જીવન જેમાં સુખ અને દુઃખ ની વાતો છુપાયેલી છે. જીવન જેમાં વિજય અને પરાજય ની ઘટનાઓ છુપાયેલી છે. જીવન જેનો પ્રત્યેક ક્ષણ મૃત્યુ તરફ આગળ વધારે છે. આ જીવન માં પ્રત્યેક દિવસ મનુષ્ય ઈશ્વર પાસેથી સુખની યાચના કરે છે.

પણ આ સુખ છે શું?….. એનો મતલબ શું છે? શું સંપત્તિ, પૈસા કે કોઈ વસ્તુનું હોવું સુખ કેવાય છે?

Let us remember happiness once again today
Let us remember happiness once again today

એક ગામમાં એક પંડિત હતાં. જે પોતાના ઘરે જતા હતાં. રસ્તામાં એમને એક વ્યક્તિ એ બાર શેરડી આપી.
એ લઇને એ આગળ ચાલ્યા. આગળ જતા એમને ભૂખ્યા બાળકો મળ્યા જે ખાવા માટે તડપતા હતાં. એ જોઈને એ પંડિતે એની પાસે રહેલા શેરડીનાં બાર ગાંઠા માંથી અગિયાર શેરડી આપી દીધી. અને માત્ર એક જ શેરડી પોતાની પાસે રાખી.

ઘરે જઈને આ બધી વાત એણે એની પત્ની ને કરી. એની પત્ની એ ગુસ્સે થઈને એ પંડિત ને બચેલા એક શેરડી નાં ગાંઠાથી માર્યું. જેનાથી એ શેરડી નાં બે કટકા થઇ ગયા. તો પણ એ પંડિતે દુઃખી થવાનાં બદલે એની પત્ની ને કહ્યું મને ખબર જ હતી કે તું એકલી આ શેરડી નય ખાય. મારી સાથે વહેંચીને જ ખાઈશ. અને એમ કહીને હસવા લાગ્યા.

વાસ્તવ માં સુખ એ કોઈ વસ્તુ નથી કે……

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: ક્રિના કે. હિરપરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here