મારે રાત્રે અગિયાર વાગ્યે સૂવું છે અને સવારે પાંચ વાગ્યે ઉઠવું છે. પણ હું રાત્રે અગિયાર વાગ્યે સુઈ શકતો નથી. હું કેવી રીતે વહેલો સૂઈ શકું?

0
211

પ્રશ્ન વિચારવા જેવો છે. ઇન્ડિયામાં 25% થી વધારે લોકો એવા છે જેને અનિંદ્રા નો રોગ છે, લોકો ને ઊંઘ ન આવવા પાછળ ના અનેક પ્રકારના પ્રશ્નો જવાબદાર છે.

ઊંઘ ન આવવા થી આખો દિવસ શરીરમાં સુસ્તી ભરાયેલી રહે છે, કોઈ મશીન હોય તે સતત શરૂ રહે એટલે ગરમ થય જાય છે બસ તેજ રીતે આપણું શરીર આખો દિવસ મશીનની જેમ કામ કર્યા કરે પછી તેને પૂરતા પ્રમાણમાં આરામ આપવો જોઈએ.

આ પ્રશ્ન માત્ર તમારો જ છે એવું નથી ઘણા બધા લોકો એવા છે જેને રાત્રે ટેબલેટ લે તો જ ઊંઘ આવે છે,

સમયસર ઊંઘ ન આવવાનાં અનેક કારણો છે જેમાં મુખ્ય કારણો કઈક આવા છે.

 • નબળા વિચારો

નબળા વિચારો હોય ને એને ક્યારેય ઊંઘ ના આવે એટલા માટે સુતા પહેલા હંમેશાં સકારાત્મક વિચારો કરવા જોઈએ તેનાથી સારી ઉંઘ આવે આપણે એવું વિચારવું જોઈએ ભગવાને જે આપ્યું છે તે બહુ જ સરસ આપ્યું છે કેટલી સરસ દુનિયા છે કેટલો સરસ મારો પરિવાર છે તેના માટે ભગવાનનો આભાર માનવો જોઈએ સકારાત્મક વિચાર કરીને સૂવાથી સારી ઊંઘ આવે છે.

 • વધારે પડતું ભોજન.

વધારે પડતું ભોજન લેવાથી પેટ ભારે થઇ જાય છે પાચનશક્તિ નબળી પડી જાય છે જેના લીધે ઊંઘ નથી આવતી ઘણા લોકો એવું વિચારે છે કે વધારે ભોજન લેવાથી વધારે ઊંઘ આવે છે પરંતુ એવું નથી, રાત્રે સુતા પહેલા બે-ત્રણ કલાક પહેલા ભોજન લઈ લેવું જોઈએ જેના લીધે ઊંઘ આવે છે.

 • ભૂખ્યા પેટે સૂવાથી.

જે તે વધારે પડતું ભોજન કરવાથી ઊંઘ નથી આવતી તે જ રીતે ભૂખ્યા પેટે લેવાથી પણ ઊંઘ નથી આવતી તમારે રાત્રે સુતા પહેલા હળવું ભોજન કરવું જોઇએ જેના લીધે સારી ઊંઘ આવી જાય.

 • બિઝનેસના ટેન્શન લીધે.

ઘણા લોકો ને બિઝનેસના ટેન્શન રહ્યા કરે છે, ઘરે આવ્યા બાદ પણ રાત્રે બિઝનેસ નું ટેન્શન લેતા હોય છે જેના લીધે ઊંઘ નથી આવતી, સુતા પહેલા ભગવાનનું નામ લેવું જોઈએ જેના લીધે ઊંઘ આવી જાય છે.

 • થાક લાગવાના લીધે.

ઘણા લોકોને થાક લાગવાના લીધે ઊંઘ નથી આવતી તેના માટે તમારે રાત્રે નવશેકા ગરમ પાણીએ સ્નાન કરવું છે જેના લીધે શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે અને નિરાંતે ઊંઘ આવી જાય છે.

 • સમયસર ના સુવા ને લીધે.

ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સુવાનો ટાઈમ ફિક્સ હોતો જ નથી કોઈ દિવસ ૧૦ વાગ્યે કોઈ દિવસ ૮ વાગ્યે કોઈ દિવસ ૧૧ વાગ્યે સુવે સામાન્ય રીતે માણસને ઊંઘ સાતથી આઠ કલાકની હોવી જોઈએ એટલા માટે તમારે ટાઈમ ટેબલ પ્રમાણે જોઈએ નક્કી કરો કે તમારા આજ ટાઈમે સૂવું જેના લીધે તમારા ટાઈમે તમને ઊંઘ આવી જ જશે.

વધુ વાંચો: જંગલ ની વચોવચ અર્ધનગ્ન થઇ ને કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો થઇ રહી છે વાયરલ.

 • ખરાબ વાતાવરણ.

ખરાબ વાતાવરણના લીધે ઊંઘ નથી આવતી જેમાં વધારે પડતું ઘોંઘાટ થતો હોય વધારે પડતી ગરમી હોય કે વધારે પડતો પ્રકાશ આવતો હોય તો ઊંઘ નથી આવતી સારા અને નિરાંત વાળા વાતાવરણ માં શું જોઈએ જેના લીધે સારી અને પૂરતા પ્રમાણમાં ઊંઘ આવી શકે.

 • નશો.

નશો હોવાને લીધે ઊંઘ નથી આવતી એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું ના જોઈએ.

 • મોડે સુધી મોબાઈલ કે ટીવી જોવી.

મોડે સુધી મોબાઈલ ટીવી જોવાને લીધે ઊંઘ નથી આવતી જ્યાં સુધી તમે તમારો ફોન સાઈડ પર નહિ મૂકો ત્યાં સુધી તમને ઊંઘ નહિ આવે એટલા માટે સમય નક્કી કરો કેટલા ટાઈમ મોબાઈલ હાથમાં રાખવો અને વહેલા સુઈ જવું જોઈએ.

 • ઉત્તર દિશા બાજુ માથું રાખીને ન સૂવું જોઈએ.

આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે ઉત્તર દિશા બાજુ માથું રાખીને ન સૂવું જોઈએ, તેનું કારણ શું કે આપણું સૂર્યમંડળ છે ને ધ્રુવ ના આધારે રહેલો છે અને ધ્રુવ માં એક એવું આકર્ષણ છે કે જે પોતાની બાજુમાં ખેચે છે એટલા માટે જ્યારે આપણે ઉત્તર દિશા બાજુ માથું રાખીને સૂવું છે ને ત્યારે આપણા મગજમાં લોહીનો પ્રવાહ વધે છે કારણકે ધ્રુવ ખેંચે છે જેના લીધે વધારે પ્રમાણમાં મગજમાં લોહી જવાને લીધે આપણને ઊંઘ આવતી નથી ઘણીવાર એવા પણ પ્રોબ્લેમ થાય છે કે બ્રેઈન હેમરેજ થાય છે કારણ કે મગજમાં વાળ કરતાં પણ પાતળી નસો આવેલી હોય છે જે વધારે પ્રમાણમાં લોહી નો પ્રવાહ જાય તો મગજને ડૅમેજ કરે છે અને બ્રેઈન હેમરેજ થવાની શક્યતા વધે છે એના લીધે ઉત્તર દિશામાં માથું રાખી ને ના સૂવું જોઈએ.

એટલા માટે હંમેશા દક્ષિણ બાજુ માથું અને ઉત્તર બાજુ પગ રાખીને સૂવું જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં કહે છે.

ઊંઘ ના આવવા ના ઘણા કારણો છે તમારી અનુકૂળતા પ્રમાણે અને પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને ઊંઘ કઇ રીતે આવે તે વિચારવું જોઈએ અને ટાઈમ ટેબલ પ્રમાણે સૂવું જોઈએ.

 • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
 • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here