કોરોના ની મહામારી ને લઇ ને આજે વિશ્વ સંકટમાં છે. સાથે સાથે રોજ નવા કેસ માં વધારા સાથે આપણે આ વિશ્વની મહામારી સામે લડી રહ્યા છીએ. અને આપણી સરકાર પણ આપણે સારી સુવિધા મળી રહે તે માટે ખુબ જ પ્રયત્ન કરી રહી છે. અને આપણે સૌ સાથે મળી ને આ એક મોટી વિશ્વ ની મહામારી સામે લડી રહ્યા છીએ. ત્યારે આપણા ભાઈ અને બેન ને કેમ ભુલાઈ. આપણે સૌ તો રજા નો આનંદ માણીને ઘરમાં રહીયે છીએ પણ આપણા જ ભાઈ અને બેન (ડૉક્ટર, નર્સ, પોલીસ, સફાઈકર્મચારી, વગેરે….) આપણી ખુબ સારી રીતે સેવા કરવા માટે ખૂબ જ મેહનત કરી રહ્યા છે.

આ મહામારી ના પ્રશ્ન માં એક પ્રશ્ન અત્યારે ચાલી રહેલા લોકડાઉન ના કારણે લોકોના વ્યવહાર (નોકરી-ધંધા) બધું જ બંધ હોવાથી ઘણા લોકો ને ખુબ તકલીફ પણ સહન કરી પડે છે. જેમ કે મધ્યમ અને ગરીબ વર્ગ ના લોકોના નોકરી ધંધા બંધ હોવાના કારણે આર્થિક રીતે ખુબ તકલીફ માં મુકાયા હોય છે.

સુરત ની સંસ્થા એ વિજયભાઈ રૂપની ને પત્ર લખતા જણાવ્યુ છે કે અમદાવાદ , સૂરત, વડોદરા વગેરે જેવા શહેરોમાં ઘણા બધા લોકો ભાડે થી રેહતા હોય છે. અને જયારે આવા સમય માં લોકો પોતાના ઘર માં પુરાઈ ગયા છે અને લોકો ને આર્થિક રીતે ખુબ મોટો માર પડયો છે. ત્યારે લખતા જણાવ્યુ કે લોકો ના ભાડાના 3 મહિના સુધી ના ભાડા ન લેવા માટે અપીલ કરી હતી.

Good news for renters in Gujarat
Good news for renters in Gujarat

ઘણી જગ્યાએ ઘણા લોકો એ પોતાના ભાડવાત જોડે થી ભાડું ન લઈને સમાજ માટે ખુબ મોટું ઉદારણ પૂરું કરી આપિઉં છે. અને લોકો ને સમજવા માંગે છે કે સૌનો સાથ સૌનો વિકાસ. એક મકાન માલિકે 90 જેટલા મકાન અને દુકાન નું 1.5 લાખ રૂપિયા ભાડું ન લઇ ને સમાજ ને મોટું ઉદાહરણ પૂરું કરી આપ્યું છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here