ગીતા જ્ઞાન (ભાગ – 5)

0
224

ચાલો, આજે હું તમને બધાને એક કથા કહું છું. એક વ્યાપારી હતો. એ પ્રાતઃકાલ થોડી ભેટ લઈને પોતાના રાજાને એ ભેટ આપવા માટે ઘરેથી નીકળ્યો. એ હજી થોડોક જ આગળ ગયો કે ત્યાં રસ્તામાં એક બિલ્લી એ એ વ્યાપારીનો માર્ગ કાપ્યો. તો એ વ્યાપારી ગભરાઈ ને શીઘ્ર પોતાના ઘરે જતો રહ્યો અને શુભ ઘડીની રાહ જોવા લાગ્યો. અને થોડા સમય પછી જયારે એ ફરીથી પોતાના ઘરેથી રાજા પાસે જવા નીકળ્યો ત્યારે એનું એ વહન નીકળી ચૂક્યું હતું જેમાં એ બેસીને રાજાને ભેટ આપવા જવાનો હતો. અને રાજાને ભેટ ના મળી. તો રાજા ક્રોધિત થઇ ગયા અને એને એ વ્યપારીનો વ્યાપાર બંધ કરાવી દીધો. આ કારણથી વ્યાપારી ક્રોધિત થઈ ગયો અને ઘરે જઈને એની પત્નીથી લડી બેઠો. પત્ની પોતાના બાળકોને લઈને એના પિયરે જતી રહી. અને જો એ વ્યાપારી ના જીવનમાં કંઈ શેષ હતું તો એ હતો અંધકાર. અને એ વ્યાપરી આ બધી ઘટના નું કારણ એ બિલ્લીને માનતો રહયો જેણે એનો માર્ગ રોક્યો હતો.

આવી જ રીતે બીજો વ્યાપારી પણ પોતાના ઘરેથી રાજાને ભેટ આપવા નીકળ્યો અને એનો માર્ગ પણ બિલ્લી એ રોક્યો. એ વ્યાપારી પણ તનિક ગભરાયો. પણ એને ઘરે પાછા પાછા જવાના બદલે રસ્તામાં આગળ જવું વધારે યોગ્ય લાગ્યું. અને એ રાજાના મહેલ સુધી પહોંચવા આગળ નીકળી પડ્યો અને રાજાને ભેટ પણ સમયસર આપી. રાજા પ્રસન્ન થયો અને પ્રસંન્ન થઈને રાજાએ પેલા વ્યાપરીને એનો વેપાર વધારવાની અનુમતિ આપી, એને સાથે સાથે બીજા સવર્ણ અને આભૂષણ પણ આપ્યા. હવે, એ વ્યાપારી ખૂબ જ ખુશ હતો. અને એ વ્યાપારી જયારે પોતાના ઘરે નીકળ્યો, ત્યારે એની પત્નીને આપવા માટે ઘરેણાં તથા બાળકોને આપવા માટે ઘણાં વસ્ત્ર હતા એની પાસે. માનો બધી જ બાજુ પ્રસન્નતા હતી!!…. સમજો છો ને??

બંન્ને વ્યાપારીની ઘટના તો સરખી હતી પરંતુ બંનેની પ્રતિક્રિયા અલગ હતી. આપણા જીવનમાં પણ આવું જ થાય છે. કોઈ ઘટનાને શુભ કે અશુભ માનીને તમે કેવી પ્રતિક્રિયા કરો છો એના આધારે તમને ફળ પ્રાપ્ત થાય છે. અને આપણા વિચારો તથા આપણી પ્રતિક્રિયા એ આપણા જીવન ને આકાર પણ આપે છે. એટલે હંમેશા પોતાના વિચારોને સકારાત્મક રાખો તો તમારું જીવન સદૈવ આનંદમય રહેશે.

આપણે બધાં આપણા જીવન માં કોઈ ને કોઈ કાર્ય કરીએ છીએ. એના કારણે થાક લાગે છે અને જો થાક ના ઉતરે તો કાર્ય કરવાનું મન થતું નથી. આપણે એવી આશા કરીએ છીએ કે કદાચ ચોવીસ ના જગ્યાએ છવ્વીસ કલાક હોત તો આરામ કરવા માટે હજી વધારે સમય મળી જાત. આપણને એવો અનુભવ થાય છે કે આપણે ખૂબ જ અધિક કાર્ય કરીએ છીએ.. હેને?? પણ ક્યારેય વિચાર્યું છે કે જે લોકો સફળ છે એમની પાસે પણ ચોવીસ કલાક જ છે તો પણ એ સફળ કેમ છે??…. આનું એક નાનું એવું રહસ્ય છે. કહું તમને??….

એ લોકો એ કાર્યનો ચુનાવ કરે છે જે એમને ગમે છે, જે કરવાથી એમને લાગતું જ નથી કે એ કાર્ય કરી રહ્યા છે. એમને લાગે છે કે એ પ્રત્યેક ક્ષણ આનંદ લઈ રહ્યા છે. અને જ્યારે આપણે આનંદ લઈએ તો એમાં થકાન કેવી??… એટલે તમે એ કાર્ય કરો જે તમને ગમે છે અથવા તો જે કાર્ય કરો છો એને રૂચિમય બનાવો. અને સફળતા તમને મળશે.

સદા એવું જ કહેવામાં આવે છે કે જો આગળ વધવું હોય, તો પોતાના લોકોનો સાથ આપો. સાચું જ તો છે.. પોતાના લોકોનો સાથ આપવો જ જોઈએ પણ.. પણ સાથ આપતાં પહેલા એ જરૂર વિચારી લેવું જોઈએ કે આપણાં એટલે કયા આપણા, કોણ આપણા??? શું આપણા એને જ કહેવાય જેની સાથે લોહીનો સબંધ હોય કે પછી મિત્રને?? ….તમે જ કહો…

પોતાના એને કહેવાય જે આપણને સદા સત્કર્મ કરવા માટે પ્રેરિત કરે. જે આપણને આગળ વધારે, આપણને જરૂરત સમયે સાથ આપે. અને જેના સાથ થી સમાજનો નાશ થાય છે, ધર્મ નો નાશ થાય છે, એ સગા થઈને પણ સગા નથી હોતા. એટલે જયારે પોતાના સગાની પરિભાષા નો ચુનાવ કરવાનો હોય, ત્યારે એનો સાથ આપો જે તમને હંમેશા સહારો આપે છે. એમને નહિ જે આપણને અજ્ઞાનના માર્ગ ઉપર લઈ જાય.

તમે જેમને પ્રેમ કરો છો સદા એમની સમીપ રહેવા ઈચ્છો છો. એવું નથી ઇચ્છતા કે કયારેય એમનાથી દૂર થવું પડે, એમનાથી બિછડવું પડે. પરંતુ અમુક સમય માટે એમનાથી દૂર થઇ જવું એ ઉન્નતિ માટે આવશ્યક છે. જો તમે માતા પિતા છો અને સંતાનના હર માર્ગ ઉપર તમે એને માર્ગદર્શન આપો છો તો એ સંતાન જાતે પોતાનો માર્ગ નક્કી કરતા ક્યારે શીખશે. પોતાના માર્ગ ઉપર આવનારા કાંટાઓ થી કેવી રીતે બચશે. પોતાની વિચાર શ્રેણી ને ક્યારે આગળ વધારશે. એટલે અમુક સમય પશ્ચાત પોતાના થી બનાવેલી દુરી એ લાભદાયી હોય છે, હાનિકારક નહિ.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: ક્રિના કે. હિરપરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here