આવી બધી માન્યતાઓ મોટા ભાગે હિંદુ ધર્મમાં વધારે માનવામાં આવે છે અને હિંદુ ધર્મમાં કોઈ પણ પૂજા-પાઠ માં કળશની સ્થાપના ખાસ કરવામાં આવે છે અને કળશ ને લઈને એવી માન્યતા છે કળશ એ બધા જ તીર્થ સ્થાનોનું પ્રતિક છે તેવી માન્યતા છે અને આ મુજબ કળશમાં બધા જ દેવી-દેવતાઓની માતૃ શક્તિ હોય છે અને એના વગર કોઈ પૂજા સફળ નથી કહેવાતી આજે કળશ સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ અને કળશને મુકવાની સાચી રીત પણ જાણીએ.
કળશ સાથે જોડાયેલ એક કથા પણ પ્રચલિત છે કે સમુદ્રમંથન વખતે અમૃત કળશ પ્રાપ્ત થયો હતો તેવું પણ માનવામાં આવે છે અને ત્યારબાદ માતા લક્ષ્મીના બધાજ ફોટામાં કળશ એ મુખ્યત્વે દર્શાવવામાં જ આવે છે અને કળશનું ખૂબ જ મહત્વ દર્શવામાં આવ્યું છે અને એટલા માટેજ પૂજામાં કળશની સ્થાપના કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને હાલમાં પણ આની પ્રથા હજી ચાલુ જ છે.
એવું માનવમાં આવે છે કે કળશ દ્વારા જ સીતામાતા પ્રાપ્ત થયા હતા અને એવામાં જ ત્રેતા યુગમાં રાજા જનક જયારે ખેતરમાં હળ ચલાવતા હતા ત્યારે જમીનમાં દટાયેલો કળશ હતો એ કળશ હળ સાથે ટકરાયો હતો તેવું માનવામાં આવે છે અને તેમજ રાજા એ કળશ બહાર કાઢ્યો હતો અને એમાંથી એક કન્યા નીકળી અને આ કન્યા નું નામ સીતા રાખવામાં આવ્યું હતું તેવું માનવમાં આવે છે.
સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પૂજામાં કળશ સ્થાપિત કરવામાં આવે છે તો એવું મનવામાં આવે છે કે તેમાં ત્રિદેવ અને શક્તિઓ હોય છે અને કળશને પુજા કરતા સમયે ખૂબ માન આપવામાં આવે છે અને તેની સાથે-સાથે કળશમાં બધાજ તીર્થો અને બધી પવિત્ર નદીઓનું ધ્યાન પણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ બધા માટે બધા શુભ કામમાં કળશ સ્થાપિત કરવામાં આવે છે અને તેની સાથે સાથે પૂજામાં સોના, ચાંદી, માટી, અને તાંબા નો કળશ રાખી શકો છો અને એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે પૂજામાં ક્યારેય પણ લોખંડ નો કળશ મૂકી શકાતો નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ત્યારબાદ આ કળશને લાલ કાપડ, નારિયેળ, આસોપાલાવના પાન અને કુશની મદદથી તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેની વિધિ કરવામાં આવે છે અને જ્યાં કળશ સ્થાપિત કરવાનો હોય છે ત્યાં એક અષ્ટદલ બનાવામાં આવે છે અને એની ઉપર ચોખા પણ રાખવામાં આવે છે ત્યારબાદ આ ચોખા ની ઉપર કળશ રાખવામાં આવે છે અને ત્યારબાદ વિધિની શરૂઆત કરવામાં આવે છે.
જ્યારે પણ કળશમાં પાણી, દુર્વા, ચંદન, પંચામૃત, સોપારી, હળદર વાળા ચોખા, સિક્કા, લવિંગ, પાન વગેરે નાખવામાં આવે છે અને શરૂ કરવામાં આવે છે ત્યારબાદ કળશ ઉપર સાખીયો બનાવામાં આવે છે અને જેના કારણે કળશની ઉપર આસોપાલવના પાન અને તેની સાથે નાળીયેર પણ મુકાય છે અને ત્યારબાદ દીવો કરીને કળશની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.