આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં જીવલેણ ગેસ લીક થવાથી ત્યાં પ્રાઈવેટ કંપનીના 2 કર્મચારીઓનું મોત.

આ ઘટના મંગળવાર સવારે વિશાખાપટ્ટનમની સેનર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડમાં થઈ હતી એની પહેલા શનિવારે કુર્નૂલમાં એક પૂર્વ સાંસદની કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક થયો હતો.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં મંગળવારે સવારે એક ફેક્ટરીમાં ગેસ લીક થયો અને આ ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા છે તો ત્યાના 4 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઘટના સેનર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં થઈ હતી અહીં બેન્જીમિડેલોજ ગેસ લીક થયો હતો પોલીસના જણાવ્યા મુજબ જે-જે લોકોના મોત થયા છે તેઓ સાઈટ પર હાજર હતા બાકી બીજી કોઈ જગ્યાએ ગેસ ફેલાયો નથી અને ત્યારબાદ તરતજ ત્યાંની સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.

અંદાજે બે મહિનામાં આ ત્રીજી વખત ગેસ લીક થવાની ઘટના થઈ છે 8 મેના રોજ વિશાખાપટ્ટનમમાં એક ફેક્ટરીમાં ગેસ લીક થવાના કારણે અંદાજે 11 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ને હોસ્પિટલ માં પણ દાખલ કરવામાં આવ્યા હતા તો ઘણા લોકો ને બીજી સ્વાસ લેવાની ને એવી બધી નાની મોટી તકલીફ ઊભી થઈ હતી. ત્યારપછી આ મહિનાની 27 તારીખે કુર્નૂલમાં પણ એક ઘટના થઈ હતી જેમાં કંપનીના મેનેજરનું મોત થયું હતું.

કુર્નૂલ જિલ્લાના નંધાલ શહેરમાં એસપીવાઈ એગ્રો કેમિકલ ફેક્ટરીમાં 27 જૂને અમોનિયા ગેસ લીક થવાના કારણે એક મેનેજરનું મોત થયું હતુ અને ત્રણ મજૂરોની તબિયત ખરાબ થઈ હતી ઘટના સમયે ફેક્ટરીના કુલ 5 લોકો હતા અને આ ફેક્ટરી સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ એસપીવાય રેડ્ડીની છે જે નંદી ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયર કંપની છે.

8મેના રોજ વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામની એક કેમિકલ ફેક્ટરીથી સ્ટાઈરીન ગેસ લીક થવાના કારણે 11 લોકોના મોત થયા હતા તેમાં બે બાળકો પણ સામેલ હતા ગેસ એલજી પોલિમર્સ પ્લાન્ટમાંથી લીક થયો હતો સ્ટાઈરીન ગેસનો ઉપયોગ પ્લાસ્ટિક, ફાઈબર ગ્લાસ, રબર અને પાઈપ બનાવવા માટે થાય છે ગેસની અસર પ્લાન્ટની આજુ બાજુ 3-4 કિમી સુધી જોવા મળી હતી પોલીસને અંદાજે 50 લોકો રસ્તા ઉપર જ બેભાન જોવા મળ્યા હતા.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here