બ્લૂપર્સ દ્વારા ચિહ્નિત થયેલ જીટીયુ ઓનલાઇન પરીક્ષાઓ…

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU) દ્વારા લેવામાં આવતી ઓનલાઇન પરીક્ષાની બીજો તબક્કો બ્લોપર્સ દ્વારા ચાલવામાં આવ્યો છે. મંગળવારે પરીક્ષા આપવામાં આવેલ બેચલર એન્જીનિયરીંગ અને એમબીએના વિધ્યાર્થીઓએ દાવો કર્યો છે કે સર્વર અથવા કનેક્ટિવિટીના મુદ્દાઓ MCQ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં અવરોધે છે અને પસંદ કરેલા વિકલ્પો સબમિશનના પર બદલાય ગયા છે.

GTU

GTU ના વિધ્યાર્થીઓને લૉગિન કરવામાં આને પ્રશ્નપત્રો સબમિટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમે નાના તકનિકી સમસ્યાઓ માટે તૈયાર હતા પરંતુ અમે પરીક્ષા આપવી વખતે લાંબા સમય સુધી બફર થવાની અપેક્ષા રાખી નતી. બફરિંગ પછી અમે MCQ માથી વિકલ્પ પસંદ કરી શક્યા નહીં. ઘણા વિધ્યાર્થી ગભરાઈ ગયા અને 20પ્રશ્નોના જવાબ ચૂકી ગયા.

MBAની પરીક્ષા આપનાર અન્ય વિધ્યાર્થીએ જણાવ્યુ કે બફરિંગથી તેમને 10મિનિટ સુધી પ્રોબ્લેમ થયો આથી MCQમાથી વિકલ્પ પસંદ કરી શક્યા નહીં અને તે MCQ છોડી દેવા પડ્યા. ઘણાને લૉગિન માં સમસ્યા હતી. વિધ્યાર્થીઓ ચિંતિત છે કે સિસ્ટમ બ્લોપર્સના કારણે તેમના માર્કસમાં અસર થશે.

GTU ના V.C નવીન શેઠનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે યુનિવર્સિટિના હેલ્પલાઇન નંબર ઉપર પણ આવી જ ફરિયાદો મળી આવી હતી તેમણે એ પણ કીધું છે કે અમે અમારા સર્વર પરથી વિગતો મેળવીશું અને જો સમસ્યા સાચી લાગશે તો અમે વિધ્યાર્થીઓને બીજી તક આપીશું.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Previous articleમાસ્ક શા માટે કામ કરે છે તે પાછળનું સરળ વિજ્ઞાન!!
Next articleઆજે આપણે જાણવા જઈએ છીએ કે ભારતમાં ગણેશ ચતુર્થી કેમ ઉજવામાં આવે છે..!