાઈ જાવ ત્યારે તમને શોધવા માં તમારી જે મદદ કરે તે સાચો મિત્ર”

6 મહત્વ ના કારણો કે શા માટે મિત્ર આપણા માટે મહત્વ ના છે:

1. આપણ ને ખરાબ સમય માં ટેકો આપે છે.

– દરેક વ્યક્તિ જીવન માં કેટલાક મુશ્કિલ તબક્કાઓ માંથી પસાર થાય છે.તે સમય દરમિયાન તમને રડવા માટે એક ખભા ની જરૂર હોય છે.અને આપણા જીવન માં મિત્રો જ તે સહારો બની શકે છે.

તેઓ તમારી નકામી વાતો સાંભળવા માટે તૈયાર હશે. અને તમારા હૃદય ને હળવું રાખવા તમે જે કઈ પણ બોલશો એ સ્વીકારશે. તેઓ તમને તમારા મુશ્કેલ સમય માંથી કેવી રીતે પસાર થવું તે અંગે ની સલાહ આપવા માટે હંમેશા હાજર રહેશે. અને જયારે તમે મુશ્કિલ સમય માં હોવ ત્યારે તે તમારી પ્રત્યે દયા-ભાવના બતાવે છે.

તમારો એ છે કે જે તમારા કોઈ પણ સાચા-ખોટા સમય માં પણ તમને સકારાત્મક ઉર્જા આપી ને તમારો સહારો બને.

” મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલ થી વખાણ કરે એને જ સાચો મિત્ર કહેવાય…..!”
2. જીવન ની ગુણવતા સુધારવા માં મદદ કરે:-

– મિત્રો વગર નું જીવન કેવું હશે તેની કલ્પના જ કરો, તમારી પસંદ ની ટીમ માટે તમારી સાથે તમને ઉત્સાહિત કરવા માટે કોઈ નહિ હોય, જયારે તમારી પાસે કરવાનું ન હોય ત્યારે તમારી સાથે ફરવા માટે કોઈ નહિ હોય. પરંતુ જો તમારી પાસે એક મિત્ર હશે તો તે તમારા કંટાળાજનક દિવસો આનંદ થી ભારે છે.

એકંદરે, તે તમને તમારા જીવન નો અર્થ સમજાવે છે. મિત્રો સાથે તમે મોટે થી હસી શકો છો, જે તમને સ્ફૂર્તિલા અને સ્વસ્થ બનાવે છે. તે તમારી હતાશા ને દૂર કરવામાં મદદ કરે છે. અને તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે.

3. તમને સક્રિય રાખે:-

– મિત્રો કોઈ પણ સમયે તમને સાથ આપે છે. તે તમને ખરાબ પરિસ્થિતિ અને ખરાબ સમય માંથી બહાર લાવી શકે છે. મિત્રો આપણ ને મુશ્કેલ સમય માં સહારો આપી ને સુંદર વિચારો તરફ દોરે છે. જયારે તમારી પાસે કોઈ મિત્રો ન હોય ત્યારે તમારે ઘર માં વીડિયો ગેમ્સ રમી ને અને ટીવી જોઈ ને તમારો સમય પસાર કરવો પડે છે. પરંતુ જો તમારી પાસે મિત્રો હશે તો તમે તેમની સાથે બહાર ક્લબ્સ અને અન્ય સ્થળો ની મુલાકાત લઇ ને તમે તમારો સમય પસાર કરી શકો છો.

Friendship Day (જાણો શા માટે ફ્રેન્ડશીપ ડે ના દિવસે આપણા મિત્રો ને આપણે બેલ્ટ પેહરાવીએ છીએ. તેમજ મિત્રોનું મહત્વ સુ છે આપણા જીવન માં.)

4. એકબીજા સાથે તેમની રહસ્યમય વાતો કરવી:-

– આપણા બધા ના જીવન માં કેટલાક ઘેરા રહસ્યો હોય છે. અને મિત્રો એ રહસ્ય બેન્ક જેવા હોય છે, જ્યાં તમારા રહસ્યો એકદમ સુરક્ષિત રહે છે. તમે તમારા મિત્રો સાથે તમારા પ્રથમ ક્રશ, કૌટુમ્બિક સમસ્યાઓ અને અન્ય ઘણી બધી વસ્તુ ઓ વિષે વાત કરી શકો છો. તમે ફક્ત તમારા મિત્રો સાથે તમારા હૃદય ને શુદ્ધ કરી શકો છો.

5. કમ્ફર્ટ ઝોન:-

– જયારે તમે તમારા મિત્રો સાથે હોવ ત્યારે તમારી જાત સાથે ખુલે થી જીવી શકો છો. અને તમારા મિત્ર ને કઈ ફરક પડતો નથી કે તમારો દેખાવ કેવો છે, તમે શું પહેર્યું છે, તમે મેક-અપ કર્યો છે કે નહિ. તમે જેવા છો તેવા જ તમને અપનાવી ને તમને તેઓ પ્રેમ કરે છે.તેઓ એ તમને તમારી ખરાબ પરિસ્થિતિ ઓ માં જોયા છે, અને તેઓ તમને અંદર થી ઓળખે છે. તેઓ તમારી નબળાઈ, ભૂલો,ખરાબ ભૂતકાળ બધું જાણતો હશે તો પણ તમારો સાથ આપશે. તેથી તમારે તેમની સામે દેખાવ કરવાની કોઈ જરૂર નથી. જયારે તમે તમારા મિત્રો સાથે હોવ ત્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોન માં હોવ છો.

” દોસ્તી લોહી નો સબંધ નથી.
દોસ્તી દિલ નો સબંધ છે.
કોઈ ને ન કરી શકાય એવી
વાત જેને કહી શકાય એ દોસ્ત છે.
જેની સાથે હસી શકાય એ નહિ, પણ જેની સામે
રડી શકાય એ મિત્ર છે.આવા મિત્રો
જિંદગી માં હોય તો જ જિંદગી જીવવા જેવી
લાગે છે.”
6. શરત વગર નો પ્રેમ:-

– આપણો પરિવાર આપણ ને પ્રેમ કરે છે, કારણ કે આપણે તેમનું લોહી છીએ. પરંતુ મિત્રો આપણ ને આવી કોઈ પણ સ્થિતિ વિના પ્રેમ કરે છે. બદલા માં કઈ પણ અપેક્ષા રાખ્યા વિના તેઓ તમને બિનશરતી પ્રેમ આપે છે. જયારે પણ તમને તમારા મિત્ર ની જરૂર હોય ત્યારે તે ગમે તે પરિસ્થિતિ માં તમારી બાજુ માં રહેશે.તમારા માટે તમારા મિત્ર સાથે વિતાવેલો તમારો અમૂલ્ય સમય તમારા જીવન નો સૌથી યાદગાર સમય બની ને રહે છે.

” દોસ્તી એટલે એવા સબંધ કે જ્યાં ભગવાન પણ પૂર્ણવિરામ નથી મૂકી શકતા..”

મિત્રતા ના આંતરરાષ્ટ્રીય(ફ્રેંડશીપ ડૅ) દિવસે લોકો શું કરે છે?

ફ્રેંડશીપ ડે જ્યાં પણ ઉજવવા માં આવે છે. ત્યારે ઉજવણી ઓ ખુબ સમાન હોય છે. મિત્રો એકબીજા ને મળે છે અને સમય પસાર કરે છે. તેઓ ભેગા મળી ને ઘરે જમે છે, અથવા તો બહાર જાય છે. અને તેઓ એકબીજા ને પુસ્તકો, ફૂલો, અને ફ્રેંડશીપ બેલ્ટ એક ભેટ સ્વરૂપે આપે છે.

Friendship Day (જાણો શા માટે ફ્રેન્ડશીપ ડે ના દિવસે આપણા મિત્રો ને આપણે બેલ્ટ પેહરાવીએ છીએ. તેમજ મિત્રોનું મહત્વ સુ છે આપણા જીવન માં.)

કેટલાક લોકો એકબીજા ને કાર્ડ્સ દ્વારા અને ઓનલાઇન શુભેચ્છા ઓ પાઠવે છે.અને તેઓ મિત્રો નું મહત્વ સમજે.

“જેની હાજરી માં વગર મહેલે દરબારો યોજાય,
યોજનો દૂર હોવા છતાં એક વેંત દૂર લાગે, જેના કડવા વહેણ પણ,
મીઠાઈ ના ડબ્બા જેવા લાગે, એ ખભા ઉપર ફક્ત હાથ મૂકે,
અને દુઃખ ચપટી વગાડી દૂર ભાગી જાય,
એના જેવું કોઈ હળવું નહિ અમે એના જેવું કોઈ માથાભારે નહિ,
લખવા બેસું તો પાના ના ખૂટે,
આ મિત્ર શબ્દ કઈ ચાર લાઈન માં ના સમાય,
“મિત્ર” એટલે એક વિશાળ “પૃથ્વી”

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here