સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ……

0
338

મહુવામાં સાડા 3 ઈંચ, ભાવનગરમાં 2.5 ઈંચ, ઉનામાં 2 ઈંચ,  અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ આથી ખેડૂતો ચિંતામાં આય ગયા છે, કે તેમને પોતાની તનતોડ મહેનત થી ઉગાડેલો પાક નિષ્ફ્ળનાં જાય

મહુવામાં 4 કલાકમાં સાડા 3 ઈંચ, ભાવનગર જિલ્લામાં સવારે 4 વાગ્યાથી 2.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉના, કોડીનાર, સુત્રાપાડા અને ગીર ગઢડા સહિતના ગામોમાં પણ ખુબ વરસાદ પડ્યો છે. ઉનામાં 2 ઈંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.

Heavy rains in Saurashtra

ધારીના સુખપુરમાં 3થી 4 ઈંચ વરસાદ….

વરસાદના પગલે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. અમરેલી જિલ્લાના ધારીના સુખપુરમાં અંદાજિત 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી સુખપુર ગામની બજારમાં નદી વહેતી થઈ ગઈ હતી. આ સાથે જ મગફળીના પાથરા પણ તણાયા હતા.  ધારીના સુખપુર, ગોવિંદપુર, વિરપુર અને ગઢિયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે.

ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં….

ગીર સોમનાથ જિલ્લાના છેવાડાનું ગામ શાણાવાંકીયાથી વેરાવળ સુધી વરસાદી માહોલ જામ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે અનરાધાર વરસાદ પડતા શાકભાજી વાવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

Heavy rains in Saurashtra

ભાવનગર જિલ્લાના 8 તાલુકાઓમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભાવનગર, મહુવા, તળાજા, જેસર, ઘોઘા, પાલિતાણા, ગારીયાધાર અને શિહોરમાં વહેલી સવારે 4 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો. 4 કલાકમાં મહુવામાં સાડા ત્રણ ઇંચ, ભાવનગરમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. તળાજા, જેસર, શિહોર, ગારીયાઘાર અને ઘોઘામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે શેત્રુંજીમાં પાણીની આવક વધતાં ડેમના 20 દરવાજા 1.1 ફુટ ખોલવામાં આવ્યા છે.

ઉનામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે. સવારથી અત્યાર સુધીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદની સાથે સાથે વીજળીના ચમકારા થતાં કેમેરામાં કેદ થયા છે.

અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જમ્યો છે. 

વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. લાઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. સતત પડી રહેલા વરસાદના પગલે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. લાઠી પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ પંથકમાં વરસાદ પડતા મોટા માણસાથી વાંકીયા તરફ જતા રોડ પર પાણી ફરી વળ્યાં છે. જેને લઈને વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here