કબજિયાત રેહતી હોય એ લોકો અનેક ઉપાય કરતા હોય છે જેવા કે , સવારે જાગીને ગરમ પાણી લેતા હોય છે, તો કોઈ દવા લેતા હોય છે, તો કોઈ હરડે લેતા હોય છે અને પોતાની તબિયત ને સુધારવાના પ્રયાસ કરતા હોય છે.
હરડે આમ તો એવા લોકો વધારે લેતા હોય છે કે, જેમને કબજિયાત નો પ્રશ્ન રેહતો હોઈ છે. અને હરડે ખાવા થી પેટ પણ સાફ થઇ જાય છે. અને કબજિયાત માં પણ રાહત રહે છે.

પણ શું હરડે દરરોજ લેવા થી કોઈ નુકસાન થાય છે? હરડે દરરોજ લેવા થી થોડા સમય પછી આદત પડી જતી હોય છે? શું પછી તેના વગર એક દિવસ પણ ચલાવી નહિ શકીએ? આવા અનેક પ્રકાર ના પ્રશ્ન દરરોજ હરડે લેતા લોકો ને ઉદ્ભવતા હોય છે.
ગુણકારી હરડે :
હરડે નિયમિત લેવા થી કોઈ નુકશાન થતું નથી એવું શાસ્ત્ર માં પણ ઉલ્લેખ કરેલો છે. હરડે કબજિયાત વાળા લોકો માટે ખુબ ગુણકારી છે. હરડે લેવા થી તેમનું પેટ પણ સાફ રહે છે અને તેમને બીજા કામ કરવા માં પણ ખુબ જ મજા રેહતી હોય છે.
આયુર્વેદિક ઔષધ ના બે મુખ્ય ઉપાય છે.
1. સ્વાસ્થ્ય ની સંભાળ રાખવા નું
2. રોગ ને મટાડવા નું

હરડે ના સેવન થી કબજિયાત રેહતી હોય તે લોકો ને મોટો ફાયદો થાય છે. હરડે ને પણ એક ઔષધ તરીકે જ ઓળખવા માં આવે છે. જે લોકો ને લાંબા સમયે સારું થાય એવી બીમારી હોય તેઓએ આયુર્વેદિક ઉપચાર કરવા થી ખુબ જ સારી રીતે અને કોઈ તકલીફ વગર સરળતા થી સારું થતું હોય છે. અને તેઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતો હોય છે, તેઓના બળ માં , કામ કરવા ની શક્તિમાં, પ્રજનન શક્તિમાં વધારો થતો હોય છે. માટે આયુર્વેદિક ઉપચાર ખુબ સારો છે અને આપણી શક્તિમાં પણ વધારો કરે છે.
- તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
- તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
અમારા નવા બ્લોગ માટે :-
અવનવી ગેમ્સ અને નવી નવી એપ્લિકેશન ડાઉન્લોઅડ કરવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો.