મારા પતિને સેક્સમાં કોઈ રસ નથી. તો એ કહે છે કે કોઇ બીજા સાથે સેક્સ કર…

0
467

હું એક ર્વિંકગ વુમન છું અને મારા મેરેજને બે વર્ષ થઈ ગયા છે. મારા મિસ્ટર એક કંપનીમાં મેનેજર છે. મને ખૂબજ પ્રેમ કરે છે. તેમની મોટામાં મોટી સમસ્યા એ છે કે તેઓને સેક્સમાં જરાય રસ નથી રહ્યો. કોઇપણ સ્ત્રી પતિ સાથે શારીરિક સંબંધ અને બાળકની ઇચ્છા તો રાખતી હોય છે અને સ્ત્રી માટે તો એ જ સૌથી મોટી વાત હોય છે, પરંતુ મારાં નસીબમાં આ બંને બાબત નથી લખી. મેં મારા હસબન્ડને આકર્ષવા અને સેક્સ માણવા ખૂબજ પ્રયાસ કર્યો છે પરંતુ તેઓ તૈયાર થતા જ નથી. અને એમણે તો મને એવું પણ કહ્યું કે કોઇ સારા યુવક સાથે લવ કર અને પછી બાળકની મા બની જા, મને કોઇજ વાંધો નથી. બાકી મને સેક્સમાં રસ જ નથી. દરમિયાન મને મારા પિયરિયાંમાં બાજુમાં રહેતો યુવાન મળી ગયો છે! મેં એની સાથે દોસ્તી પણ વધારી દીધી છે, પરંતુ મને તેની સાથે સેક્સ માણવાની જરાય ઇચ્છા થતી જ નથી. મને તો હવે કંઇ સમજાતું નથી. હું શું કરું ? મને યોગ્ય માર્ગદર્શન આપો.

my husband has no interest in sambhog

ઉ: રશ્મિ (નામ બદલ્યું છે) તમારો પત્ર વાંચી દુઃખ થયું છે, તું તારા પતિને પ્રેમ કરે છે, એ તને બહુજ ગમે છે અને તને પ્રેમ પણ કરે જ છે, પરંતુ મોટામાં મોટી સમસ્યા છે સેક્સલાઇફની. તમે હનીમૂન જ મનાવ્યું નથી, એથી મોટું ચિંતાજનક શું હોઈ શકે છે? ખરેખર તો તને ધન્યવાદ કહેવા પડે એમ છે તેં કહ્યું તે પ્રમાણે કોઇ પણ મહિલા પોતાનો પતિ શરીરસુખ આપે અને માતૃત્વ પ્રદાન કરે એમ ઇચ્છે જ, આ સિવાય બધું તેની જિંદગીમાં બહુ જ નકામું ગણાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો આંચકો આપનારી વાત તો એ છે કે તારો પતિ ખૂદ તને કહે છે કે તેને સેક્સમાં કોઇ દિલચશ્પી રહી નથી અને તું બીજા કોઇ પુરુષને લવ કર અને માતૃત્વ પ્રાપ્ત કર. આવી વાત કરનારો પુરુષ ખરેખર પુરુષ જ લાગતો નથી હોતો. કોઇ પણ પુરુષ પોતાની પત્નીને આવું કહી શકે છે ખરો? આ ખરેખર ખૂબ વિચિત્ર કેસ લાગે છે.

વધુ વાંચો: દિશા પટની એ બિકિનીમાં પોતાનો બોલ્ડ ફોટો Instagram પર શેર કર્યા…

આમ છતાં તું તેને પ્રેમ કરે જ છે તો તને એવી સલાહ આપું છું કે સૌ પ્રથમ તો તું તારા પતિની શારીરિક છેડછાડ કરવા માંડ. એને એ પણ સમજાવ. તું એની પાસેથી એ વાત જાણ કે તેને સેક્સમાં કેમ રસ નથી રહ્યો? તું એના પુરુષત્વ પર ઘા કરીને કહે કે તું નપંસક છે કે શું? એવું જ હતું તો મારી સાથે મેરજ જ કેમ કર્યા? તને પહેલાંથી કેમ ન જાણ કરી હતી? આ સાથે તું એને છૂટાછેડા માટે ધમકી પણ આપ. તારી આ ધમકી ચોક્કસ સત્ય બહાર લાવશે. કદાચ એ સેક્સ માણવા મજબૂર જ બની જશે, કારણ કે તેને તું ગમે છે એ હકીકત છે. એ પણ સારો તો છે જ એટલે તને પણ ગમે જ છે. આમ કરવાથી કદાચ સારું પરિણામ આવશે. અને આ સિવાય તારે એને કોઇ સાઇકિયાટ્રીસ્ટ કમ સેક્સોલોજિસ્ટ પાસે લઇ જઇને સલાહ લેવી અનિવાર્ય છે. થોડા સમયમાં જ દવાઓ અને થેરાપીથી એ બધુ નોર્મલ થઇ જશે.

કદાચ એવું પણ બન્યું હોઈ શકે છે કે બચપણમાં એની સાથે કંઇ અઘટિત થયું હોય? એની અસરથી એને સેક્સમાં રસ જ ન રહ્યો હોય. એવા ઘણા કિસ્સા બનતા જ હોય છે. એ જો નપંસક હોત તો એણે તને કહ્યું હોત જ, પરંતુ એ તને બીજા પુરુષ સાથે શરીરસંબંધ બાંધવા છૂટ આપે છે તે એક વિચિત્ર બાબત છે જ. એ સાઇકીક પણ હોઇ શકે છે. કંઇક એવી બાબત છે જ કે તે તને કહેતો નથી. એ એની જે મજબૂરી હોય તે પણ તું તેની સાથે મેં જે સલાહ આપી તેમ વર્તીને વર્તવા માંડજે. ચોક્કસ નિરાકરણ આવી જશે જ, પરંતુ મહેરબાની કરીને તું તારા પિયરિયાવાળા યુવક સાથે સેક્સ સંબંધ બાંધવા સુધી હમણાં તો જતી જ નહીં! જોકે તેં પોતે જ કબૂલ્યું છે કે તને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા થતી જ નથી. આ વાત તારા માટે ખૂબજ સારી છે. તે તારું સારું કેરેક્ટર બતાવે છે. બાકી બીજી કોઇ સ્ત્રી હોય તો એ સ્વચ્છંદી બનીને એક નહીં, અનેક પુરુષો સાથે સેક્સ માણવા માંડે.

વધુ વાંચો: જો તમે સ્ત્રી ના આ અંગ ને અડી જશો ને તો તમે ધનવાન થઇ જશો…..

સાઇકિયાટ્રિસ્ટ, સેક્સલોજિસ્ટની સારવાર બાદ જો કોઇ પણ ફરક ન પડે તો તારે આગળ વિચારવું જ રહ્યું. એમ કરવું જ પડે એમ લાગે તો તારે તારા પતિથી છૂટાછેડા લઇને જ બીજા પુરુષ સાથે મેરેજ કરીને શરીરસુખ માણીને સંતાનપ્રાપ્તિ કરવી જ હિતાવહ રહેશે. જોકે તારે એવું નહીં કરવું પડે એમ મને જણાય છે. તું મને પછી રિઝલ્ટ શું આવે છે તે જણાવજે.. અને આ ઉપરાંત એક એવી બાબત હોય શકે છે કે જે તેને તારી સાથે સેક્સ માણતા રોકે છે, કદાચ એવું બની શકે કે એને કોઈ યુવતી સાથે અગાધ પ્રેમ હોય અને કોઈક કારણસર બંને એક થઈ શક્યાં જ ન હોય. એને પરિવાર ખાતર લગ્ન કરવાની ફરજ પડી ગઈ હોય. તે એની પ્રેમિકાને ભૂલી શકતો ન હોય એવું પણ બની શકે છે તું આ અંગે પણ તેની સાથે વાતચીત કરીને તેને સાંત્વના ને પ્રેમ આપીને તારો બનાવી શકે છે.

વધુ વાંચો: સલમાનની 51 વર્ષની અભિનેત્રી ભાગ્ય્શ્રીએ કર્યું એવું કામ કે ચાહકો બોલ્યા “આ શું કરી રહ્યા છે” – જુવો વિડીયો

  • તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
  • તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જરૂર થી બતાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here