જીવન એ એક એવું ચક્ર છે……..

જીવન એ એક એવું ચક્ર છે,
જેમાં મનુષ્ય ને ઘણું બધું પ્રાપ્ત થાય છે અને
ઘણું બધું ખોવું પણ પડે છે.
જેમાં ઘણા બધા લોકો મળે છે અને
ઘણા લોકો છૂટે પણ છે.
જેમાં ઘણી બધી વસ્તુ નો સામનો કરવો પડે છે અને
ઘણું બધું સહન પણ કરવું પડે છે
જેમાં ઘણી વસ્તુથી સુખ મળે છે તો
ઘણી વસ્તુથી દુઃખ પણ પ્રાપ્ત થાય છે.
જેમાં એને ક્યારેક કોઈની સહાય કરવી પડે છે અને
ક્યારેક સહાય લેવી પણ પડે છે.

પણ આ બધી પરિસ્થિતિમાં મનુષ્ય પોતાને નિખારે છે કે દુર્બળ બનાવે છે, એનો આધાર એની મનની સ્થિતિ ઉપર છે.

મનુષ્ય નું સારુ કાર્ય એને વધારે સારુ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે, અને ખરાબ કાર્ય વધારે ખરાબ કાર્ય કરવા માટે પ્રેરિત કરે છે.

મનુષ્ય પોતાની નિયતિ ને બદલી નથી શકતો. પણ સારા કાર્ય કરીને એના પરિણામો ને અવશ્ય બદલી શકે છે. મનુષ્યનું ભવિષ્ય એ એના વર્તમાન માં લેવાયેલા નિર્ણયો ઉપર આધારીત છે.

ક્યારેક માણસ એ વિચારી ને કાર્ય નથી કરતો કે મુકને નથી કરવું, નસીબ માં હશે તો મળશે, પણ એને જ બીજી રીતે વિચારીએ કે નસીબ માં એવું લખ્યું હોય કે મહેનત કરવાથી મળશે તો??

ભાગવત-ગીતા માં પણ લખ્યું છે કે માત્ર કાર્ય કરો ફળ ની આશા ના રાખો.. અર્થાત.. તમને માત્ર કાર્ય કરવાનો અધિકાર છે એના પરિણામ ઉપર માત્ર ઈશ્વર નો અધિકાર છે. પણ હા, એટલું નિશ્ચિત છે કે સારુ કાર્ય કરશો તો પરિણામ અવશ્ય સારુ જ મળશે, અને ખરાબ કરશો તો ખરાબ આવશે.

એટલે જ તો કેવાય છે કે જેવું કરો તેવું ભરો.

ઘણી વાર એવું પણ પ્રતિત થાય છે કે હું જે કાર્ય કરું છું પરિણામ એની વિપરીત દિશા માં કેમ જઈ રહયું છે?? પણ વધુ વિચાર ના કરો, જો સાચા રસ્તે જઈ રહ્યા છો તો, ઈશ્વર પાસે તમારા માટે અવશ્ય કોઈ ખાસ યોજના હશે જે તમને યોગ્ય સમયે પ્રાપ્ત થશે. અને તમારા વર્તમાન નું દુઃખ એ તમને સારા ભવિષ્ય માટે ઘડે છે.

એ પણ યાદ રાખવું જોઈએ કે જો ઈશ્વર ખોટા કાર્ય ના પરિણામ તરત જ નથી આપતાં, તો સારા કર્યો ના પરિણામ કેવી રીતે આપી શકે??

અને જીવન માં એ પણ સ્મરણ રાખવું જોઈએ કે આ જીવન ચક્ર એ ગોળ છે જેમાં કરેલા સારા અને ખરાબ કર્યો ના પરિણામ એ ગોળ ફરીને આપણી જ પાસે આવવાના છે.

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
લેખક: ક્રિના કે. હિરપરા