બસ ખુશ રાખજે એ વ્યક્તિને ‌‌ જે ઉદાહરણ બને સૌ કોઈ માટે…..

0
542

તશરીફ તો એવી મૂકીને ગયા
જાણે કુદરતના કરિશ્મા હોય,
ઓળખી ગયા એમને
જે દીલથી પણ વધારે ચાહતા હોય…..
દુનિયા ગમે તે કહે મળ્યો છે એવો પ્રેમ
ખુદથી પણ વધારે સંભાળ રાખી,
પોતાની જાતને પાછળ રાખી
કર્યો પ્રેમ એમણે અમને આગળ રાખી…
લાખ કોશિશ કરી ખુદા પાસે
આપી એવી વસ્તુ
જે વિચારી પણ ન હતી,
પ્રયાસ ઈશ્વરનો અમને મળાવવાનો
પ્રેમ કરાવ્યો એમની જોડે
તેમનો વિચાર પણ ન હતો….
જે કહેતા રહ્યા બધામાં છે
એ પ્રેમ તારા જેવો
હસતા ચહેરે
ઠુકરાવ્યો છે એ પ્રેમ,
જેણે રડતા રડતા
કોશિશ કરી અમને મેળવવાની
આંખના આંસુએ
કર્યો અમર એ પ્રેમ….
બધી જ ઇચ્છાઓ પૂરી કરવાની
કરી જેણે કોશિશ,
આંખો માં હસી અને અંદરના ધબકારાએ
પૂરી કરી એ ખ્વાઈશ….
મુખથી આપી છે સ્માઈલ
દિલ ની અંદર દદૅ છુપાવી,
જાણે બધી જ ખુશી મને આપી
મારા એ દુઃખ દબાવી….
બસ એક જ માંગ આ ખુદા પાસે
આપ્યો છે જે પ્રેમ અમને
એ ઉદાહરણ રહે સૌ કોઈ માટે,
અમર રહે આ પ્રેમ
ઈચ્છા છે એવી દિલની
બસ ખુશ રાખજે એ વ્યક્તિને
‌‌ જે ઉદાહરણ બને સૌ કોઈ માટે…..

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: Ayushi Barvaliya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here