બોલિવુડ ડ્રગ્સ કેસમાં સંસદમાં જયા બચ્ચને નામ લીધા વિના કંગના રનૌત પર નિશાન સાધ્યું છે. બોલિવુડને ‘ગટર’ ગણાવતી કંગનાની ટિપ્પણી સામે જયા બચ્ચને વાંધો ઉઠાવ્યો છે.

રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કંગના રનૌતનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું છે. જયા બચ્ચને કહ્યું, “જે લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવીને નામ કમાયા તેને હવે ગટર કહી રહ્યા છે. હું આની સાથે સહમત નથી.” આ સાથે જયા બચ્ચને સરકારને અપીલ કરી કે તે લોકોને આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરવા માટે કહે. જયા બચ્ચને કહ્યું કે, “આવા લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડે છે.”

જયા બચ્ચને આગળ કહ્યું, “મનોરંજન ઈન્ડસ્ટ્રી રોજ 5 લાખ લોકોને રોજગારી આપે છે. અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમને (બોલિવુડ) સોશિયલ મીડિયા પર નિશાન બનાવાઈ રહ્યા છે.”

26 ઓગસ્ટે સાંજે કંગનાએ પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરીને એક ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું, “જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો બોલિવુડની તપાસ કરે તો પ્રથમ હરોળના ઘણા સિતારાઓ જેલના સળિયા પાછળ હશે. જો બ્લડ ટેસ્ટ થયા તો ઘણી ચોંકવનારી બાબતો સામે આવશે. આશા છે કે પ્રધાનમંત્રી કાર્યાલય સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બોલિવુડ જેવી ગટરને સાફ કરાવશે.”

એક્ટ્રેસ અને સાંસદ જયા બચ્ચને કહ્યું, “મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે જે સૌથી વધારે ટેક્સ ભરે છે. તેમ છતાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારી ઈન્ડસ્ટ્રીને ઘણાં વચનો આપવામાં આવે છે પરંતુ પૂરા નથી થતા. સરકારે મનોરંજન ઈન્ડસ્ટ્રીનો સાથ આપવો જોઈએ કારણકે ઈન્ડસ્ટ્રી દરેક વખતે સરકારની મદદ માટે આગળ આવે છે.”

“જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું કરે છે”

સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યું, “મને લાગે છે કે સરકાર ઈન્ડસ્ટ્રીનો સાથ આપે તે અતિ મહત્વનું છે. કેટલાક લોકો ખરાબ હોવાથી તેની હત્યા ના કરે. કેટલાક ખરાબ લોકોના કારણે આખી ઈન્ડસ્ટ્રીને બદનામ ના કરી શકાય. આ ઈન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તરે તમને સન્માન અપાવે છે.” કોઈનું પણ નામ લીધા વિના જયા બચ્ચને કહ્યું, “ગઈકાલે લોકસભાના એક સદસ્ય કે જે ઈન્ડસ્ટ્રીમાંથી જ છે તેમણે ઈન્ડસ્ટ્રી વિશે ખરાબ શબ્દો કહ્યા. આ સાંભળીને મને ખૂબ શરમ આવી. આ શરમજનક છે. જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું કરે છે જે ખોટું છે.”

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here