MI અને iPhone ના લીધે સગાઈ તૂટી. જાણો આખી હકીકત..

  • સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલી એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની ક્લિપ ધ્યાનપૂર્વક સાંભળી. 14મિનિટનો આ વાર્તાલાપ દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજને ઘણું-ઘણું કહી જાય છે. આ સંવાદ મજાકના સ્વરૂપ કરતા પણ સમાજ માટે વોર્નિંગ બેલ સમાન લાગે છે.
  • જેની હજુ સગાઈ થઈ છે એવી એક છોકરીની મોટીબેન પ્રથમ 10 મિનિટ છોકરાના પપ્પા સાથે અને પછી 4 મિનિટ છોકરાની મમ્મી સાથે વાત કરે છે. ઘણા મિત્રોએ આ વાતચીતની ઓડિયો ક્લિપ સાંભળી જ હશે. વાતનો મૂળ મુદ્દો એ હતો કે સગાઈ બાદ છોકરાએ છોકરીને MIનો સ્માર્ટ ફોન ગિફ્ટમાં આપ્યો પણ છોકરીની બહેન એવું કહે છે કે ‘આ તો સાવ સામાન્ય કંપનીનો મોબાઈલ છે બીજી કોઈ સારી કંપનીનો ફોન આપવો જોઈએ.
  • મારી બહેન તો આઈફોનનો વિચાર કરતી હતી પણ એને MI નો ફોન મળ્યો. જો એની ફ્રેન્ડ્સ એને પૂછે કે તને તારા ફિયાન્સે કયો ફોન આપ્યો? તો છોકરી શુ જવાબ આપે ? એને બિચારીએ એની ફ્રેન્ડ્સ સામે નીચે જોવાનું થાય અને એની આબરૂ જાય’ સાલું આપણી આબરુનો અંદાજ મોબાઈલના આધારે નક્કી થશે ? જો એવું જ હોય તો તો ડો.કલામ, રતન ટાટા વગેરે જેવા મહાનુભાવો આબરૂ વગરના ગણવાના ને ? કારણકે એ તો સામાન્ય મોબાઈલનો ઉપયોગ કરતા અને કરે છે.
  • આપણામાંથી મોટાભાગના લોકો તો સામાન્ય મોબાઈલમાં જેટલા ફીચર્સ આપવામાં આવે છે એનો પણ પૂરતો ઉપયોગ કરતા નથી/કરતા આવડતું નથી. હજુ તો સગાઈ વખતે જ આવી અપેક્ષાઓ હોય તો લગ્ન પછી તો શું થાય ? છોકરીની બહેન વાત કરતા એમ પણ કહે છે કે ‘અમારા ઘરે મારી બહેન જે વસ્તુ પર હાથ મૂકે એ એના માટે હાજર થઈ જાય.’ સંતાનોની ઈચ્છાઓ જરૂરથી પૂરી કરીએ પણ અમુક વસ્તુઓ વગર પણ જીવન મોજથી જીવી શકાય એનો અનુભવ પણ દીકરા-દીકરીને કરાવવો જોઈએ જેથી વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી રહેવાય.
  • દિવસે દિવસે દેખા-દેખીનો વકરતો જતો રોગ કેટલાયના જીવન અને પરિવારને પીંખી રહ્યો છે. કોણ સાચું કે કોણ ખોટું એ તો ભગવાન જાણે પણ આવો સંઘ દ્વારકા ન પહોંચી શકે એટલે છોકરાના પરિવારે સગાઈ તોડી નાખવાનો જે નિર્ણય કર્યો એ મારા મતે યોગ્ય નિર્ણય છે.14 મિનિટના આ વાર્તાલાપમાં છોકરાના મમ્મી જે જવાબ આપે છે એ એના પરિવારની ખાનદાની અને સંસ્કારનો પરિચય કરાવે છે. છોકરાના મમ્મી કહે છે કે ‘ભવિષ્યમાં બીજી મોટી માંગણીઓ પણ થાય જે પૂરી કરવાની અમારી કેપેસિટી નથી એટલે અહીંયા જ સંબંધ પૂરો કરીએ અને અમે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરશું કે તમારી બહેનની બધી જરૂરિયાતો સંતોષાય એવું સમૃદ્ધ સાસરું મળે જેથી એ સુખી થાય’.
  • આ ઓડિયો ક્લિપ બીજાને ફોરવર્ડ કરવાના બદલે આપણે એમાંથી કાંઈક શીખ લેવાની જરૂર છે. આપણે આપણા સંતાનોને શિક્ષણની સાથે સાથે એ સમજ પણ આપવી જોઈશે કે દામ્પત્યજીવનની સફળતા અને મધુરતાનો આધાર માત્ર સુવિધાઓ પર નહીં પણ સમજણ પર છે.
  • (અમુક મિત્રો પાસેથી જાણવા મળ્યું કે આ ઘટના સાથે સંકળાયેલા પાત્રોના ફોટો પણ લોકો ફોરવર્ડ કરી રહ્યા છે. આ સજાપાત્ર ગુનો બને છે. આવી બાબતમાં કોઈના ફોટો ફોરવર્ડ કરવા આપણને જ મુશ્કેલીમાં મૂકી શકે એટલે આ બાબતથી આજે અને ભવિષ્યમાં પણ દૂર જ રહેવું હિતાવહ છે.)
  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.
Previous articleએલન મસ્કની ટેસ્લા કંપનીના શેર કેમ 1 વર્ષમાં જ ખૂબ વધી ગયા?
Next articleસુરતમાં કપલ બોક્સમાં ગોઠવાયા બેડ, સંચાલકે કહ્યુ, પોલીસની રેડ નહી પડે, પરંતુ….