ગીતા જ્ઞાન (ભાગ -7)

0
164

યુવા અવસ્થાએ જીવનનો કેટલો સુંદર કાળ હોય છે. હેને??….. બાજુઓમાં બળ અને મનમાં કંઈક મોટું કરી જવાની ચાહ, આંખોમાં ભવિષ્ય ના સુંદર અને કોમલ સપના હોય છે. અને આ અવસ્થા માં મનુષ્યની અંદર પલતો હોય છે પ્રેમ…. કોઈને જોઈને એના ઉપર મન મોહિત થઇ જાય છે અને પછી બધું જ એની ઉપર ન્યોછાવર કરી દેવાની ઈચ્છા થાય છે. પછી પ્રેમ ની પરિણીતી ફેરવાય છે વિવાહમાં…. બધાને પોતાના ખાટાં-મીઠા સંસ્મરણો યાદ આવી ગયા ને??….. અને અહિયાંથી જ અધિકતર માતા પિતા અને સંતાનના વિચારો નો વિરોધ અહીંથી પ્રારંભ થાય છે. સંતાન ને લાગે છે કે એને ચુનેલો જીવન સાથી જ એના માટે યોગ્ય છે, અને માતા પિતા ને લાગે છે કે તેનું સંતાન અંજાનામાં ભૂલ કરી રહયું છે….. સંતાન નો તર્ક હોય છે કે એને વિવાહ કોની જોડે કરવા એ એનો પોતાનો હક છે. અને માતા પિતા નો તર્ક હોય છે કે હજી જીવન સાથી ના ચુનાવ ની સમજ પોતાના બાળક માં છે જ નય…. તો આ અવરોધ ને કેવી રીતે રોકી શકાય?? , ઉચિત નિર્ણય કેવી રીતે લેવો??…

આનો એક જ માર્ગ છે પોતાના ઉત્તરદાયિત્વ નું ભાન અને પોતાના થી મોટાઓનાં માપદંડો નું ભાન……વિવાહ કરતા પૂર્વ એ જાણવું આવશ્યક છે કે વિવાહ માત્ર પોતાના પ્રેમને પામવાનો માર્ગ નથી. પરંતુ વિવાહ સાથે એક નવા જીવનનો પણ દ્વાર ખુલે છે. તથા હર નવા જીવન સાથે નવા ઉત્તરદાયિત્વ પણ વધે છે. અને જો આ ઉત્તરદાયિત્વ સમજીને નિર્ણય લેશો તો અવશ્ય તમારું દાંમ્પત્ય જીવન આનંદ થી ભર્યું રહેશે. અને તમને પછતાવો પણ નહિ થાય કે તમે કોઈ અનુચિત નિર્ણય લીધો છે.

જયારે સાગર નું જળ બાષ્પ બનીને ઉડી જાય છે ત્યારે આપણને એ દેખાતું નથી. મેંઘ એ જળ ને પોતાની અંદર છુપાવી લેય છે. લાંબી યાત્રા કરે છે અને પ્રયાસ કરે છે કે સદા એ જળ ને પોતાની અંદર છુપાવીને રાખી શકે. પરંતુ જયારે વાયુ નો વેગ એને ઉડાવી ને લઈ જાય છે અને પર્વત સાથે અથડાય છે તો એ મેઘો ને વરસવું જ પડે છે. કેમ કે આ જ નિયતિ જ છે…આ જ પ્રકૃતિ છે કે એ જળ ને સાગરમાં જઈને ભળવાનું છે.

ઠીક આવું આપણા જીવન માં પણ છે. આપણે ગમે તેટલો પ્રયાસ કરી લઈએ સત્ય ને છુપાવાનો, પણ સમય ની આંધી તેની સાથે ટકરાયને આપણી સામે લાવી જ દેય છે.. જે ભય નાં કારણે તમે સત્ય ને સામે લાવવા ન માંગતા હતા. એક દિવસ એ જ ભય તમારી સામે આવીને ઉભો રહી જાય છે. અને પછી આપણે લાચાર થઇ જઈએ છીએ. કારણ કે આપણે એ ભય નો સામનો કરવાની તૈયારી નથી કરી હોતી . એટલા માટે ક્યારેય સત્ય થી ભાગો નહિ, અને ક્યારેય સત્ય ને છુપાવો પણ નહિ. પણ એનો સ્વીકાર કરીને આગળ ચાલો. તો ભવિષ્ય ની મોટી સમસ્યાથી બચી જશો.

ક્યારેક કયારેક તમારા જીવન માં એવી સમસ્યા આવે છે કે શક્તીશાળી વ્યક્તિની સમક્ષ તમારે મૌન થઇ જવું પડે છે. શક્તીશાળી વ્યક્તિની સામે વિવાદ કરવાનાં બદલે તમે ચૂપ થઇ જાવ છો. માનું છું કે આવું કરવાથી તમે એક વિવાદ થી બચી જશો, એક સંઘર્ષ થી બચી જશો. પણ એ વિચાર્યું છે??… કે તમારી આ મૌન અવસ્થા એક મોટા સંઘર્ષ ને જન્મ આપી શકે છે…….કેવી રીતે??…..

તમારું મૌન રહેવું એ સામેવાળા વ્યક્તિ ને એક પ્રકારનું સમર્થન આપે છે. એ શક્તિશાળી વ્યક્તિ ને અધિક શક્તીશાળી બનાવે છે. એનાથી સામે વાળી વ્યક્તિમાં હજી વધુ અહંકારનો જન્મ થાય છે. અને એ અહંકાર નાં ભોગી આપણે જ થવું પડે છે. અને આપણું દમન ચાલુ થાય છે. આપણે એક પછી એક અલગ અલગ સ્વરૂપે વધુ અન્યાયને સહન કરવું પડે છે.

આનો એક જ ઉપાય છે. તમે એ વાત જાણવાની કોશિશ કરો કે એવી કંઈ વાત છે જે તમને અન્યાય સામે લાડવાથી રોકી રહી છે. વાસ્તવ માં તમને તમારો ભય રોકે છે, સામેવાળા વ્યક્તિ ની શક્તિ નહિ. હા, ભય તમને કયારેક બચાવે તો છે પરંતુ સાથે સાથે નવા સંઘર્ષ ને પણ જન્મ આપે છે. આથી ભય ને દૂર કરો અને અન્યાય સામે લડો. તમારું મન હળવું અને મુક્ત જરૂર થઇ જશે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: ક્રિના કે. હિરપરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here