ભારત સરકારની સંસ્થા ઇન્ડિયન કાઈન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ ને 15 મી ઓગસ્ટ સુધીના કોરોના વાઇરસ માટેની તેના દ્રારા નીમાણાધીન વેક્સીન કોવેક્સિનને જાહેર આરોગ્ય ઉપયોગ માટે લોન્ચ કરવાનો આદેશ આપ્યો છે. ICMR ના વડા બલરામ ભાર્ગવે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડને લખેલા પત્રમાં જણાવ્યું કે, તમામ પ્રકારની ક્લિનિક ટ્રાયલ પછી 15મી ઓગસ્ટ 2020 સુધીમાં જાહેર આરોગ્યના ઉપયોગ માટે કોરોનાની રસી લોન્ચ કરી દેવાય તેવી આશા રાખીએ છીએ. કોવેક્સિનની ક્લિનિક ટ્રાયલ માટે 12 સંસ્થાઓની પસંદગી કરાઈ છે. ભારત બાયોટેકને ICMR દ્રારા ક્લિનિક ટ્રાયલ પ્રાથમિકતાના ધોરણે શરૂ કરી દેવાનો આદેશ અપાયો છે. આ પ્રોજેક્ટ પર ભારત સરકાર ટોચના લેવલથી મોનિટર કરી રહી છે.

ICMR ના પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, ક્યાંતો રસી બજારમાં લોન્ચ કરો અથવા તો પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. નોંધ લેવામાં આવે કે આ આદેશની અવગણનાને ગંભીરતાથી ધ્યાન પર લેવામાં આવશે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે, આ પ્રોજેક્ટને સર્વોચ્ચ પ્રાર્થમિકતા સાથે હાથ ધરવામાં આવે અને કોઈપણ ભૂલ વિના આપેલી સમયમર્યાદાનું પાલન કરવામાં આવે.

કોવેક્સિનની ટ્રાયલ માટે પસંદ કરાયેલી સંસ્થાઓને ઈંકમર એ આદેશ આપતા જણાવ્યું હતું કે, તમારી સંસ્થાને કોરોના વાઇરસની વેક્સીનની ક્લિનિક ટ્રાયલ માટે પસંદ કરાઈ છે. COVID-19 ની મહામારીના કારણે જાહેર આરોગ્ય પર સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં લેતા અને વેક્સીનની જરૂયાતના પગલે તમને ક્લિનિક ટ્રાયલ શરૂ કરવા માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાનો કડકાઈથી આદેશ આપવામાં આવી રહ્યો છે. 7 જુલાઈ 2020 થી ક્લિનિક ટ્રાયલની શરૂઆત કરાશે.

ભારતની પહેલી કોરોના વેક્સીન 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી દેવાનો ICMR નો લક્ષયાંક
ભારતની પહેલી કોરોના વેક્સીન 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી દેવાનો ICMR નો લક્ષયાંક

બીજી બાજુ, હોસે જણાવ્યું કે, કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લઇ શકાય તેવી અસરકારક દવાનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. આગામી બે અઠવાડિયામાં જ આ પરીક્ષણના સકારાત્મક પરિણામો મળી જાય તેવી શક્યતા છે.

ઝાયડસ કેડિલાને કોરોનાની વેક્સીનની માનવી પર ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી :

DGCI એ ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીને કોરોનાની વેક્સિનની માનવી પર ક્લિનિકલ ટ્રાયલ કરવાની પરવાનગી આપી દીધી છે. ભારતમાં હાલ બે ફાર્માસ્યુટિકલ કંપનીઓની વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલની પરવાનગી અપાઈ છે. દેશમાં હાલ 7 જેટલી કોરોના વેક્સીન પર સંશોધન ચાલી રહ્યું છે. ઝાયડસ કેડિલા કંપનીને પ્રિ-ક્લિનિકલ ટ્રાયલમાં સંતોષકારક પરિણામ મળ્યા છે.

ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલે જણાવ્યું કે, અમે માર્ચ મહિનાથી આ દિશામાં કાર્યરત હતા. અમે રસી વિકસાવવા માટે વિવિધ પ્રાણીઓ ઉપર પ્રયોગો કર્યા હતા. અમે સૌથી પહેલા માઇસ, રેટ, ગીની પિગ અને રેબિટ ઉપર અભ્યાસ કર્યો હતો. પરિણામો પણ હકારાત્મ હતા. અમને જોવા મળ્યું કે તેમની ઇમ્યુનીટી સિસ્ટમ સારો પ્રતિભાવ આપતી હતી અને દવા દ્રારા વાઇરસ પણ ન્યુટુલાઈઝ થઇ ગયો હતો. આ અભ્યાસના આધારે અમે 28 દિવસનો ટોક્સિસિટી અભ્યાસ પણ કર્યો હતો. વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ ઉપર રસીની સારી અસર જોવા મળી હતી અને તેમની ઇમ્યુનીટી સિસ્ટમ વિકસી હતી. તેના કારણે જ અમે આ રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરી હતી. અમને પહેલા તબક્કામાં ટ્રાયલ માટે પરવાનગી પણ મળી ગઈ છે. અમને આશા છે કે, ત્રણ મહિનામાં રસીનું માનવ પરીક્ષણ થઇ જશે અને તેના હકારાત્મ પરિણામો મળશે.

ભારતની પહેલી કોરોના વેક્સીન 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી દેવાનો ICMR નો લક્ષયાંક
ભારતની પહેલી કોરોના વેક્સીન 15 ઓગસ્ટ સુધીમાં લોન્ચ કરી દેવાનો ICMR નો લક્ષયાંક

ફાર્મા ઉધોગ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ : ફૂડ અને ડ્રગ કમિશનર

ફૂડ અને ડ્રગ કમિશનર ડો.એચ.જી કોશિયાએ જણાવ્યું કે, ગુજરાતની ઝાયડસ કેડીલાએ કોરોનાના સ્થાપક પ્રોટીનના જીન્સને એનકોડ કરી વૈશ્વિક સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. કંપની ભારતમાં 1000 વ્યક્તિ પર પરીક્ષણ હાથ ધરશે. કંપનીએ દેશમાં સૌ પ્રથમ Swine Flu H1N1 રસી બનાવી હતી.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here