આજે આપણે જાણવા જઈએ છીએ બૉલીવુડની અભિનેત્રી કેટરીના કેફ વિષે કેટરીના કેફ કરોડપતિ હોવા છતાં પણ ભાડાના મકાનમાં રહે છે.

katrina-kaif

હાલમાં જ કેટરીના કેફનો બર્થ ડે હતો આ વર્ષે તે તેનો ૩૭મો બર્થ ડે માનવી રહી હતી તેનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૮૩ના હોંગકોંગમાં થયો હતો કેટરીના કેફ ભલે આજે બોલિવુડની અભિનેત્રી હોય અને તેની પાસે કરોડોની સંપત્તિ હોય પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ તે ભાડાના મકાનમાં રહે છે અંદાજે ૪૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક કેટરીના કેફ એક ભાડાના મકાનમાં રહે છે જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે અમુક ચોકાવનારા ખુલાસા કર્યા હતા.

વર્ષ ૨૦૦૩થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં એક્ટિવ કેટરીના આજે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે તેના વિશે તેમણે કરણ જોહરના પોપ્યુલર શો કોફી વિથ કરણમાં ખુલાસો કર્યો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે આખરે તેઓએ હજુ પોતાનું ઘર કેમ ખરીદ્યું નથી.

એશા કંસારા ના જીવન તેમજ તેમના બોલિવૂડ સફર વિષે તેમજ તેમને કઈ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેમની આગવી ઓળખ બનાવી…

katrina-kaif

જ્યારે શો માં વરુણ ધવન અને કરણ જોહરે એમને પૂછયુ કે, ક્રિસમસની પાર્ટીમાં એમને શા માટે બોલાવવામાં ન હતા? ત્યારે કેટરિનાએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે, મને તમને લોકોને ક્રિસમસની પાર્ટીમાં ઇન્વાઇટ કરીને ખૂબ જ આનંદ થાત, પરંતુ હું શું કરું મારું ઘર ખૂબ જ નાનું છે. ત્યારબાદ વરુણ અને કરણે પૂછ્યું હતું કે તમે મોટું ઘર શા માટે નથી લેતા?

ત્યારે આ સવાલ પર કેટરિનાએ જવાબ આપતા કહ્યું કે એને એવું લાગે છે કે મિત્ર, ઘર એન રિલેશનશિપ આ ત્રણ વસ્તુ એવી છે, જેની પસંદગી વ્યક્તિએ પોતાના સ્વભાવને પ્રમાણે કરવી જોઈએ કેટરીના કહે છે કે જ્યારે તમારો આ વસ્તુઓ સાથે સામનો થાય છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે કઈ ચીજ તમારા માટે યોગ્ય છે.

તમને જણાવી દઈએ કે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆતના દિવસોમાં કેટરીના કેફ બાંદરામાં આવેલ ગુલદેવ સાગરમાં રહેતી હતી ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં કેટરીના કૈફ બૉલીવુડના અભિનેતા રણબીર કપૂરની સાથે રિલેશનશિપમાં આવી અને તે બંને કાર્ટર રોડ સ્થિત સિલ્વર સેન્ડ માં એક રેન્ટલ એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા ત્યારપછી ૨ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ વર્ષ ૨૦૧૬માં બ્રેકઅપ થઈ ગયું અને તે બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયા પછી પણ કેટરીના કેફ ઘણા દિવસો સુધી તે ઘરમાં રહી હતી અને તે ઘરનું ભાડું ૧૫ લાખ રૂપિયા પ્રતિ મહિના હતું ત્યારબાદ થોડા મહિના બાદ તે બાંદરાના માઉન્ટ મેરી ચર્ચની પાસે એક એપાર્ટમેન્ટમાં એકલા શિફ્ટ થઈ ગઇ હતી.

katrina-kaif

જ્યારે હાલના સમયમાં કેટરીના મુંબઈના અંધેરી વેસ્ટ મોરિયા હાઉસમાં પોતાની બહેન સાથે રહે છે. કેટરીના છેલ્લા 17વર્ષથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે કેટરીના ફક્ત ફિલ્મો જ નહીં પરંતુ મોડેલિંગ, વિજ્ઞાપનો અને બ્રાન્ડ એમ્બેસેડર માથી પણ સારી એવી રકમ કમાય છે. કેટરીના પોતાની એક ફિલ્મ માટે 9 થી 10 કરોડ રૂપીયા ખર્ચ કરે છે. કેટરીના કારની ખૂબ શોખીન છે અત્યારે હાલ તેમની પાસે ઘણી લક્ઝરી ગાડીઓ પણ છે જેમકે Audi Q3, Audi Q7 અને SUV વગેરે જેવી ગાડીઓ છે અત્યારે કેટરીના જોડે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here