ભારતના જાણીતા કૉમેન્ટટર્સમાં શામેલ સંજય માંજરેકરને આ વખતની IPLમાં ન મળ્યું સ્થાન, કારણ હજુ સામે આવ્યું નથી.

પ્રતિષ્ઠિત T20 લીગ IPLની આગામી સિઝન માટે ઑફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે પોતાની કૉમેન્ટ્રી પેનલની ઘોષણા કરી દીધી છે. દિગ્ગજ ક્રિકેટર રહી ચૂકેલા સુનીલ ગાવસ્કર, જાણીતા કૉમેન્ટેટર હર્ષા ભોગલે, આકાશ ચોપરા અને ઈયાન બિશપ સહિત ઘણા દિગ્ગજોને આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. કૉમેન્ટ્રી પેનલ માટે જે લિસ્ટ રજૂ કરવા આવ્યું છે તેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું નામ શામેલ કરવામાં આવ્યું નથી.

સ્ટાર સ્પોર્ટ્સએ હિન્દી અને અન્ય ભાષાઓમાં કૉમેન્ટ્રી પેનલ માટે અલગથી નામ રજૂ કર્યા છે. માંજરેકરનું નામ કોઈપણ કૉમેન્ટ્રી પેનલમાં શામેલ કરાયું નથી.

અંગ્રેજી માટે રજૂ કરવામાં આવેલી કૉમેન્ટ્રી પેનલમાં માર્ક નિકોલસ પણ છે, જે સામાન્ય રીતે સાઉથ આફ્રિકાની ડૉમેસ્ટિક મેચોમાં કૉમેન્ટ્રી કરતો દેખાય છે. કેટલીક IPL ટીમો માટે રમનારો અને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહી ચૂકેલો જેપી ડ્યૂમિની પણ પેનલનો હિસ્સો છે.

72 વર્ષીય ગાવસ્કર પણ કૉમેન્ટ્રી માટે UAE જશે જ્યારે બ્રેટ લી, ડીન જોન્સ, બ્રાયન લારા, ગ્રેમ સ્વાન અને સ્કૉટ સ્ટાયરિસ મુંબઈથી કૉમેન્ટ્રી કરતા જોવા મળશે. બીજી તરફ ભારતીય ક્રિકેટર આશીષ નેહરા અને ઈરફાન પઠાણ હિન્દીમાં કૉમેન્ટી કરશે.

કૉમેન્ટ્રી પેનલના લિસ્ટમાં બે મહિલા કૉમેન્ટેટર લિસા સ્થલેકર અને પૂર્વ ભારતીય કેપ્ટન અંજુમ ચોપરાને પણ શામેલ કરવામાં આવ્યાં છે. આઈસીસી હૉલ ઑફ ફેમર લિસા અગાઉ પણ કૉમેન્ટ્રી કરી ચૂકી છે.

ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટર્સ રહેલા કે શ્રીકાંત તમિલમાં અને MSK પ્રસાદ તેલૂગૂમાં કૉમેન્ટ્રી કરશે. ભારતીય ટીમના પૂર્વ સહાયક કોચ સંજય બાંગર પણ હિન્દી કૉમેન્ટ્રી ટીમનો હિસ્સો રહેશે.

હિન્દી કૉમેન્ટ્રી પેનલમાં શામેલ નામ

  • આકાશ ચોપરા, 
  • ઈરફાન પઠાણ,
  •  આશીષ નેહરા, 
  • જતિન સપ્રૂ,
  •  નિખિલ ચોપરા,
  •  કિરણ મોરે, 
  • અજિત અગરકર અને 
  • સંજય બાંગર

ડગઆઉટ માટે કૉમેન્ટ્રી લિસ્ટ

ડીન જોન્સ, સ્કૉટ સ્ટાયરિસ, બ્રાયન લારા, બ્રેટ લી અને ગ્રીમ સ્વાનઉલ્લેખનીય છે કે, સંજય માંજરેકર છેલ્લા ઘણા સમયથી નિયમિત રૂપે કૉમેન્ટ્રી કરતો દેખાઈ રહ્યો હતો. એક કૉમેન્ટેટર તરીકે તે ખૂબ જ જાણીતો પણ રહ્યો છે. જોકે, આ વખતે તેને પેનલમાંથી કેમ બહાર રખાયો તે અંગે કોઈ ખુલાસો કરાયો નથી. જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2019 દરમિયાન માંજરેકરે ભારતીય ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પર કરેલી એક કૉમેન્ટના કારણે ઘણો મોટો વિવાદ થયો હતો.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here