જગતમાં મનુષ્ય ની સૌથી મોટી દુર્બળતા શું હોય છે…. વિચારો…. મન, પ્રેમ, અહંકાર??? આ બધું અમુક અંશે તો છે જ પરંતુ મનુષ્ય ની સૌથી મોટી દુર્બળતા હોય છે એના રહસ્ય. ચાહે તમે કેટલા પણ શક્તીશાળી કેમ ના હોવ, ગમે તેટલા પ્રબળ કેમ ના હોવ પણ આ રહસ્ય એ એના નાશ ની ચાવી હોય છે. એટલે જો તમારે પ્રબળ રહેવું હોય, શક્તિશાળી રહેવું હોય તો તમે તમારા રહસ્યો ને કોઈને પણ ના કહો. ના તો મિત્ર ને અને ના તો શત્રુ ને. કારણકે ક્યા સમય પર કયો મિત્ર શત્રુ બની જાય એ કહેવું સંભવ નથી. વિભિષણ ને રાવણના અમૃતકુંડ નું જ્ઞાન હતું. એટલે જ ભગવાન શ્રી રામ રાવણનો વધ કરવામાં સફળ થયાં હતા. એટલે આ જ ઉચિત છે કે તમે તમારા રહસ્યોને પોતાના સુધી જ સીમિત રાખો.

મનુષ્ય જીવન ની પરીક્ષા માં સફળ થવા માટે શું નથી કરતો?…. એ પરિશ્રમ કરે છે, દોડ ભાગ કરે છે અને આ બધું કર્યા પછી જયારે એનું કામ નથી બનતું તો એ નકલ કરે છે. હેને???……… જરાં પોતાના બાળપણ તરફ વળો તો, સ્મરણ કરો તો પોતાના બાળપણ ની સ્મૃતિ ઓને….. શું સ્મરણ થયું?? …. વિદ્યાલય માં તમે જયારે પરીક્ષાખન્ડ માં પરીક્ષા આપવા બેસતાતા ત્યારે શું થતું હતું? કોઈને કોઈ તો સફળતા પામવા માટે નકલ કરતું જ હોય. અને ઉતીર્ણ પણ થઇ જતું હતું. હેને??…. પરંતુ જીવન ની પરીક્ષા એવી નથી હોતી. નકલ કરવા વાળો સફળ નથી થઇ શકતો. કારણ????…… કારણકે વિદ્યાલય માં તો પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર બધાં વિદ્યાર્થી ઓ માટે સરખો જ હોય છે પરંતુ જીવનમાં …… જીવનમાં બધાં પ્રશ્નો, એની કઠણાઈઓ એ પ્રત્યેક વ્યક્તિ માટે અલગ હોય છે. તો અવશ્ય એના ઉત્તર પણ પ્રત્યેક વ્યક્તિ માટે ભિન્ન જ હશે. અર્થાત.. જો જીવનમાં સફળ થવું હોય તો કોઈ વ્યક્તિ ની નકલ ના કરો અને પોતાના પ્રશ્નો નો ઉત્તર જાતે ગોતો. અને સફળતા એ ખૂબ જ જલદી તમારી સામે પ્રત્યક્ષ થાશે.

મનુષ્યનું જીવન હાર અને જીત, વિજય અને પરાજય તથા સફળતા અને અસફળતા વચ્ચે ઝુલતું રહે છે. તમારી સાથે પણ એવું થતું હશે. હેને??…. જયારે તમે કોઈ ચુનોતી ઉપર વિજય પ્રાપ્ત કરો છો તો મન અતિ પ્રસન્ન થઈને ઝૂમવા લાગે છે. અને જયારે તમને નિષ્ફ્ળતા પ્રાપ્ત થાય છે ત્યારે તમારું મન દુઃખ અને પીડા ના સાગર માં ડૂબી જાય છે. પરંતુ વાસ્તવમાં આ સફળતા અને અસફળતા છે શું?? તનિક વિચાર તો કરો….. આ સફળતા અને નિષ્ફ્ળતા માત્ર એક મનોસ્થિતિ છે(મનની સ્થિતિ)….. તમને અસફળતા ત્યારે નથી મળતી જયારે તમારો શત્રુ વિજયને પ્રાપ્ત કરે છે. પણ તમારી પરાજય ત્યારે થાય છે જયારે તમારું મન સ્વીકાર કરે છે. તમે અસફળ ત્યારે નથી થતા જયારે તમે તમારું લક્ષય સુધી ના પહોંચી શકો, પણ તમે અસફળ ત્યારે થાવ છો જયારે તમે પ્રયાસ કરવાનું જ બંધ કરી દો છો. અર્થાત… ક્યારેય હાર ના માનો અને પ્રયાસ કરવાનું બંધ ના કરો. કેમ કે જયારે તમે હાર માનવાનું બંધ કરશો ત્યારે જીત, વિજય, સફળતા જે કહો તે તમારા ચરણોમાં હશે.

તમે બધાં એ બરગદ(વડ)નું વૃક્ષ તો જોયું જ હશે જેના બીજ રાયનાં દાણા કરતા પણ નાના હોય છે. પણ બરગદનું વૃક્ષ એ સંસાર ના મહાકાય વૃક્ષોમાં શામેલ છે. જયારે એનો જન્મ થાય છે ત્યારે એને જટાઓ,શાખાઓ નથી હોતી. પણ જેમ જેમ એનો વિસ્તાર વધે છે, જેમ જેમ એ અધિક શાખાઓ નો ભાર ઉપાડે છે, અધિક પાન નું સિંચન કરે છે તેમ તેમ તેની શાખાઓ, તેની જટાઓ એના જડ સુધી પહોંચે છે. અને એને સહાયતા આપે છે. આ જીવનનું બહુ જ મહત્વ પૂર્ણ પદ છે વિના કોઈ લોભ, વિના કોઈ લાલચ શુભ કાર્ય કરવું, અન્ય લોકો ની સહાયતા કરવી. ધીરે ધીરે તમે જેમની સહાયતા કરી છે એ વાસ્તવ માં ધીરે ધીરે તમારા સહાયક બનતા જાય છે. એ તમારી જડોને અધિક બળવાન બનાવે છે તથા આયું, માન અને તમારા આકાર ને અધિક મોટા કરે છે. અર્થાત.. સહકામ, સહજીવન તથા નિષ્કામ એ તમને મૃત્યુ પછી પણ જીવતા રાખે છે અને એ તમને અમર બનાવે છે.

આપણું શરીર એ આ પ્રકૃતિ નું મહાન આવિષ્કાર છે. આનાથી જટિલ સંરચના બીજી કોઈ નથી. આપણું શરીર જેટલું જટીલ છે, જો તમે એને જાણવાનો પ્રયાસ કરો તો આનાથી સરળ જ્ઞાન આપવા વાળું કોઈ નથી. આપણા શરીર માં પંચ ઇન્દ્રિય હોય છે. જે આપણને ભાવ અને વસ્તુઓ નો બોધ કરાવે છે. આપણી પાસે આંખ છે, નાક છે, સ્પર્શ માટે ત્વચા છે, કાન છે, જીભ છે. બધાનું અલગ અલગ કાર્ય છે. આંખોથી જોવાનું, કાન થી સાંભળવું, નાકથી શ્વાસ લેવો, ત્વચા થી સ્પર્શ અને જીભ થી સ્વાદ લેવો. પણ શું ક્યારેય તમે વિચાર્યું છે કે ઈશ્વરે આપણને બે આંખો આપી, બે કાન આપ્યા, નાકની બે ગુહા આપી, સ્પર્શ માટે આખા શરીર ઉપર ત્વચા આપી, પણ જીભ…. જીભ માત્ર એક જ આપી છે. એવું કેમ વિચાર્યું છે??…. કારણકે પ્રકૃતિ ઈચ્છે છે કે આપણે જોઈએ અધિક, સાંભળીએ અધિક, જ્ઞાન અધિક અર્જીત કરીએ પણ…. પણ બોલીએ ઓછું. કારણકે અધિક વાચાળ નાશ ને નિમંત્રણ આપે છે. સ્મરણ રાખજો.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: ક્રિના કે. હિરપરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here