How to Make Money From Google.

0
473

શું તમે જાણો છો ક ઓનલાઇન પૈસા કેવી રીતે કમાવા? આપના દેશમાં એવ ઘણા લોકો છે જે ઓનલાઇન પૈસા કમાવાની અનેક રીતો જાણતા હોય છે જેમ કે ફ્રીલાન્સિંગ. પરંતુ જો ગૂગલમાં વેબસાઇટ બનાવો તો તમે ફ્રીલાન્સિંગ ની તુલનામાં પણ ઘણી વધારે કમાણી કરી શકો છો.

તમે વિચરશો કે ગૂગલ માથી પૈસા કઈ રીતે કમાઈ સકે તો આની માટે અમે લાવ્યા છીએ તમારા માટે નવી ટેક્નિક જેના કારણે તમે ઘરે બેઠા મહિનામાં સારી આવી કમાણી કરી સકો છો.

તમારા માનાં ઘણા આવા લોકો હસે જે ગુગલમાં કામ કરવાથી અને પૈસા કામવાથી પરિચિત હસે આજે તમે પણ જાની લોકે ગૂગલ માથી પૈસા કઈ રીતે કમાવા અને આનો બીજો પણ એક બેનિફિટ છેકે તમે આમાં કામ કર્યા વગર પણ પૈસા કમાઓ સકો છો. કેવી રીતે એ અમે તમને આજે જણાઈએ છીએ.

Google શબ્દ મૂળ શબ્દ Googol પરથી આવ્યો છે. ગૂગલ એ વિશ્વ નું સૌથી મોટું સર્ચએન્જિન છે. ગૂગલ ઇન્ટરનેટ આધારિત ઘણી સેવાઓ અને પ્રોડક્ટ નો વિકાસ કરે છે. ગૂગલની શરૂઆત 1996 માં Stanford university ના વિધાર્થી Larry Page અને Sergey Brin ના સંશોધન દ્વારા કરવામાં આવી હતી. ગુગલના હાલ ના CEO sundar pichai છે તેમણે 2004માં ગૂગલ જોઇન કર્યું હતું.

આપણે જોવા જઈએ તો ગૂગલનો મુખ્ય હેતુ advertise program છે. ગૂગલ સર્ચએન્જિન નું મુખ્ય કામ યુઝર એ સર્ચ કરેલી ક્વેરીનું રિઝલ્ટ આપવાનું છે. ગૂગલ અલગ અલગ 40 ભાષામાં રિઝલ્ટ આપે છે.

હવે આપણે જોઈએ કે ઘણી અલગ અલગ રીતે આપણે કેવી રીતે પૈસા કમાઈ શકીએ છીએ આમાં મુખ્ય ત્રણ રીતો છે જે તમને ગૂગલ દ્વારા પૈસા કામવામાં મદદરૂપ છે.

1) AdSense થી પૈસા કમાવા :
2) YouTube થી પૈસા કમાવા :
3) Admob થી પૈસા કમાવા :

1) How to make money from google Adsense :

make-money-with-Google-AdSense-1

એડસેન્સ એ એક જાહેરાત કાર્યક્રમ છે જેના દ્વારા ગૂગલ તમારા બ્લોગ, વેબસાઇટ, અને યૂટ્યુબ વિડિયોમાં જાહેરાત પ્રદર્શિત કરે છે. જ્યારે કોઈ યુઝર લીંક પર ક્લિક કરે તો આનાથી તમને ગુગલ દ્વારા પૈસા મળે છે અને જો ક્લિક ના કરે તો ગૂગલ તમને એ એડ પરના માઉસ કર્સર કમિંગ અને ગોઇંગ માટે પૈસા આપે છે.

આમ જોવા જઈએ તો એડસેન્સએ ઇન્ટરનેટ પર પૈસા કમાવા માટે એક શ્રેષ્ઠ રીત છે. વિશ્વના લાખો લોકો આ વેબટૂલનો ઉપયોગ કરીને સારી એવી કમાણી કરી શકે છે.

અને આના દ્વારા પૈસા કમાવા એ એક ખુબજ સરળ રીત છે. ઘણા લોકો ને ગૂગલમાં એડસેન્સ મળતું નથી કારણકે તેઓને વેબસાઇટ યોગ્ય રીતે ઓપ્ટિમાઈજ કરવાનું જાણતા નથી.

આ જાહેરાતો ગૂગલના એડવર્ડ્સ પ્રોગ્રામથી આવે છે જ્યાં જાણીતી કંપનીઓ જાહેરાત કરે છે. ઉદા. તરીકે ધારો કે GoDaddy ગૂગલ દ્વારા જાહેરાત કરી રહ્યું છે અને ગૂગલ તમારી વેબસાઇટ પર જાહેરાત બતાવી રહ્યું છે હવે ગૂગલ જાહેરાતકર્તાઓ દ્વારા મેળવેલા ક્લિક્સના 80% તમને ચુકવણી કરે છે બાકીના ગૂગલ દ્વારા રાખવામાં આવે છે.

2) How to make money from YouTube :

make-money-with-youtube

હાલના સમયમાં યુ ટ્યુબ આપણા દેશ સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય બનેલુ લોકોને વીડિયોઝ જોવાનું વધુ ગમે તે રીતે યુટ્યુબની લોકપ્રિયતા હવે વધી છે ઘણા વિડિઓ બનાવનારાઓ સારી ગુણવત્તાવાળા વિડિઓ બનાવીને રાતોરાત પ્રસિદ્ધ થઈ જાય છે.

હાલના સમયમાં કોઈ ઇન્ટરનેટ યુઝર અન્ય કોઈપણ વેબસાઇટ કરતા યુ ટ્યુબ પર ઘણો વધુ સમય પસાર કરે છે અને આમાં ઘણા લોકો એવ પણ છે જે યુટ્યુબ પરથી વર્ષે 15 મિલિયન જેટલી કે તેથી વધુ કમાણી પણ કરી રહ્યા છે. વિડિઓ જોતી વખતે બતાવેલ જાહેરાતના આધારે સર્જકોને ચૂકવણી કરવામાં આવે છે. ચેનલના માલિકને જાહેરાતોના ક્લિક્સ દ્વારા પણ ચૂકવણી કરવામાં આવે છે.

મુખ્યત્વે જાહેરાતની આવક એ યુ ટ્યુબથી આવકનો મુખ્ય સ્રોત છે જો તમે વિડિઓ બનાવો છો તો તમે તમારા મુલાકાતીઓની જાહેરાતો જોતા આધારે કમાણી કરી શકશો આનો અર્થ એ છે કે જ્યારે વપરાશકર્તાઓ જાહેરાત પર ક્લિક કરે છે અથવા 30 સેકંડથી વધુ સમય માટે જાહેરાત જોવે છે ત્યારે તમને યુટ્યુબથી આવક મળે છે.

3) How to make money from Admob :
How-To-Earn-Money-Online-With-Google-AdMob-Ads

હાલના સમયમાં સ્માર્ટફોનની માંગ જે રીતે વધી રહી છે તે જોતા ચોક્કસ રીતે કહી શકાય કે અત્યારના સમયના લોકો સ્માર્ટફોન પર ખૂબ નિર્ભર છે અને તેની માંગ દિવસેને દિવસે વધશે આજે લગભગ દરેકના હાથમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન જોવા મળે છે જેના કારણે નવી એન્ડ્રોઇડ એપ્લિકેશનોની માંગ પણ દિવસેને દિવસે વધી રહી છે અને આ વધતી જતી માંગને કારણે આપણે જોઈ શકીએ છીએ કે ગૂગલ પ્લે સ્ટોર પર હજારો નવી એપ્લિકેશનો સતત આવી રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે કેટલીક રસપ્રદ વસ્તુઓની સાથે એક એપ્લિકેશન બનાવી શકો છો અને તમારી આવક તમારી એપ્લિકેશન કેટલી વાર ડાઉનલોડ થઈ છે તેના પરથી નક્કી થાય અને તમે એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે ડાઉનલોડરને જાહેરાતો બતાવીને પૈસા કમાવી શકો છો.

હવે તમારા મનમાં વિચાર આવસે કે મને એપ્લિકેશન બનાવતા આવડતી નથી હું એપ્લિકેશન કેવી રીતે તેને બનવીસ તો આના માટે અમે તમને એક સૂચન કરીએ છીએ કે જો તમારી પાસે પૈસા છે તો તમે કોઈપણ ડેવલપર જોડે તમારી એપ્લિકેશન બનાવડાવી શકો છો એક સારો Android એપ્લિકેશન ડેવલપર શોધો અને તમારા એપ્લિકેશનનો વિચાર સંપૂર્ણ રીતે તેને સમજાવો અને એપ્લિકેશન બની જાય પછી તેને ગૂગલ પ્લે પર અપલોડ કરો અને આવી રીતે તમે Admob થી એપ્લિકેશન બનાવીને પૈસા કમાઈ શકો છો.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here