મેક્સિકોની એક ઘટનાના ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયા છે. એક પ્રેમીએ પરણિત પ્રેમિકાને મળવા માટે તેના ઘર સુધી ભોંયરું બનાવ્યું હતું, પણ પતિએ તેનો ભાંડો ફોડીને બંનેને રંગે હાથ પકડી પાડયા હતા.
મેક્સિકોમાં આલ્બર્ટો નામનો એક માણસ તેની નજીકમાં જ રહેતી પરણિત મહિલાના પ્રેમમાં પડયો હતો. બંને સરળતાથી મળી શકે એ માટે આલ્બર્ટોએ ભોંયરું બનાવ્યું હતું. એ ભોંયરું મહિલાના ઘરમાં સોફાની નીચે નીકળતું હતું. જ્યારે તેનો પતિ જ્યોર્જ ઘરમાં ન હોય ત્યારે ભોંયરાના રસ્તેથી પ્રેમી ઘરમાં આવી જતો હતો. આવું કેટલાય સમયથી ચાલતું હતું.
વધુ વાંચો: કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો?
પરંતુ એક દિવસ પતિ ધારણાં કરતાં વહેલો ઘરે આવી ગયો. તેણે જોયું કે તેની પત્ની ઘરમાં ન હતી. તેણે આસપાસમાં નજર કરી તો સોફાની જગ્યામાં ફેરફાર થયાનું જણાયું. ધ્યાનથી તપાસતા સોફાની નીચેથી ગુપ્ત રસ્તો જતો હતો. પતિ જ્યોર્જ એમાં પ્રવેશ્યો અને સીધો આલ્બર્ટોના ઘરમાં નીકળ્યો, જ્યાં તેણે બંનેને શારીરિક સંબંધો બનાવતા રંગે હાથ પકડી લીધા.
મેક્સિકોના સ્થાનિક મીડિયામાં આ સમાચાર આવ્યા પછી તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ભોંયરું ખૂબ જ સફાઈદાર રીતે બનાવાયું હતું. સોફાની નીચે એવી રીતે તેનો રસ્તો ખુલતો હતો કે પહેલી નજરે ખબર જ ન પડે.
વધુ વાંચો: કેમ વધી જાય છે લગ્ન થતા જ સ્ત્રીના સ્તન. જાણો ચોંકાવનારી વાત….
આ આખી ઘટનામાં ટ્વિસ્ટ એ છે કે પ્રેમી પણ પરણિત છે અને ભોંયરું બનાવ્યું તે તેની પત્નીને પણ જાણ ન થાય એવી રીતે બનાવ્યું હતું. પ્રેમીની પત્ની અને પ્રેમિકાનો પતિ બહાર હોય ત્યારે બંને પરણિત પ્રેમી-પંખીડાં આ રીતે મળતા હતા. જ્યોર્જે આલ્બર્ટોની પત્નીને આખી ઘટનાની જાણ કરીને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
વધુ વાંચો: “Aashram 2” માં બોબી દેવલ સાથે શરીર સુખ માણતા સીન કરતા ત્રિધા ચૌધરી મુકાઈ મુશ્કેલીમાં, અને પછી…
-
તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
-
તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.