અનેક વિવાદો અને રજુવાત બાદ ગુજરાત યુનિવર્સિટી ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2 અને 13 જુલાઈ એ શરૂ થતી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આ અંગે પરીક્ષા સંચાલન સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે આ રદ કરવા વિર્દ્યાથી સંગઠન એ ખુબ રજુવાત કરી દેખાવો સાથે મૌખિક અને લેખિત માં પણ રજુવાત કરવામાં આયી હતી.

UG ના ફાઇનલ સેમેસ્ટર PG ના તમામ સેમેસ્ટરના 95000 થી વધારે વિર્દ્યાથિઓની પરીક્ષા શરૂ થવાની હતી તે પરીક્ષા અનેક વિવાદો અને વિરોધો પછી હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મેડિકલ અને પેરામેડિકલ સિવાયની જે તમામ પરીક્ષાઓ હતી તે મોફુક રાખવામાં આયી છે. મેડિકલ અને પેરામેડિકલ ની જે પરીક્ષાઓ છે તે જુલાઈ અને સપ્ટેમ્બર માં યોજાવાની છે તે પરીક્ષાઓ યથાવત રહેવાની છે. જે 2 જુલાઈ અને 13 જુલાઈએ શરૂ થવાની હતી તે મોકુફ રાખવામાં આવી છે તે પરીક્ષા હવે જુલાઈ ના અંત માં અથવા સપ્ટેમ્બર માં લેવાઈ શકે છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2 અને 13 જુલાઈ એ રાખવામાં આવેલી પરીક્ષાઓ રાખવામાં આવી મોકુફ.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા 2 અને 13 જુલાઈ એ રાખવામાં આવેલી પરીક્ષાઓ રાખવામાં આવી મોકુફ.

આ માટે ફરીથી પરીક્ષા સંચાલન સમિતિની બેઠક બોલવામાં આવશે અને કોરોનાlની જે મહામારી છે તે ધીમી પડે પછી ફરીથી પરીક્ષાની નવી તારીખ યોજાશે અને જાહેર કરવામાં આવશે એટલે અત્યારે વિદ્યાર્થીઓ ને પરીક્ષામાંથી રાહત મળી છે.

એક તરફ કોરોના ના કેસો અમદાવાદમાં વધી રહિયા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ડર હતો ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ અનેક વિવાદો, રજૂઆતો અને વિરોધો પછી પરીક્ષા સંચાલન સમિતિ ની બેઠક બોલાવી ને પરીક્ષા હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવીયો છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here