Friendship Day શું છે? Friendship Day શા માટે ઉજવવામાં આવે છે?

  1. ઘણા લોકો Friendship Day મનાવે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે Friendship Day આપણે શા માટે ઉજવીએ છીએ તો આપણે આજે જાણીએ આના વિષે કે આપણે શા માટે ઉજવીએ છીએ Friendship Day!! કોઈએ કહ્યું છે કે “મિત્રો વિના જીવન અધૂરું છે” કારણ કે મિત્રતાએ લોહીનો સંબંધ નથી પણ તેનો સંબંધ પારિવારિક સંબંધથી ઓછો પણ નથી.

Friendship-Day

આપણે જોઈએ છીએ તેમ ભારત તેમજ વિશ્વના ઘણા દેશોમાં હાલના સમયમાં Friendship Day ઉજવવામાં આવે છે તો આપણે જાણીએ કે શું છે તેનું મહત્વ!! સામાન્ય રીતે આ દિવસને રવિવારે માનવમાં આવે છે તેથી તમામ ઉંમર ના લોકો તેમના મિત્રો સાથે મળીને આ દિવસને વધુ ખાસ બનાવે છે.

સમગ્ર વિશ્વમાં પ્રથમ Friendship Day 1958 ના રોજ યોજવામાં આવ્યો હતો આપણે Friendship Day ની ઉજવણી આટલા માટે કરીએ છીએકે આ દિવસે આપણે આપના મિત્રો ને ખાસ ફિલ કરવી સકિએ કે તેઓનું આપણાં જીવનમાં કેટલુ મહત્વ છે! આ દિવસે લોકો એકબીજાનો પ્રેમ, લાગણી, અને તેમનો સંબંધ પોતાના મિત્રો સાથે વ્યક્ત કરે છે!

Friendship Day કઈ રીતે ઉજવામાં આવે છે?

આ દિવસે એક મિત્ર બીજા મિત્રને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે. તો કેટલાક મિત્રો સાથે મળીને આ દિવસ ને ઉજવા માટે સ્પેશિયલ ટી-શિર્ટ્સ પણ બનાવડાવે છે તો કેટલાક મિત્રો સાથે મળીને ક્યાક બાર ફરવા પણ જાય છે તો કેટલાક મિત્રો દૂર હોય તો એક બીજાને મેસેજ કરીને પણ શુભેચ્છાઓ પાઠવે છે. આમ જોવા જઈએ તો મિત્રતા માટે તો બધા દિવસ સમાન હોય છે પરંતુ આ દિવસ એ એક વિશેષ હોય છે આ દિવસે ઘણા મિત્રો આવા હોય છે કે જે સામના અભાવે પોતાના જ મિત્રોને મળવામાં અસમર્થ હોય છે પરંતુ એવા મિત્રો પણ આ દિવસે પોતાના મિત્રોને મળવા આવે છે અને જો કોઈ મિત્રો વચ્ચે વાદ-વિવાદ હોય તો પણ માટી જાય છે.

Friendship-Day

Friendship Day ક્યારે માનવમાં આવે છે!?

Friendship Day સમગ્ર વિશ્વમાં દર વર્ષે ઓગસ્ટના પ્રથમ રવિવારે ઉજવવામાં આવે છે વર્ષ 2019 માં 4 ઓગસ્ટે Friendship Day ની ઉજવણી કરવામાં આવી હતી એ જાણવું જરૂરી છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 30 મી જુલાઈએ વર્લ્ડ Friendship Day ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ભારત સહિત વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં Friendship Day ની ઉજવણી કરવાનો સમય ચાલે છે આમ જોવા જઈએ તો વિશ્વના બધા દેશોમાં Friendship Day મનાવણી રીત અલગ અલગ હોય છે.

Friendship-Day

Friendship Day ની ઉજવણીનો ઇતિહાસ!!

Friendship Day ની ઉજવણી સૌ પ્રથમ 1958 માં શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત પરાગ્વેમાં એક દિવસ આંતરરાષ્ટ્રીય Friendship Day તરીકે ઉજવવામાં આવ્યો હતો પણ તે સમયે Friendship Day ની ઉજવણી કરવાની રીત અલગ હતી. એક વાર 1935 માં, અમેરિકન સરકાર દ્વારા તેની સજા માટે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ મરી ગયેલા વ્યક્તિના મિત્રને આ ઘટનાથી ભારે દૂ:ખ થયું અને તેણે આત્મહત્યા પણ કરી હતી અને મિત્રની યાદમાં આપવામાં આવેલ આ બલિદાનને કારણે સરકારે ઓગસ્ટના પહેલા રવિવારને Friendship Day તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એ દિવસથી Friendship Day ની ઉજવણી કરવામાં આવી રહી છે અને હાલના સમયમાં ફક્ત પશ્ચિમી દેશો જ નહીં પરંતુ એશિયાના અન્ય દેશોમાં પણ Friendship Day ની ઉજવણી કરવામાં આવે છે.

Friendship-Day

દરેક માટે Friendship Day આટલો મહત્વનો કેમ હોય છે!?

Friendship Day આપણે એવ લોકોના માટે મનાવીએ છીએ જે મિત્રો આપની ખરાબ પરિસ્થિતી માં પણ આપણાં સાથે હોય છે આપણાં એવ મિત્રોકે જેમની જોડે આપણે સારી રીતે મળી સકીએ છીએ અને આપની કોઈ પણ પર્સનલ પ્રોબ્લેમ એમને જણાવી શકીએ છીએ આપના એવ મિત્રો કે જે આપણાં ખરાબ સમયમાં આપનો સાથ આપવા ઉપરાંત આપણાં માટે ભગવાનને પ્રાર્થના પણ કરે છે અને આપણાં દરેક સુખ-દૂ:ખમાં પણ આપનો સાથ કાયમ ને માટે આપે છે એવા મિત્રો જે આપણામાં વિશ્વાસ કરે છે જ્યારે આપણે ખુદ પણ આપણી જાત પર વિશ્વાસ કરી શકતા નથી સાચા મિત્રો જ આપણને જીવવાનું શીખવે છે અને આવા મિત્રોની સાથે રહીને આપણા ચહેરા પર હમેશને માટે ખુશી આવી જાય છે.

આમ જોવા જઈએ તો આપણે ભગવાન નો ખૂબ આભાર માનવો જોઈએ કે તેમણે આપણને મિત્રતા જેવા ખૂબજ અદ્ભુત સંબંધનો અનુભવ કરાયો છે. એ લોકો હંમેશા ખૂશ જ હોય છે જેમના જોડે મિત્રો હોય છે. ખરેખર મિત્રતા એ કોઈ લોહીનો સંબંધ નથી તેમ છતાં પણ લોકો આ સંબંધને ખૂબજ દિલ થી નિભાવે છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.